Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 6 - પવિત્ર બાઇબલ C.L.


પ્રમુખ યજ્ઞકારોની વંશાવળી

1 લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી.

2 કહાથને ચાર પુત્રો હતા: આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલ.

3 આમ્રામને બે પુત્રો હતા: આરોન, મોશે; વળી, મિર્યામ નામે એક પુત્રી હતી. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર.

4 વંશાનુક્રમે એલાઝારના વંશજો આ પ્રમાણે છે: ફિનહાસ, અબિશુઆ,

5 બુક્કી, ઉઝ્ઝી,

6 ઝરાયા, મરાયોથ, અમાર્યા, અહિટૂબ,

7-8 સાદોક, અહિમાસ, અઝાર્યા, યોહાનાન,

9-10 અઝાર્યા (તે શલોમોન રાજાએ યરુશાલેમમાં બાંધેલા મંદિરમાં સેવા કરનાર હતો)

11 અમાર્યા, અહીટૂબ,

12 સાદોક, શાલ્લૂમ,

13 હિલકિયા, અઝાર્યા, સરાયા, યહોસાદોક.

14-15 પ્રભુએ નબૂખાદનેસ્સાર રાજા હસ્તક યહૂદિયા અને યરુશાલેમના લોકોને બંદિવાસમાં મોકલ્યા ત્યારે તેમની સાથે યહોસાદોકને પણ બંદીવાન તરીકે લઈ જવામાં આવ્યો હતો.


લેવીના બીજા વંશજો

16 લેવીને ત્રણ પુત્રો હતા: ગેર્શોન, કહાથ અને મરારી.

17 તેમાંના દરેકને વળી પુત્રો હતા. ગેર્શોન લિબ્ની અને શિમઈનો પિતા હતો;

18 કહાથ આમ્રામ, યિસ્હાર, હેબ્રોન અને ઉઝિયેલનો પિતા હતો;

19 અને મરારી માહલી અને મૂશીનો પિતા હતો.

20 વંશાનુક્રમે ગેર્શોનના વંશજો આ પ્રમાણે છે: લિબ્ની, યાહાથ, ઝિમ્મા,

21 યોઆ, યિદ્દો, સેરા, યેઆથરાય.

22 વંશાનુક્રમે કહાથના વંશજો આ પ્રમાણે છે: આમ્મીનાદાબ, કોરા, આસ્સીર,

23 એલ્કાના, અબિયાસાફ, આસ્સીર,

24 તાહાથ, ઉરિયેલ, ઉઝિઝયા શાઉલ.

25 એલ્કાનાને બે પુત્રો હતા: અમાસાય અને અહી.

26 વંશાનુક્રમે અહીમોથના વંશજો આ પ્રમાણે છે: એલ્કાના, સોફાય, નાહાથ,

27 એલિયાબ, યરોહામ, એલ્કાના.

28 શમુએલને બે પુત્રો હતા, મોટો પુત્ર યોએલ અને નાનો પુત્ર અબિયા.

29 વંશાનુક્રમે મરારીના વંશજો આ પ્રમાણે છે: માહલી, લિબ્ની, શિમઈ, ઉઝઝા,

30 શિમ્યા, હાગ્ગિયા, અસાયા.


મંદિરના સંગીતકારો

31 પ્રભુના મંદિરમાં કરારપેટી મૂકયા પછી દાવિદે ત્યાં આરાધનાની સેવાને માટે નીમેલા માણસો આ છે.

32 શલોમોન રાજાએ યરુશાલેમમાં મંદિર બાંધ્યું તે પહેલાં તેઓ પ્રભુના મુલાકાતમંડપમાં નિયત વારા પ્રમાણે ગાવાબજાવવાની સેવા બજાવતા હતા.

33 આ કામગીરી સંભાળનાર માણસોની વંશાવળીની વિગતો આ પ્રમાણે છે. કહાથનું ગોત્ર: પ્રથમ ગાયકવૃંદનો આગેવાન હેમાન યોએલનો પુત્ર હતો. વંશાનુક્રમે યાકોબ સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: હેમાન, યોએલ, શમુએલ, એલ્કાના, યહોરામ, એલિયેલ, તોઆ,

34-35 સૂફ, એલ્કાના, માહાથ, આમાસાય.

36 એલ્કાના, યોએલ, અઝાર્યા, સફાન્યા.

37 તાહાથ, આસ્સીર, એબિયાસાફ, કોરા,

38 યિસ્હાર, કહાથ, લેવી, યાકોબ.

39 ગેર્શોનનું ગોત્ર: બીજું ગાયકવૃંદ જમણી તરફ ઊભું રહેતું અને તેનો આગેવાન આસાફ હતો. વંશાનુક્રમે લેવી સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: આસાફ, બેરેખ્યા, શિમ્યા.

40 મિખાયેલ, બાસેયા, માલકિયા,

41 એથ્ની, સેરા, અદાયા,

42 એથાન, સિમ્મા, શિમઈ,

43 યાહાથ, ગેર્શોન, લેવી.

44 મરારીનું ગોત્ર: ત્રીજું ગાયકવૃંદ ડાબી તરફ ઊભું રહેતું અને તેનો આગેવાન એથાન હતો. વંશાનુક્રમે લેવી સુધીના તેના પૂર્વજો આ પ્રમાણે છે: એથાન, કીશી, આબ્દી, માલ્લૂખ, હશાબ્યા, અમાસ્યા, હિલકિયા,

45-46 આમ્મી, બાની, શેમેર,

47 માહલી, મુશી, મરારી, લેવી.

48 તેમના સાથી લેવીભાઈઓને ઉપાસનાના સ્થાનની બીજી બધી ફરજો સોંપવામાં આવી હતી. આરોનના વંશજો

49 આરોન અને તેના વંશજો ધૂપવેદી પર ધૂપ ચડાવતા અને યજ્ઞવેદી પર સઘળાં અર્પણ ચડાવતા. પરમપવિત્રસ્થાનની સર્વ ઉપાસના અને ઈશ્વર ઈઝરાયલનાં પાપની ક્ષમા કરે તે માટેનાં પ્રાયશ્ર્વિતબલિની બધી જવાબદારી તેમની હતી. ઈશ્વરના સેવક મોશેએ આપેલી સૂચનાઓ પ્રમાણે તેઓ એ બધું કરતા.

50 આરોનના વંશજોની વિગત આ પ્રમાણે છે: એલાઝાર, ફિનહાસ, અબિશુઆ.

51 બુક્કી, ઉઝ્ઝી, સરાયા,

52 મરાયોથ, અમાર્યા, અહિટૂબ,

53 સાદોક, અહિમાસ.


લેવીઓનાં રહેઠાણો

54 આરોનના વંશમાં કહાથના ગોત્રના વંશજોને મળેલા પ્રદેશમાં તેમના વસવાટની વિગતો આ પ્રમાણે છે. લેવીઓને અપાયેલ પ્રદેશમાંથી તેમને પ્રથમ ભાગ મળ્યો.

55 એમાં યહૂદિયાનું હેબ્રોન અને તેની આસપાસનાં ગૌચરોનો સમાવેશ થતો હતો.

56 પણ એ શહેરનાં ખેતરો અને ગામો તો યફૂન્‍નેના પુત્ર કાલેબને અપાયેલાં હતાં.

57-59 આરોનના વંશજોને ગૌચરો સહિત અપાયેલાં નગરો આ પ્રમાણે છે: આશ્રયનગર હેબ્રોન, યાત્તીર, લિબ્નાનાં નગરો, એસ્તેસોઆ, હીલેન, દબીર આશાન, અને બેથ-શેમેશ તેમનાં ગોચર સહિત.

60 બિન્યામીનના કુળ પ્રદેશમાં નીચેનાં નગરો તેમનાં ગૌચર સહિત અપાયેલાં હતાં: ગેબા, આલેમાથ, અને અનાથોથ. આમ તેમનાં સર્વ કુટુંબોને વસવાને એકંદરે તેર નગરો હતાં.

61 પશ્ર્વિમ મનાશ્શાના કુળ પ્રદેશમાં દશ નગરો કહાથના ગોત્રના બાકી રહેલાઓને કુટુંબવાર આપવામાં આવ્યાં હતાં.

62 ગેર્શોનના ગોત્રને તેમણે ઇસ્સાખાર, આશેર, નાફતાલીના કુળપ્રદેશોમાં અને પૂર્વ મનાશ્શાના બાશાનમાં તેર ગામો કુટુંબવાર આપ્યાં.

63 એ જ પ્રમાણે રૂબેન, ગાદ અને ઝબુલૂનના કુળપ્રદેશોમાં બાર ગામો મરારીના ગોત્રને કુટુંબવાર આપ્યાં.

64 એ રીતે ઇઝરાયલીઓએ લેવીઓને રહેવા માટે ગૌચર સહિત નગરો આપ્યાં.

65 યહૂદિયા, શિમયોન અને બિન્યામીનના કુળપ્રદેશોમાં ઉપર જણાવેલ નગરો ચિઠ્ઠીઓ નાખીને આપ્યાં.

66 કહાથના ગોત્રનાં કેટલાંક કુટુંબોને એફ્રાઈમના કુળપ્રદેશમાં નગરો અને ગૌચરો આપવામાં આવ્યાં:

67 એફ્રાઈમના પહાડીપ્રદેશનું આશ્રયનગર શેખેમ, ગેઝેર,

68 યોકમામ, બેથ-હારોન,

69 આયાલોન, ગાથ અને રિમ્મોન.

70 પશ્ર્વિમ મનાશ્શાના કુળપ્રદેશમાં તેમને આનેર અને બિલહામ નગરો અને તેમની આસપાસનાં ગૌચરો આપવામાં આવ્યાં.

71 ગેર્શોનના ગોત્રનાં કુટુંબોને નીચેનાં નગરો તેમનાં ગૌચરો સહિત આપ્યાં: પૂર્વ મનાશ્શાના કુળપ્રદેશમાં બાશાનમાં આવેલ ગોલાન અને આશ્તારોથ.

72 ઇસ્સાખારના કુળપ્રદેશમાં: કેદેશ, દબેરાથ,

73 રામોથ અને એનેમ.

74 આશેરના કુળપ્રદેશમાં: માશાલ, આબ્દોન,

75 હુકોક અને રેહોબ.

76 નાફતાલીના કુળપ્રદેશમાં: ગાલીલમાં આવેલ કેદેરા, હામ્મોન અને કિર્યાથાઈમ.

77 મરારીના ગોત્રનાં બાકીનાં કુટુંબોને નીચેનાં નગરો તેમનાં ગૌચર સહિત આપ્યાં: ઝબુલૂનના કુળપ્રદેશમાં યોકનીમ, ર્ક્તા, રિમ્મોન અને તાબોર.

78 યર્દનની પૂર્વ તરફ યરીખોની સામે રૂબેનના કુળપ્રદેશના ઉચ્ચપ્રદેશમાં આવેલ બેઝેર, યાહજા,

79 કેદેમોથ, મેફાથ.

80 ગાદના કુળપ્રદેશમાં: ગિલ્યાદમાંનું રામોથ, માહનાઈમ,

81 હેશ્બોન અને યાસેર.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan