Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

2 કરિંથીઓ 13 - પવિત્ર બાઇબલ C.L.


અંતિમ ચેતવણી અને શુભેચ્છા

1 આ ત્રીજીવાર હું તમારી મુલાકાત લેવાનો છું. “કોઈપણ આરોપ બે અથવા ત્રણ સાક્ષીથી પુરવાર થવો જોઈએ,” એવું શાસ્ત્રમાં લખેલું છે.

2 જેમણે અગાઉ પાપ કર્યાં હતાં તેમને અને બાકીનાં બીજાં બધાંને હું ચેતવણી આપવા માગું છું. આ અગાઉ મારી બીજી મુલાકાત દરમિયાન પણ મેં ચેતવણી આપી હતી, અને ફરી હું જ્યારે તમારાથી દૂર છું ત્યારે પણ ચેતવું છું. હવે પછી હું આવીશ ત્યારે શિક્ષામાંથી કોઈ બચી શકશે નહિ.

3 ખ્રિસ્ત મારી મારફતે બોલે છે એ વિષેની તમારે જોઈતી બધી સાબિતીઓ તમને મળશે. જ્યારે તે તમારી સાથે વ્યવહાર કરે છે, ત્યારે તે નિર્બળ નથી પણ તમારી મયે તે પોતાનું સામર્થ્ય પ્રગટ કરે છે.

4 કારણ, જો કે ઈસુને ક્રૂસ પર નિર્બળતામાં મારી નાખવામાં આવ્યા, તો પણ ઈશ્વરના સામર્થ્યથી તે જીવે છે. આમ, તેમની જેમ અમે પણ તેમનામાં નિર્બળ છીએ, પણ તમારા લાભાર્થે ઈશ્વરના સામર્થ્યથી અમે તેમની સાથે જીવીશું.

5 તમારામાં વિશ્વાસ છે કે નહિ એની પરીક્ષા તમે જાતે જ કરો. જો તમે સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા ન હો, તો શું તમને ચોક્કસ ખબર છે કે ઈસુ ખ્રિસ્ત તમારામાં છે?

6 મારો ભરોસો છો કે, અમે નિષ્ફળ ગયા નથી તેની તમને ખબર પડશે.

7 અમે ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ કે તમે કંઈ ખોટું ન કરો. અમે સફળ થયા છીએ એમ બતાવી શકાય એટલા માટે નહિ, પણ અમે નિષ્ફળ ગયા હોઈએ તેમ લાગતું હોય તો ય તમે સર્ત્ક્યો કર્યા કરો.

8 કારણ, સત્યની વિરુદ્ધ નહિ પણ તેના સમર્થનને માટે અમે કંઈ કરી શકીએ.

9 જ્યારે અમે નિર્બળ હોઈએ અને તમે બળવાન હો, ત્યારે અમે આનંદ પામીએ છીએ. તમે સંપૂર્ણ થાઓ એવી અમારી પ્રાર્થના છે.

10 તેથી જ તમારાથી દૂર હોવા છતાં, હું આ લખું છું; જેથી જ્યારે હું ત્યાં આવું, ત્યારે પ્રભુએ મને આપેલા અધિકારનો ઉપયોગ કરીને મારે સખતાઈથી ક્મ લેવું ન પડે. આ અધિકાર તો તમને તોડી પાડવા નહિ, પણ તમારી ઉન્‍નતિ કરવાને માટે છે.

11 હવે, ભાઈઓ, આવજો! પરિપૂર્ણ થવાના પ્રયાસ જારી રાખો, મારી સલાહને ધ્યાનમાં લો, એક દિલના થાઓ, શાંતિમાં જીવન ગાળો, પ્રેમ તથા શાંતિના દાતા ઈશ્વર તમારી સાથે રહેશે.

12 ભ્રાતૃભાવના પ્રતીકરૂપ ચુંબનથી એકબીજાને શુભેચ્છા પાઠવજો.

13 ઈશ્વરના સર્વ લોકો તમને શુભેચ્છા પાઠવે છે.

14 પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વરનો પ્રેમ અને પવિત્ર આત્માની સંગત તમ સર્વની સાથે હો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan