એફેસીઓ 6 - પવિત્ર બાઇબલ C.L.આજ્ઞાંક્તિપણું અને શિસ્ત 1 બાળકો, તમે તમારાં માતાપિતાને પ્રભુમાં આજ્ઞાંક્તિ રહો, કારણ, એમ કરવું તે યોગ્ય છે. 2 જેમાં વચન પણ આપવામાં આવ્યું હોય એવી આ પ્રથમ જ આજ્ઞા છે: “તારાં માતાપિતાનું સન્માન કર; 3 જેથી તારું ભલું થાય અને તું પૃથ્વી પર લાંબુ આયુષ્ય ભોગવે.” 4 પિતાઓ, તમારાં બાળકો ખીજવાઈ જાય એવી રીતે ન વર્તો, એના કરતાં તેમને પ્રભુનાં શિસ્ત અને શિક્ષણમાં ઉછેરો. સેવા અને અધિકાર 5 ગુલામો, તમે તમારા માનવી શેઠને ભય તથા કંપારીસહિત આધીન રહો અને જેમ ખ્રિસ્તની સેવા કરતા હો તેમ નિખાલસ દયથી તેમની સેવા કરો. 6 તે તમારું નિરીક્ષણ કરતા હોય ત્યારે તેમને ખુશ કરી દેવા માટે જ નહિ, પણ ખ્રિસ્તના ગુલામ તરીકે પૂર્ણ દયથી ઈશ્વરને જે પસંદ છે તે કરો. 7 માણસોની સેવા નહિ, પણ જાણે પ્રભુની સેવા કરો છો તેમ સમજીને ગુલામ તરીકેનું તમારું કાર્ય આનંદથી કરો: 8 યાદ રાખો, દરેક માણસ, પછી તે ગુલામ હોય કે સ્વતંત્ર, પણ પ્રભુ તેને તેના ક્મનો બદલો આપશે. 9 માલિકો, એ જ રીતે તમે પણ તમારા ગુલામોની પ્રત્યે એવું જ વર્તન રાખો અને ધમકી આપવાનું બંધ કરો. યાદ રાખો, સ્વર્ગમાં તમારા અને તમારા ગુલામોના માલિક પણ એક જ છે; તે બધાંનો સમાન ધોરણે ન્યાય કરે છે. આત્મિક યુદ્ધ 10 અંતમાં, પ્રભુની સાથેની સંગતમાં અને તેમની મહાન શક્તિથી તમે તાક્તવાન બનો. 11 શેતાનની દુષ્ટ ચાલાકીઓનો તમે સામનો કરી શકો માટે ઈશ્વર તમને જે શસ્ત્રો આપે છે તે સજી લો. 12 કારણ, આપણે માનવજાત સામે લડાઈ કરતા નથી, પણ સ્વર્ગીય ક્ષેત્રમાં જે દુષ્ટ આત્મિક સત્તાઓ છે એટલે અધિકારીઓ, અધિપતિઓ અને અંધકારની શક્તિઓ છે તેમની સામે લડીએ છીએ. 13 તેથી ઈશ્વરનાં શસ્ત્રો હમણાં જ સજી લો! જેથી જ્યારે ભૂંડા દિવસો આવે ત્યારે દુશ્મનના હુમલાને ખાળવા તમે શક્તિમાન થઈ શકો અને અંત સુધી લડાઈ કરીને તમે ઊભા રહી શકો. 14 તેથી તૈયાર રહો; તમારી કમર પર પટ્ટા તરીકે સત્યને કાસીને બાંધો. બખ્તર તરીકે ન્યાયીપણું પહેરો. 15 તમારા પગના જોડા તરીકે શાંતિનો શુભસંદેશ જાહેર કરવાની તત્પરતા પહેરો. 16 સર્વ સમયે વિશ્વાસને ઢાલ તરીકે સાથે રાખો. તે મારફતે તમે દુષ્ટે મારેલાં સળગતાં તીર હોલવી નાખવાને શક્તિમાન બનશો. 17 વળી, ઉદ્ધારને ટોપ તરીકે પહેરો અને પવિત્ર આત્માએ આપેલી ઈશ્વરના વચનરૂપી તલવાર હાથ ધરો. 18 આ બધું પ્રાર્થનાપૂર્વક કરો અને ઈશ્વરની મદદ માગો. જેમ પવિત્ર આત્મા દોરવણી આપે તેમ સર્વ પ્રસંગે પ્રાર્થના કરો. આ કારણથી હંમેશાં જાગૃત રહો અને તેમ કરવાનું કદી પડતું ન મૂકો. સર્વ સમયે ઈશ્વરના સર્વ લોકને માટે પ્રાર્થના કરો. 19 મારે માટે પણ પ્રાર્થના કરો કે, જ્યારે મારે બોલવાનું હોય ત્યારે ઈશ્વર મને સંદેશો આપે અને હું હિંમતથી શુભસંદેશનું રહસ્ય જાહેર કરી શકું. 20 કારણ, હાલ જેલમાં સાંકળોથી બંધાયેલો હોવા છતાં હું શુભસંદેશનો રાજદૂત છું. મારે જે રીતે બોલવું જોઈએ તે રીતે હિંમતથી બોલી શકું માટે પ્રાર્થના કરો. અંતિમ શુભેચ્છા 21 પ્રભુના કાર્યમાં આપણો પ્રિય ભાઈ અને વિશ્વાસુ સેવક તુખીક્સ તમને મારા વિષેના સર્વ સમાચાર જણાવશે અને તમને મારી પરિસ્થિતિની ખબર પડશે. 22 એ કારણથી જ હું તેને તમારી પાસે મોકલું છું કે તે તમને અમારા સમાચાર જણાવે અને તે દ્વારા તમારાં હૃદયોને પ્રોત્સાહન આપે. 23 ઈશ્વરપિતા અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત સર્વ ભાઈઓને શાંતિ અને વિશ્વાસ સહિત પ્રેમ બક્ષો. 24 આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર નિષ્કપટ પ્રેમ રાખનાર સૌની સાથે ઈશ્વરની કૃપા હો. આમીન. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide