Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ કાળવૃત્તાંત 15 - પવિત્ર બાઇબલ C.L.


આસાના સુધારા

1 ઓદેદના પુત્ર અઝાર્યા પર ઈશ્વરનો આત્મા આવ્યો.

2 એટલે તે આસા રાજાને મળવા ગયો. તેણે કહ્યું, “હે રાજા આસા અને યહૂદિયા તથા બિન્યામીનના સર્વ લોકો, મારું સાંભળો! તમે જ્યાં સુધી પ્રભુના પક્ષમાં છો ત્યાં સુધી તે તમારી સાથે રહેશે. તમે તેમને શોધશો, તો તે તમને મળશે. પણ જો તમે વિમુખ થશો, તો તે તમારો ત્યાગ કરશે.

3 લાંબા સમય સુધી ઇઝરાયલ સાચા ઈશ્વરથી, તેમને શિક્ષણ આપનાર યજ્ઞકારોથી અને નિયમશાસ્ત્રથી વંચિત રહ્યા હતા.

4 પણ જ્યારે આફત આવી ત્યારે તેઓ ઇઝરાયલના ઈશ્વર પ્રભુ તરફ ફર્યા. તેમણે તેમને શોયા અને તે તેમને મળ્યા.

5 એ દિવસોમાં કોઈ સલામતીપૂર્વક અવરજવર કરી શકતું નહિ, કારણ, પ્રત્યેક દેશમાં આંતરિક વિગ્રહ અને ગેરવ્યવસ્થા હતાં.

6 એક દેશ બીજા દેશ પર અને એક નગર બીજા નગર પર જુલમ કરતાં હતાં, કારણ, પ્રભુ તેમના પર જાતજાતની આફત લાવતા હતા.

7 પણ તમે દૃઢ અને હિંમતવાન થાઓ! તમને તમારાં કાર્યોનું પ્રતિફળ મળશે.”

8 ઓદેદના પુત્ર અઝાર્યાનો સંદેશ સાંભળીને આસાને પ્રોત્સાહન મળ્યું. તેણે યહૂદિયામાંથી, બિન્યામીનમાંથી અને એફ્રાઈમના પહાડી પ્રદેશનાં નગરોમાંથી કબજે કરેલી સઘળી મૂર્તિઓ દૂર કરી. વળી, તેણે પ્રભુના મંદિરના ચોક આગળની પ્રભુની વેદી સમરાવી.

9 એફ્રાઈમ, મનાશ્શા, અને શિમયોન કુળના ઘણા લોકો આસાના પક્ષમાં આવી ગયા હતા અને તેના રાજ્યમાં રહેતા હતા, કારણ, તેમણે જોયું કે તેના ઈશ્વર પ્રભુ તેની સાથે છે. આસાએ તેમને અને યહૂદિયા તથા બિન્યામીનના લોકોને બોલાવડાવ્યા.

10 આસાના અમલના પંદરમા વર્ષના ત્રીજા મહિનામાં તેઓ યરુશાલેમમાં એકત્ર થયા.

11 તે દિવસે તેમણે લૂંટમાંથી લાવેલા સાતસો બળદો અને સાત હજાર ઘેટાંનું બલિદાન આપ્યું.

12 તેમણે પોતાના પૂર્વજોના ઈશ્વર પ્રભુની પૂરા દિલ અને મનથી ભક્તિ કરવાનો કરાર કર્યો.

13 તેમની ભક્તિ ન કરે તે પછી જુવાન હોય કે વૃદ્ધ, સ્ત્રી હોય કે પુરુષ, તેને મારી નાખવાનો હતો.

14 તેઓ કરાર પાળશે એ મતલબના સમ પ્રભુને નામે મોટે સાદે લીધા. પછી તેમણે પોકાર કરીને રણશિંગડાં વગાડયાં.

15 પૂરા દયથી એ કરાર કરવાને લીધે યહૂદિયાના સર્વ લોકો ખુશખુશાલ હતા. તેમણે પ્રભુની ભક્તિ કરવામાં આનંદ માણ્યો અને પ્રભુએ તેમનો સ્વીકાર કર્યો અને ચારે તરફથી સહીસલામતી બક્ષી.

16 આસા રાજાએ પોતાની મા માખાને રાજમાતાની પદવી પરથી દૂર કરી. કારણ, તેણે અશેરા દેવીની ઘૃણાસ્પદ મૂર્તિ બનાવી હતી. આસાએ એ મૂર્તિ કાપી નાખી. તેનો ભૂક્કો કરી નાખ્યો અને એ ભૂક્કો કિદ્રોનની ખીણમાં બાળી નાખ્યો.

17 જો કે આસાએ દેશમાં પૂજાનાં તમામ ઉચ્ચસ્થાનો દૂર કર્યાં નહોતાં, પણ જીવનભર તેણે પ્રભુ પ્રત્યે દયની પૂરી નિષ્ઠા દાખવી.

18 તેના પિતા અબિયાએ સમર્પિત કરેલી સર્વ વસ્તુઓ અને પોતે સમર્પિત કરેલી સોનાચાંદીની બધી વસ્તુઓ તેણે પ્રભુના મંદિરમાં મૂકી.

19 તેના અમલના પાંત્રીસમા વર્ષ સુધી બીજી એકેય લડાઈ થઈ નહિ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan