એસ્તેર 10 - પવિત્ર બાઇબલ C.L.અહાશ્વેરોશ અને મોર્દખાયની મહત્તા 1 અહાશ્વેરોશ રાજાએ સામ્રાજ્યના અંદરના તેમ જ સમુદ્રકાંઠાના લોકો પર વેઠ નાખી. 2 તેનાં મહાન અને અદ્ભુત કૃત્યો અને તેણે કેવી રીતે મોર્દખાયને ઉચ્ચ પદવી આપી તેની નોંધ માદાય અને ઇરાનના રાજઇતિહાસના અધિકૃત પુસ્તકમાં લીધેલી છે. 3 સામ્રાજ્યમાં અહાશ્વેરોશ રાજા પછી યહૂદી મોર્દખાયનું બીજું સ્થાન હતું. આથી યહૂદીઓમાં તે માનવંત અને માનીતો હતો. તેણે પોતાના લોકોની આબાદી અને ભાવિ પેઢીની સલામતી માટે ઘણું કામ કર્યું. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide