Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 22 - પવિત્ર બાઇબલ C.L.


યહૂદિયાનો રાજા અહાઝયા
( ૨ રાજા. 8:25-29 ; 9:21-28 )

1 કેટલાક આરબોની દોરવણી હેઠળ થયેલા હુમલામાં યહોરામ રાજાના સૌથી નાના પુત્ર અહાઝયા સિવાય અન્ય બધા વડા પુત્રો છાવણીમાં માર્યા ગયા હતા. તેથી યહોરામ પછી તેનો પુત્ર અહાઝયા યહૂદિયાનો રાજા બન્યો.

2-3 અહાઝયા બાવીસ વર્ષની વયે રાજા બન્યો અને તેણે યરુશાલેમમાં એક વર્ષ રાજ કર્યું. અહાઝયાએ પણ આહાબ રાજાના કુટુંબનું અનુકરણ કર્યું; કારણ, તેની માતા અથાલ્યા આહાબ રાજાની પુત્રી અને ઇઝરાયલના રાજા ઓમ્રીની પૌત્રી હતી અને તે અહાઝયાને દુષ્ટ સલાહ આપતી.

4 આહાબના રાજકુટુંબને અનુસરીને તેણે પ્રભુની દૃષ્ટિએ ધૃણાસ્પદ એવું આચરણ કર્યું, કારણ, તેના પિતાના મરણ બાદ આહાબ રાજાના કુટુંબના બીજા સભ્યો પણ તેના સલાહકારો હતા અને એને લીધે તેનું પતન થયું.

5 તેમની સલાહ માનીને તે ઇઝરાયલના રાજા યોરામના પક્ષે અરામના રાજા હઝાએલની સામે યુદ્ધમાં ગયો. ગિલ્યાદમાંના રામોથ આગળ સૈન્યો ટકરાયાં અને એ લડાઈમાં યોરામ ઘવાયો.

6 પોતાને પડેલા ઘામાંથી સાજો થવા તે યિઝએલ નગરમાં પાછો ફર્યો અને અહાઝયા ત્યાં તેની મુલાકાતે ગયો.

7 અહાઝયાએ લીધેલી યોરામની એ મુલાકાતનો ઈશ્વરે અહાઝયાની પાયમાલી અર્થે ઉપયોગ કર્યો. તે ત્યાં હતો ત્યારે તેને અને યોરામને નિમ્શીના પુત્ર યેહૂનો ભેટો થઈ ગયો. પ્રભુએ તેને આહાબના રાજવંશનો ઉચ્છેદ કરવા પસંદ કર્યો હતો.

8 યેહૂ આહાબના રાજવંશ પરની ઈશ્વરની સજાનો અમલ કરી રહ્યો હતો ત્યારે અહાઝયાની મુલાકાત વખતે તેની સાથે આવેલ યહૂદિયાના આગેવાનો અને અહાઝયાના ભત્રીજાઓનો ભેટો થઈ ગયો. યેહૂએ એ સૌને મારી નાખ્યા.

9 યેહૂના માણસોએ અહાઝયાની શોધ ચલાવી તો તે સમરુનમાં સંતાયેલો પકડાયો. તેઓ તેને યેહૂ પાસે લઈ ગયા અને તેને મારી નાખ્યો, પણ પ્રભુ પ્રત્યે અંતરની સાચી નિષ્ઠા દાખવનાર તેના દાદા યહોશાફાટ પ્રત્યેના સન્માનને લીધે તેમણે તેને દફનાવ્યો. હવે અહાઝયાના કુટુંબમાં કોઈ રાજ કરનાર રહ્યું નહિ.


યહૂદિયાની રાણી અથાલ્યા
( ૨ રાજા. 11:1-3 )

10 પોતાનો પુત્ર માર્યો ગયો છે એવું સાંભળતાં જ અહાઝયા રાજાની માતા અથાલ્યાએ યહૂદિયાના સર્વ રાજકુંવરોનો નાશ કરવા હુકમ આપ્યો.

11 પણ યહોરામની પુત્રી યહોશેબા અહાઝયાની સાવકીબહેન હતી. તેનાં લગ્ન યહોયાદા યજ્ઞકાર સાથે થયાં હતાં. તેણે ગુપ્ત રીતે અહાઝયાના એક પુત્ર યોઆશને બચાવી લીધો. માર્યા જનારા રાજકુમારો પાસેથી તેને લઈ જઈને તેણે તેને તથા તેની ધાવને મંદિરના શયનખંડમાં સંતાડી દીધાં અને અથાલ્યાને હાથે માર્યો જતો બચાવી લીધો.

12 પછી અથાલ્યા રાજ કરતી હતી ત્યાં સુધી યોઆશને પોતાની સાથે પ્રભુના મંદિરમાં છ વર્ષ સુધી સંતાડી રાખ્યો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan