Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 તિમોથી 3 - પવિત્ર બાઇબલ C.L.


આગેવાનોની લાયક્ત

1 આ વિધાન તો સત્ય છે: જો કોઈ માણસને મંડળીના અયક્ષ થવાની ઇચ્છા હોય તો તે ઉત્તમ કાર્ય કરવાની આક્ંક્ષા રાખે છે.

2 અયક્ષ તો નિર્દોષ હોવો જોઈએ. તેને એક જ પત્ની હોવી જોઈએ. વળી, તે સંયમી, સમજદાર, વ્યવસ્થિત રહેનાર, અજાણ્યાનો સત્કાર કરનાર, સમર્થ શિક્ષક,

3 દારૂડિયો કે મારપીટ કરનાર નહિ, પણ નમ્ર અને શાંતિપ્રિય હોવો જોઈએ. તે દ્રવ્યલોભી હોવો જોઈએ નહિ.

4 તે પોતાના કુટુંબને સારી રીતે ચલાવનાર અને તેનાં બાળકો તેને આધીન થાય અને તેને માન આપે તે રીતે તેઓને રાખનાર હોવો જોઈએ.

5 કારણ, જો કોઈ પોતાનું ઘર જ ચલાવી શક્તો નથી તો પછી તે ઈશ્વરની મંડળીની કાળજી કેવી રીતે રાખી શકે?

6 તાજેતરમાં જ બદલાણ પામેલો ન હોવો જોઈએ, રખેને તે અભિમાની બની જાય અને શેતાનના જેવી સજા વહોરી લે.

7 વળી, તે મંડળીની બહારના લોકો મયે સારી પ્રતિષ્ઠા ધરાવતો હોવો જોઈએ, જેથી તે નિંદાપાત્ર બનીને શેતાનના સકંજામાં ફસાઈ ન જાય.


મંડળીના મદદનીશ કાર્યકરો

8 એ જ પ્રમાણે મંડળીના મદદનીશ કાર્યકરો ઠરેલ હોવા જોઈએ અને બેવડી બોલીના, બહુ દારૂ પીનારા કે દ્રવ્યલોભી હોવા ન જોઈએ.

9 તેઓ સ્પષ્ટ પ્રેરકબુદ્ધિથી વિશ્વાસનું પ્રગટ સત્ય પકડી રાખનાર હોવા જોઈએ.

10 પ્રથમ તેમની પારખ થવી જોઈએ. જો તેઓ નિર્દોષ માલૂમ પડે તો સેવા માટે તેમની નિમણૂક કરવી.

11 એ જ પ્રમાણે સ્ત્રીઓ પણ ગંભીર હોવી જોઈએ; તેઓ નિંદાખોર નહિ, પણ સંયમી અને સર્વ બાબતમાં વિશ્વાસપાત્ર હોવી જોઈએ.

12 મંડળીના મદદનીશને એક જ પત્ની હોવી જોઈએ અને તે તેનાં બાળકો તથા ઘરને સારી રીતે ચલાવનાર હોવો જોઈએ.

13 જેઓ સારું કાર્ય કરે તેમની પ્રતિષ્ઠા વધે છે અને ખ્રિસ્ત ઈસુમાં તેમનો જે વિશ્વાસ છે તે વિષે હિંમતથી બોલી શકે છે.


મહાન રહસ્ય

14 આ પત્ર લખતી વખતે હું ટૂંક સમયમાં જ તારી મુલાકાત લેવાની આશા રાખું છું.

15 પણ મને આવવામાં વિલંબ થાય તો, ઈશ્વરના ઘરમાં કેવું વર્તન દાખવવું જોઈએ તે વિષે આ પત્ર માહિતી પૂરી પાડશે. ઈશ્વરનું ઘર તો જીવંત ઈશ્વરની મંડળી છે. તે તો સત્યનો સ્તંભ તથા આધાર છે.

16 બેશક આપણા ધર્મનું રહસ્ય મહાન છે: તે માનવી સ્વરૂપમાં આવ્યા, પવિત્ર આત્માએ તેમને સાચા ઠરાવ્યા, અને દૂતોએ તેમનાં દર્શન કર્યાં, પ્રજાઓ મયે તેમની વાત જાહેર કરવામાં આવી, દુનિયાભરમાં તેમના પર વિશ્વાસ મૂકવામાં આવ્યો, અને તેમને મહિમાસહ સ્વર્ગમાં લઈ લેવામાં આવ્યા.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan