Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 13 - પવિત્ર બાઇબલ C.L.


જૂઠા સંદેશવાહકો વિષે ચેતવણી

1 “જો તમારી મધ્યે કોઈ સંદેશવાહક અથવા સ્વપ્નદષ્ટા ઊભો થાય,

2 અને કોઈ અજાયબ ઘટના કે ચમત્કાર વિષે આગાહી કરે અને તેની આગાહી સાચી પડે અને એ પરથી તે તમને તમારાથી અજાણ્યાં અન્ય દેવદેવીઓને અનુસરવા અને તેમની પૂજા કરવા સમજાવે,

3 તો પણ તમે તે સંદેશવાહકના શબ્દો કે તે સ્વપ્નદષ્ટાની વાત પર ધ્યાન આપશો નહિ. તમારા ઈશ્વર પ્રભુ તેના દ્વારા તમારી ક્સોટી કરે છે કે તમે તમારા ઈશ્વર પ્રભુ પર તમારા પૂરા દયથી અને સાચા મનથી પ્રેમ રાખો છો કે નહિ તે જણાઈ આવે.

4 તમે તમારા ઈશ્વર પ્રભુને અનુસરો, તેમના પ્રત્યે પૂજ્યભાવ દાખવો, તેમની આજ્ઞાઓનું પાલન કરો અને તેમની વાણીને આધીન રહો, તેમની સેવાભક્તિ કરો અને તેમને જ વળગી રહો.

5 એવો સંદેશવાહક કે સ્વપ્નદષ્ટા તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરી બહાર લાવનાર તમારા ઈશ્વર પ્રભુ વિરુધ તમને ઉશ્કેરે છે અને જે માર્ગે ચાલવાની તમારા ઈશ્વર પ્રભુએ આજ્ઞા કરી છે, તેમાંથી તમને ભટકાવી દેવા માગે છે. તેથી તમારે એને મારી નાખવો, અને એ રીતે તમારી મધ્યેથી દુષ્ટતા દૂર કરવી.

6 “જો તમારો સગો ભાઈ, તમારો પુત્ર કે તમારી પુત્રી, તમારી પ્રિય પત્ની કે તમારો દિલોજાન મિત્ર તમને ખાનગીમાં લલચાવે અને જે દેવદેવીઓને તમે જાણતા નથી કે તમારા પૂર્વજો પણ જાણતા નહોતા તેમને વિષે કહે કે, ‘ચાલો, આપણે એમની પૂજા કરીએ’;

7 પછી દેવદેવીઓની પૂજા કરનાર પ્રજાઓ તમારી આસપાસ નજીક રહેતી હોય કે તમારાથી દૂર પૃથ્વીના છેડે વસતી હોય;

8 તોપણ તમારે એવાંની વાત સ્વીકારવી કે સાંભળવી પણ નહિ. તમારી આંખ તેના પર દયા દર્શાવે નહિ. તમારે તેને બચાવવો કે સંતાડવો નહિ;

9 પરંતુ તમારે તેને જરૂર મારી નાખવો. બલ્કે એવી વ્યક્તિનો ઘાત કરવા વ્યક્તિગત રીતે પ્રથમ હાથ તમારે જ ઉપાડવો અને ત્યાર પછી બીજા બધા લોકો હાથ ઉપાડે.

10 તમારે તેનો પથ્થરો મારીને ઘાત કરવો. કારણ, તમને ઇજિપ્ત દેશની ગુલામીમાંથી મુક્ત કરીને ત્યાંથી દોરી લાવનાર તમારા ઈશ્વર પ્રભુ પાસેથી તમને ભટકાવી દેવાનો તેણે પ્રયત્ન કર્યો છે.

11 ત્યારે સમસ્ત ઇઝરાયલી લોકો એ વિષે સાંભળીને ભય પામશે, અને તમારી મધ્યે કોઈ એવી દુષ્ટતા ફરીવાર કરશે નહિ.

12 “તમારા ઈશ્વર પ્રભુ તમને વસવાટને માટે જે નગરો આપે, તેમાંના કોઈ નગર વિષે તમારા સાંભળવામાં આવે કે,

13 તમારામાંના કેટલાક અધમ માણસોએ એ નગરના લોકોને, તેઓ જેમને કદી જાણતા નહોતા તેવાં દેવદેવીઓની પૂજા કરવા પ્રેર્યા છે,

14 તો તમારે તે વાત વિષે ચોક્સાઈપૂર્વક તપાસ કરવી, અને એ વાત સાચી હોય કે તમારી મધ્યે એ ઘૃણાસ્પદ કામ થયું છે,

15 તો તમારે તે નગરના બધા રહેવાસીઓનો તથા તેમનાં ઢોરઢાંકનો તલવારથી સંહાર કરવો. તમારે તે નગરનો સંપૂર્ણ નાશ કરવો.

16 તે નગરની લૂંટેલી બધી વસ્તુઓનો નગરના ચોકની વચમાં ઢગલો કરવો અને પછી તમારા ઈશ્વર પ્રભુને સમર્પણ તરીકે તે નગર તથા તેનાં સર્વસ્વને અગ્નિમાં પૂરેપૂરાં બાળી નાખવાં. તે નગર કાયમને માટે ખંડિયેરનો ઢગલો બની રહે, અને ફરી કદી બંધાય નહિ.

17 પૂરા વિનાશને માટે શાપિત થયેલી એમાંની કોઈ પણ વસ્તુ તમારે રાખી લેવી નહિ; કારણ, ત્યારે જ તમારા ઈશ્વર પ્રભુના કોપનું શમન થશે અને તે તમારા પર દયા કરશે. તે તમારા પ્રત્યે કરુણાળુ થશે અને તમારા પૂર્વજો સમક્ષ લીધેલા શપથ પ્રમાણે તમારી વંશવૃધિ કરશે.

18 તમે તમારા ઈશ્વર પ્રભુની જે સર્વ આજ્ઞાઓ હું આજે તમને ફરમાવું છું તેમનું ખંતથી પાલન કરો અને તેમની દૃષ્ટિમાં જે સાચું છે તે કરો ત્યારે તેમ બનશે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan