Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 તિમોથી 3 - પવિત્ર બાઇબલ C.L.


અંતિમ દિવસો

1 આ વાતો યાદ રાખ! અંતના સમયમાં મુશ્કેલીના દિવસો આવશે.

2 માણસો સ્વાર્થી, દ્રવ્યલોભી, બડાઈખોર, ગર્વિષ્ઠ અને નિંદક હશે. તેઓ માતપિતાને નિરાધીન, અનુપકારી અને નાસ્તિક હશે.

3 વળી, દયાહીન, વૈરભાવી, અફવા ફેલાવનાર, અસંયમી, ઘાતકી અને સત્યનો નકાર કરનાર હશે.

4 તેઓ દગાખોર, અવિચારી, ઘમંડી હશે. ઈશ્વર પર નહિ, પણ ભોગવિલાસ પર પ્રેમ કરશે.

5 ધર્મના બાહ્ય રૂપને તેઓ પકડી રાખશે, પણ તેના વાસ્તવિક સામર્થ્યનો નકાર કરશે. આવા પ્રકારના માણસોથી દૂર રહે.

6 એમાંના કેટલાક તો પારક્ં ઘરોમાં ધૂસી જાય છે, અને પાપાચારમાં વ્યસ્ત રહેતી અને વિવિધ વાસનાઓથી ખેંચાઈ જતી સ્ત્રીઓને ફસાવે છે;

7 એ તો હંમેશાં શીખવા છતાં સત્યને નહિ જાણી શકનારી સ્ત્રીઓ છે.

8 જેમ જાન્‍નેસ અને જામ્બ્રેસ મોશેની વિરુદ્ધ થયા હતા તેવી જ રીતે આવા માણસો સત્યનો વિરોધ કરે છે. તેઓ ભ્રષ્ટ મનના અને વિશ્વાસમાં નિષ્ફળ ગયેલા છે.

9 પણ તેઓ ઝાઝું ટકવાના નથી. કારણ, જાન્‍નેસ અને જામ્બ્રેસની જેમ તેઓ કેવા મૂર્ખ છે તે સૌની સમક્ષ પ્રગટ થશે.


છેલ્લી સૂચનાઓ

10 પણ તેં તો સારા શિક્ષણનું,

11 મારી વર્તણૂકનું અને મારા જીવનના યેયનું અનુકરણ કર્યું છે. તેં મારો વિશ્વાસ, ધીરજ, પ્રેમ, સહનશક્તિ, સતાવણીઓ અને દુ:ખો જોયાં છે. અંત્યોખ, ઈકોની અને લુસ્ત્રામાં જે ભયંકર સતાવણીઓમાંથી હું પસાર થયો હતો તેની તને ખબર છે. તે સર્વમાંથી પ્રભુએ મારો બચાવ કર્યો હતો.

12 જો કે ખ્રિસ્ત ઈસુના અનુયાયી હોવાને લીધે ભક્તિમય જીવન જીવનારાઓની સતાવણી તો થવાની જ.

13 પણ દુષ્ટ અને દંભી માણસ તો વધુ ને વધુ ખરાબ બનતા જશે અને બીજાને છેતરવા જતાં તેઓ જાતે જ છેતરાઈ જશે.

14 પણ તને જે સત્ય શીખવવામાં આવ્યું અને જે પર તેં ભરોસો રાખ્યો છે તેમાં જારી રહે. તારા શિક્ષકો કોણ હતા તે તું જાણે છે.

15 તને યાદ હશે કે તું બાળક હતો ત્યારથી જ તને જૂના કરારનાં પવિત્ર શાસ્ત્રોની વાતોની ખબર છે; તેઓ તને ખ્રિસ્ત ઈસુમાં વિશ્વાસની મારફતે ઉદ્ધાર પ્રાપ્ત કરવાનું જ્ઞાન આપી શકે છે;

16 એમાંનું દરેક શાસ્ત્ર ઈશ્વરની પ્રેરણાથી લખાયેલું છે અને તે સત્યનું શિક્ષણ આપવા ઉપયોગી છે. વળી, તે ખોટી માન્યતાઓને પડકારવા, ભૂલોને સુધારવા, અને સાચું જીવન જીવવા શિક્ષણ આપે છે.

17 આમ, ઈશ્વરની સેવા કરનાર વ્યક્તિ સંપૂર્ણ રીતે યોગ્ય બને છે અને સર્વ સારાં કાર્યો કરવાને શક્તિમાન થાય છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan