Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

સભાશિક્ષક 11 - પવિત્ર બાઇબલ C.L.


જ્ઞાની મનુષ્યનું આચરણ

1 દરિયાપારના દેશો સાથેના વેપારમાં તારાં નાણાં રોક અને એક દિવસ તને સારો લાભ થશે.

2 સાત નહિ, પણ આઠ સ્થળોએ તારો માલ વહેંચી નાખ. કારણ, આ દુનિયામાં શી આફત આવી પડશે એ તું જાણતો નથી.

3 વાદળાં પાણીથી ભરેલાં હશે તો તે ભૂમિ પર જરૂર વરસશે. વૃક્ષ ચાહે દક્ષિણ તરફ પડે કે ઉત્તર તરફ પડે; તે જ્યાં પડે ત્યાં જ રહેશે.

4 જે માણસ પવન પર ધ્યાન રાખ્યા કરે છે તે કદી વાવશે નહિ, જે વાદળાં જોયા કરે છે તે કદી લણશે નહિ.

5 ગર્ભવતીના ઉદરમાં જીવ શી રીતે પ્રવેશે છે અને શરીર કેવી રીતે આકાર લે છે તે જેમ તું નથી જાણતો તેવી જ રીતે સર્વના ઉત્પન્‍નર્ક્તા ઈશ્વર કેવી રીતે કામ કરે છે તે પણ તું સમજી શક્તો નથી.

6 સવારમાં બી વાવ અને સાંજે પણ તારો હાથ રોકી રાખીશ નહિ. કારણ, આ સફળ થશે કે તે સફળ થશે અથવા બન્‍ને એક્સરખી રીતે સફળ થશે એ તું જાણતો નથી.

7 સૂર્યપ્રકાશ પ્રિય લાગે છે અને સૂર્યનાં દર્શન આંખને આનંદદાયક લાગે છે.

8 જો કોઈ માણસ ઘણા વર્ષ જીવે તો તેણે તે બધાં વર્ષોમાં આનંદ કરવો, પરંતુ તેણે સ્મરણમાં રાખવું કે અંધકારના દિવસો ઘણા છે. જે કંઈ થાય છે તે મિથ્યા છે.


જુવાનોને સલાહ

9 હે જુવાન, તારી જુવાનીના દિવસોમાં તારું હૃદય તને આનંદ પમાડો. તારા દયની ઇચ્છા પ્રમાણે તને યોગ્ય લાગે તે પ્રમાણે તું વર્ત. પણ યાદ રાખ કે આ બધી બાબતો વિષે ઈશ્વર તારો ન્યાય કરશે.

10 તારા મનમાંથી ચિંતાને દૂર કર અને તારા શરીરને તંદુરસ્ત રાખ; કારણ, જુવાની ઝાઝી ટકવાની નથી.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan