૧ કાળવૃત્તાંત 7 - પવિત્ર બાઇબલ C.L.1 ઇસ્સાખારને ચાર પુત્રો હતા: તોલા, પુઆ, યાશુબ અને શિમ્રોન. 2 તોલાને છ પુત્રો હતા: ઉઝઝી, રફાયા, યરિયેલ, યાહમાય, યિબ્સામ અને શમુએલ. તેઓ તોલાના વંશના કુટુંબના વડા હતા અને પ્રખ્યાત લડવૈયા હતા. દાવિદ રાજાના સમયમાં તેમની સંખ્યા 22,600ની હતી. 3 ઉઝઝીને યિઝાહ્યા નામે એક પુત્ર હતો. યિઝાહ્યા અને તેના ચાર પુત્રો મિખાએલ, ઓબાદ્યા, યોએલ અને યિશ્શીયા કુટુંબોના આગેવાન હતા. 4 તેમને અનેક સ્ત્રીઓ અને સંતાનો હોવાથી તેમના વંશજોમાંથી લશ્કરી સેવા માટે 36,000 પુરુષો મળી આવ્યા. 5 ઇસ્સાખારના કુળના સર્વ કુટુંબોમાંથી લશ્કરી સેવા માટે લાયક હોય એવા 87,000 પુરુષો નોંધાયેલા હતા. બિન્યામીનના તથા દાનના વંશજો 6 બિન્યામીનને ત્રણ પુત્રો હતા: બેલા, બેખેર અને યદિયેલ. 7 બેલાને પાંચ પુત્રો હતા: એસ્બોન, ઉઝઝી, ઉઝિયેલ, યરિમોથ અને ઈરી. તેઓ સૌ તેમનાં ગોત્રમાં કુટુંબોના આગેવાન હતા અને પ્રખ્યાત લડવૈયા હતા. તેમના વંશજોમાં લશ્કરી સેવાયોગ્ય 22,034 પુરુષો હતા. 8 બેખેરને નવ પુત્રો હતા: ઝમિરા, યોઆશ, અલિએઝેર, એલિયોનાય, ઓમ્રી, યહેમોથ, અબિયા, અનાથોથ અને આલેમેથ. 9 તેમના વંશજોનાં કુટુંબોની અધિકૃત નોંધમાં લશ્કરી સેવાયોગ્ય 20,200 પુરુષો નોંધાયેલા હતા. 10 યદિયેલને બિલ્હાન નામે એક પુત્ર હતો. બિલ્હાનને સાત પુત્રો હતા: યેઉશ, બિન્યામીન, એહૂદ, કનાના, ઝેથાન, તાર્શિશ અને અહિશાહાર. 11 તેઓ ગોત્રના કુટુંબોના આગેવાન હતા અને વિખ્યાત લડવૈયા હતા. તેમના વંશજોમાં લશ્કરી સેવા યોગ્ય 17,200 પુરુષો હતા. 12 ઈરના પુત્રો: શુપ્પીમ અને હુપ્પીમ. આહેરના પુત્રોમાંના એકનું નામ હુશીમ હતું. નાફતાલીના વંશજો 13 નાફતાલીને ચાર પુત્રો હતા: યાહસિયેલ, ગુની, યેસેર, શાલ્લુમ. (તેમની માતા બિલ્હા હતી) મનાશ્શાના વંશજો 14 પોતાની અરામી રખાતથી મનાશ્શાને બે પુત્રો હતા. આસ્રીએલ અને માખીર; માખીર ગિલ્યાદનો પિતા હતો. 15 માખીરે હુપ્પીમ અને શુપ્પીમ કૂળની બે સ્ત્રી સાથે લગ્ન કર્યાં: તેમાંથી એકનું નામ માખા હતું; બીજી સ્ત્રીથી સલોફહાદ જન્મ્યો. સલોફહાદને ફક્ત પુત્રીઓ જ હતી. 16 માખીરની પત્ની માખાએ બે પુત્રોને જન્મ આપ્યો. તેમણે તેમનાં નામ પેરેસ અને શેરેશ પાડયાં. પેરેસને બે પુત્રો હતા: ઉલામ અને રેકેમ. 17 ઉલામને બદાન નામે પુત્ર હતો. આ બધા મનાશ્શાના પૌત્ર અને માખીરના પુત્ર ગિલ્યાદના વંશજો હતા. 18 ગિલ્યાદની બહેન હમ્મોલેખેથને ત્રણ પુત્રો હતા: ઈશ્હોદ, અબિયેઝેર અને માહલા. 19 (શમીદાને ચાર પુત્રો હતા: આહ્યાન, શખેમ, લીખી અને અનિયામ.) એફ્રાઈમના વંશજો 20 વયના ક્રમ પ્રમાણે એફ્રાઈમના વંશજો આ પ્રમાણે છે: 21 શૂથેલા, બેરેદ, તાહાથ, એલ્યાદા, ઝાબાદ, શૂથેલા. એફ્રાઈમને શૂથેલા સિવાય બીજા બે પુત્રો હતા: એઝેર અને એલ્યાદ, જેઓ ગાથના મૂળ રહેવાસીઓનાં ઢોરઢાંક ઉપાડી જતા હતા ત્યારે માર્યા ગયા હતા. 22 તેમના પિતા એફ્રાઈમે તેમને માટે ઘણા દિવસો સુધી શોક કર્યો, અને તેના ભાઈઓ તેને દિલાસો દેવા આવ્યા. 23 તે પછી તેણે પોતાની પત્ની સાથે સમાગમ કર્યો, તે તેનાથી ગર્ભવતી થઈ અને તેને પુત્ર થયો. કુટુંબ પર આવી પડેલ સંકટને કારણે તેમણે તેનું નામ બરિયા (અર્થાત્ ‘આફત’) પાડયું. 24 એફ્રાઈમને શેરા નામે એક પુત્રી હતી. તેની પુત્રીએ ઉપરનું અને નીચાણનું બેથ હોરેન અને ઉઝઝેનશેરા નગરો બાંધ્યાં. 25 એફ્રાઈમને રેફા નામે પણ એક પુત્ર હતો, જેના વંશજો આ પ્રમાણે છે: રેશેફ, તેલા, તાહાન, 26 લાદાન, આમ્મીહૂદ, એલિશામા, 27 નૂન, યહોશુઆ. 28 તેમણે જે પ્રદેશ કબજે કરીને તેમાં વસવાટ કર્યો તે પ્રદેશમાં બેથેલ અને તેની આસપાસનાં નગરો તથા પૂર્વમાં છેક તારાન અને પશ્ર્વિમે છેક ગેઝેર તથા તેમની આસપાસનાં નગરોનો સમાવેશ થતો હતો. શખેમ તથા અઝ્ઝા અને તેમની આસપાસનાં નગરોનો પણ તેમાં સમાવેશ થતો હતો. 29 બેથ-શાન, તાનાખ, મગિદ્દો અને દોર તથા તેમની આસપાસનાં નગરો પર મનાશ્શાના વંશજોનું નિયંત્રણ હતું. ઇઝરાયલના પુત્ર યોસેફના વંશજો એ બધાં સ્થળોમાં વસ્યા. આશેરના વંશજો 30 આ આશેરના વંશજો છે. તેને ચાર પુત્રો હતા: યિમ્ના, યિશ્વા, યિશ્વી અને બરિયા. તેને સેરા નામે એક પુત્રી હતી. 31 બરિયાને બે પુત્રો હતા: હેબેર અને માલ્ખીએલ. (માલ્ખીએલ બિર્ઝાઈથ નગરનો સ્થાપક હતો.) 32 હેબેરને ત્રણ પુત્રો હતા: યાફલેટ, શોમેર અને હોથામ; તેને શૂઆ નામે એક પુત્રી હતી. 33 યાફલેટને પણ ત્રણ પુત્રો હતા: પાસાખ, બિમ્હાલ અને આશ્વાથ. 34 તેના ભાઈ સોમેરને ત્રણ પુત્રો હતા: રોહગા, યેહુબ્બા અને અરામ. 35 તેના ભાઈ હોથામને* ચાર પુત્રો હતા: સોફા, યિમ્ના, શેલેશ અને આમાલ. 36 સોફાના વંશજો આ પ્રમાણે હતા ; સૂઆ, હાર્નેફેર, શૂઆલ, બેરી યિમ્રા. 37 બેસેર, હોદ, શામ્મા, શિલ્શા, યિથ્રાન અને બેરા. 38 યેથેરના વંશજો યફૂન્ને, પિસ્પા અને અરા હતા. 39 ઉલ્લાના વંશજો આરા હાન્નીએલ અને રિસ્યા હતા. 40 એ બધા આશેરના વંશજો હતા. તેઓ કુટુંબના આગેવાનો અને ચુનંદા શૂરવીર લડવૈયા હતા. આશેરના વંશજોમાં લશ્કરી સેવાને લાયક એવા 26,000 પુરુષો હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide