Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

1 થેસ્સલોનિકીઓ 2 - પવિત્ર બાઇબલ C.L.

1 મારા ભાઈઓ, તમને ખબર છે કે અમે લીધેલી તમારી મુલાકાત નિષ્ફળ નીવડી નથી

2 થેસ્સાલોનિકા આવ્યા પહેલાં અમારે ફિલિપીમાં જે દુ:ખો અને અપમાનો સહન કરવાં પડયાં તે વિષે તમે જાણો છો. જો કે ઘણો વિરોધ હતો છતાં ઈશ્વરે તેમનો શુભસંદેશ તમને જણાવવાને અમને હિંમત આપી હતી.

3 તમારી પાસે અમે જે શુભસંદેશ લાવ્યા તેમાં કોઈ ભૂલ, બદઈરાદો કે કોઈ છેતરપિંડી નથી.

4 એને બદલે, ઈશ્વર અમારી મારફતે જે જણાવવા માગે છે તે જ અમે જણાવીએ છીએ. કારણ, તેમણે અમને પસંદ કરીને શુભસંદેશ જાહેર કરવાનું કાર્ય સોંપ્યું છે. અમે માણસોની ખુશામત કરવા માગતા નથી. પણ અમારા ઈરાદા પારખનાર ઈશ્વરને અમે પ્રસન્‍ન કરીએ છીએ.

5 તમને ખબર છે કે અમે તમારી પાસે આર્થિક લાભ માટે ખુશામતભરી કે કપટયુક્ત વાતો લઈને આવ્યા નહોતા. તે વિષે ઈશ્વર પણ અમારા સાક્ષી છે.

6 તમે કે બીજા કોઈ અમારી પ્રશંસા કરે તે માટે અમે પ્રયત્ન કર્યો નથી.

7 ખ્રિસ્તના પ્રેષિતો તરીકે અમે તમારી પાસેથી સેવાચાકરીની માગણી કરી હોત; પણ અમે તમારી સાથે હતા ત્યારે અમે માતાની મમતાથી તમારું જતન કર્યું હતું.

8 અમને તમારા પર પ્રેમ હોવાથી તમને માત્ર શુભસંદેશ જણાવવા જ નહિ, પણ તમારે માટે મરવા પણ તૈયાર હતા. તમે અમને કેવા પ્રિય થઈ પડયા છો!

9 તમને યાદ હશે, કે અમે રાતદિવસ કાર્ય કરવામાં કેવો કઠોર પરિશ્રમ કર્યો; એ માટે કે ઈશ્વરનો શુભસંદેશ પ્રગટ કરવામાં અમે તમને ભારરૂપ થઈએ નહિ.

10 તમે પોતે તેમ જ ઈશ્વર પણ અમારા સાક્ષી છે કે તમ વિશ્વાસ કરનારાઓ પ્રત્યે અમારું વર્તન પવિત્ર, નિખાલસ અને નિર્દોષ હતું.

11 તમે જાણો છો કે એક પિતા પોતાનાં બાળકો પ્રત્યે જેમ વર્તે તેમ અમે પણ તમ પ્રત્યેકની સાથે વત્યાર્ં છીએ.

12 તમને પોતાનાં રાજ્ય અને મહિમાના ભાગીદાર થવા આમંત્રણ આપનાર ઈશ્વરને પસંદ પડે એવું જીવન તમે જીવો તે માટે અમે તમને બોધ કર્યો હતો, પ્રોત્સાહન આપ્યું હતું અને અનુરોધ કર્યો હતો.

13 અમે હંમેશાં ઈશ્વરનો આભાર માનીએ છીએ, કારણ, અમે તમારી પાસે ઈશ્વરનો સંદેશો લાવ્યા ત્યારે તમે તેને માણસોના સંદેશા તરીકે નહિ, પણ ઈશ્વરના સંદેશા તરીકે સાંભળ્યો અને તેનો સ્વીકાર કર્યો અને હકીક્તમાં તો તે ઈશ્વરનો જ સંદેશો છે. કારણ, તમ વિશ્વાસ કરનારાઓમાં ઈશ્વર કાર્ય કરી રહેલા છે.

14 મારા ભાઈઓ, તમે યહૂદિયામાં આવેલી ઈશ્વરની મંડળીઓના લોકો, એટલે ખ્રિસ્ત ઈસુના અનુયાયીઓનો નમૂનો અનુસર્યા છો. યહૂદીઓ તરફથી તેમની જેવી સતાવણી કરવામાં આવી, તેવી તમારી સતાવણી તમારા દેશના લોકોએ પણ કરી છે.

15 યહૂદીઓએ પ્રભુ ઈસુને તથા સંદેશવાહકોને મારી નાખ્યા હતા અને અમારી પણ સતાવણી કરી હતી. તેઓ ઈશ્વરને કેટલા તિરસ્કારપાત્ર છે!

16 સર્વ માણસો પ્રત્યે તેઓ કેવા ક્રૂર છે! તમ બિનયહૂદીઓનો ઉદ્ધાર થાય તે માટે સંદેશો પ્રગટ કરતાં તેમણે અમને પણ અટકાવવા પ્રયત્ન કર્યો. તેઓ જે પાપ કરતા આવ્યા છે તેની આ પરાક્ષ્ટા છે: હવે તેમના પર ઈશ્વરનો અત્યંત કોપ ઊતર્યો છે.


ફરીથી મુલાકાત લેવાની પાઉલની ઇચ્છા

17 મારા ભાઈઓ, થોડા સમયને માટે અમે તમારાથી જુદા પડયા હતા; જો કે અમે મનથી તો નહિ, પણ ફક્ત શારીરિક રીતે જ તમારાથી જુદા પડયા હતા. તમારી ખોટ સાલવાથી તમને ફરી મળવાને અમે કેવો પ્રયત્ન કર્યો!

18 અમે તમારી પાસે ફરી આવવા માગતા હતા, અને મેં પાઉલે ઘણીવાર આવવા પ્રયત્ન કર્યો, પણ શેતાને અમને આવવા દીધા નહિ.

19 છેવટે તમે જ અમારી આશા, આનંદ અને પ્રભુ ઈસુના આગમન સમયે તેમની સમક્ષ અમારી શોભાનો મુગટ છો.

20 ખરેખર, તમે જ અમારો ગર્વ તથા આનંદ છો.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan