Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સભાશિક્ષક 6 - પવિત્ર બાઇબલ C.L.

1 મેં આ પૃથ્વી પર એક બીજી મોટા દુ:ખની બાબત જોઈ છે, જેના ભાર નીચે માણસો કચડાય છે.

2 ઈશ્વર કોઈને ધન, સંપત્તિ તથા સન્માન આપે છે. તે જે કંઈ ઇચ્છે છે તે તેને પ્રાપ્ત થાય છે. પણ ઈશ્વર તેને પોતાની ધનસંપત્તિનો ઉપભોગ કરવાની શક્તિ આપતા નથી, પણ કોઈ અજાણ્યો જ તેમનો ઉપભોગ કરે છે. આ પણ વ્યર્થતા અને ભારે દુ:ખની વાત છે.

3 કોઈ માણસને સો બાળકો હોય અને તેની આવરદા લાંબું હોય તો તે ગમે તેટલું લાંબુ જીવે તોય તેને સુખ ન મળે અને મૃત્યુ પછી તેની યોગ્ય દફનક્રિયા પણ ન થાય, તો હું કહીશ કે તેવા માણસ કરતાં ક્સમધ્યે જન્મેલ મૃત બાળક સારું છે.

4 એવું બાળક વ્યર્થતારૂપે આવે છે, અંધકારમાં લોપ થઈ જાય છે અને તેનું નામ પણ અંધકારમાં ઢંકાઈ જાય છે.

5 તેણે સૂર્યને કદી જોયો નથી, તેણે કદી કશું જાણ્યું-અનુભવ્યું નથી, છતાં તેને પેલા દીર્ઘાયુ માણસ કરતાં વધુ વિશ્રામ મળ્યો છે.

6 કારણ, તે માણસ ભલે બે હજાર વર્ષ જીવે, છતાં તેણે જીવનનું કશું સુખ ભોગવ્યું નહિ. ખરેખર તો એવાં બધાંયે એક જગ્યાએ જતાં નથી?

7 મનુષ્ય પોતાનું પેટ ભરવા માટે જ બધો પરિશ્રમ કરે છે, છતાં તે ક્યારેય ધરાતો નથી.

8 મૂર્ખના કરતાં જ્ઞાનીને વધુ શો લાભ છે? મનુષ્યો સાથે વર્તવાની રીત સમજનાર ગરીબ માણસને વધુ શો લાભ છે?

9 કશાની સદા ખેવના કર્યા કરવા કરતાં જે છે તેનાથી સંતુષ્ટ રહેવું તે સારું છે; એ પણ વ્યર્થ અને હવામાં બાચકા ભરવા જેવું છે.

10 હાલ જે કંઈ બને છે તે ઘણા સમય પહેલાં નક્કી થયેલું હતું. આપણે બધા જાણીએ છીએ કે માણસ પોતાથી વધુ શક્તિશાળી સાથે દલીલ કરી શક્તો નથી.

11 વધારે દલીલો તેમ વધારે વ્યર્થતા. તેથી દલીલોથી માણસને શો ફાયદો થાય છે?

12 મનુષ્ય પોતાનું ક્ષણિક જીવન પડછાયાની જેમ વ્યર્થ વિતાવે છે. તેને માટે જીવનમાં ઉત્તમ શું છે તે કોણ જાણે છે? તેના મૃત્યુ પછી આ પૃથ્વી પર શું થવાનું છે તે મનુષ્યને કોણ કહી શકે?

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan