૧ કાળવૃત્તાંત 8 - પવિત્ર બાઇબલ C.L.બિન્યામીનના વંશજો 1 બિન્યામીનને પાંચ પુત્રો હતા: વયના ક્રમ પ્રમાણે તેઓ આ છે: બેલા, આશ્બેલ, અહારા, 2 નોહા અને રાફા. 3 બેલાના વંશજો આ પ્રમાણે છે: આદ્દાર, ગેરા, એહુદ, 4 અબિશુઆ, નામાન, અહોઆહ, 5 ગેરા, શફૂફાન અને હુરામ. 6-7 એહૂદના વંશજો નામાન, અહિયા અને ગેરા હતા. તેઓ ગેબામાં વસતા કુટુંબોના વડા હતા. તેમનાં એ કુટુંબોને ત્યાંથી માનહાથમાં લઈ જવામાં આવ્યા હતા. આ સ્થળાંતરમાં તેમની આગેવાની કરનાર ઉઝઝા અને અહિહુદનો પિતા ગેરા હતો. 8-9 શહરાઈમે પોતાની બે પત્નીઓ હુશીમ અને બારાથી લગ્નવિચ્છેદ કર્યો. પાછળથી તે મોઆબના પ્રદેશમાં રહેતો હતો ત્યારે તેણે હોદેશ સાથે લગ્ન કર્યાં અને તેમને સાત પુત્રો હતા: યોબાબ, સિબિયા, મેશા, માલ્કામ, 10 યેઉસ, શાખિયા અને મિર્મા. તેના બધા પુત્રો કુટુંબોના વડા બન્યા. 11 તેને હુશીમથી પણ બે પુત્રો હતા અબિટુબ અને એલ્પાલ. 12 એલ્પાલને ત્રણ પુત્રો હતા: એબેર, મિશામ અને શેમેદ. શેમેદે, ઓનો અને લોદ નગરો અને તેમનાં આસપાસનાં ગામો બંધાવ્યાં. ગાથ અને આયાલોનમાં વસેલા બિન્યામીનીઓ 13 બરિયા અને શેમા આયાલોન નગરમાં વસતાં કુટુંબોના વડા હતા. તેમણે ગાથનગરના લોકોને હાંકી કાઢયા, 14 અહિયો, શાશાક, યરેમોથ, 15 ઝબદિયા, આરાદ, એદેર, 16 મિખાયેલ, યિશ્પા અને યોહા એ બરિયાના વંશજો હતા. યરુશાલેમમાં વસતા બિન્યામીનીઓ 17 એલ્પાલના વંશજો આ પ્રમાણે છે: ઝબદિયા, મશુલ્લામ, હિઝકી, હેબેર. 18 યિશ્મરાય, યિઝલિયા અને યોબાબ. 19 શિમઈના વંશજો આ પ્રમાણે છે: યાકીમ, ઝિખ્રી, ઝાબ્દી, 20 એલિયોનાય, સિલ્લાથાય, એલિયેલ, 21 અદાયા, બરાયા અને શિમ્રાથ. 22 શાશાકના વંશજો આ પ્રમાણે હતા: યિશ્પાન, એબેર, એલિયેલ, 23 આબ્દોન, ઝિખ્રી, હાનાન, 24 હનાન્યા, એલામ આન્થોથિયા 25 યિફદયા અને પનુએલ. યરોહામના વંશજો આ પ્રમાણે છે: 26 શામ્શરાય, શહાર્યા, અથાલ્યા, 27 યારેશ્યા, એલિયા અને ઝિખ્રી. 28 આ બધા પૂર્વજોના કુટુંબોના વડા તેમજ મુખ્ય વંશજો હતા. તેઓ યરુશાલેમમાં રહેતા હતા. ગિબ્યોન અને યરુશાલેમમાં રહેતા બિન્યામીનીઓ 29 યેઈએલે ગિબ્યોન વસાવ્યું હતું અને ત્યાં જ ઠરીઠામ થયો. તેની પત્નીનું નામ માખા હતું, 30 અને તેનો સૌથી મોટો પુત્ર આબ્દોન હતો. 31 તેના બીજા પુત્રો સૂર, કીશ, બઆલ, નેર, નાદાબ, ગેદોર, અહિયો, ઝેખેર. 32 શિમ્યાનો પિતા મિકલોથ હતો. તેમના વંશજો તેમના ગોત્રના બીજાં કુટુંબો સાથે યરુશાલેમમાં રહેતા હતા. શાઉલ રાજાનું કુટુંબ 33 નેર કીશનો પિતા હતો અને કીશ શાઉલ રાજાનો પિતા હતો. શાઉલને ચાર પુત્રો હતા: યોનાથાન, માલ્ખીશૂઆ, અબિનાદાબ અને એશબઆલ. 34 યોનાથાન મરીબઆલનો પિતા હતો, જે મિખાનો પિતા હતો. 35 મિખાને ચાર પુત્રો હતા: પિથોન, મેલેખ, તારેયા, અને આહાઝ. 36 આહાઝ યહોઆદાનો પિતા હતો. યહોઆદાને ત્રણ પુત્રો હતા: આલેમેથ, આઝમાવેથ અને ઝિમ્રી. ઝિમ્રી મોસાનો પિતા હતો. 37 મોસા બિનિયાનો, બિનિયા રાફાનો, રાફા એલ્યાસાનો અને એલ્યાસા આસેલનો પિતા હતો. 38 આસેલને છ પુત્રો હતા: આઝીકામ, બોખરું, ઇશ્માએલ, શાર્યા, ઓબાદ્યા અને હાનાન. 39 આસેલના ભાઈ એશેકને ત્રણ પુત્રો હતા: ઉલામ, યેઉશ અને એલિફેલેટ. 40 ઉલામના પુત્રો અગ્રગણ્ય યોદ્ધાઓ અને ધનુર્ધારી હતા. તેને બધા મળીને એક્સો પચાસ પુત્રો અને પ્રપૌત્રો હતા. એ બધા બિન્યામીનના કુળના વંશજો હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide