Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 4 - પવિત્ર બાઇબલ C.L.


યહૂદાના વંશજો

1 યહૂદાના વંશજો આ પ્રમાણે છે: પેરેસ, હેસ્રોન, કાર્મી, હૂર અને શોબાલ.

2 શોબાલ રાયાનો પિતા હતો, અને રાયા યાહાથનો પિતા હતો. યાહાથ તો સોરામાં વસેલા લોકોના પૂર્વજ અહૂમાય અને લાહાદનો પિતા હતો.

3-4 હૂર કાલેબની પત્ની એફ્રાથનો સૌથી મોટો પુત્ર હતો, અને તેના વંશજોએ બેથલેહેમ નગરની સ્થાપના કરી. હૂરને ત્રણ પુત્રો હતા: એટામ, પનુએલ અને એઝેર. એટામને યિઝએલ, યિશ્મા અને યિદબાશ એ ત્રણ પુત્રો અને હાસ્સલએલ્પોની નામે પુત્રી હતાં. પનુએલે ગેદોર નગરની, જ્યારે એઝેરે યહુશા નગરની સ્થાપના કરી.

5 આશ્હૂરે તકોઆ નગરની સ્થાપના કરી. તેને બે પત્નીઓ હતી: હેલા અને નારા.

6 તેને નારાથી જન્મેલા ચાર પુત્રો હતા: અહૂઝઝામ, હેફેર, તેમેની અને હાઅહાશ્તારી.

7 હેલાથી આશ્હૂરને ત્રણ પુત્રો હતા: સેરેથ, યિસ્હાર અને એથ્નાન.

8 કોસ આનુમ અને સોબેબાનો પિતા તથા હારુમનો પુત્ર અહાર્હેલના વંશજોનો પૂર્વજ હતો.

9 યાબેસ તેના કુટુંબમાં સૌથી માનવંત માણસ હતો. તેની માએ તેનું નામ યાબેસ પાડયું હતું, કારણ, તેનો જન્મ ખૂબ જ કષ્ટદાયક હતો.

10 પણ યાબેસે ઇઝરાયલના ઈશ્વરને પ્રાર્થના કરી, “હે ઈશ્વર, મને આશિષ આપો અને મારી ભૂમિ વિસ્તારો; મારી સાથે રહો અને મને કંઈ હાનિ ન પહોંચે તે માટે સઘળી આપત્તિથી મને બચાવી રાખો.” ઈશ્વરે તેની પ્રાર્થના માન્ય રાખી.


અન્ય કુટુંબોની વંશાવળી

11 શૂહાહના ભાઈ કાલેબને મહીર નામે પુત્ર હતો. મહીર એશ્તોનનો પિતા હતો.

12 એશ્તોનને ત્રણ પુત્રો હતા: બેથરાફા, પાસેઆ અને તહિન્‍ના. તહિન્‍ના નાહાશ નગરનો સ્થાપક હતો. તેમના વંશજો રેખામાં રહેતા હતા.

13 કનાઝને બે પુત્રો હતા: ઓથ્નીએલ અને સરાયા. ઓથ્નીએલને પણ બે પુત્રો હતા: હથાથ અને મનોથાઈ.

14 મનોથાઈ ઓફ્રાનો પિતા હતો. સરાયા યોઆબનો પિતા હતો. યોઆબ “કારીગરોની ખીણ” નગરનો સ્થાપક હતો. ત્યાંના બધા લોકો કુશળ કારીગર હતા.

15 યફુન્‍નેહના પુત્ર કાલેબને ત્રણ પુત્રો હતા: ઈરૂ, એલા અને નામ. એલા કનાઝનો પિતા હતો.

16 યહાલ્લેએલને ચાર પુત્રો હતા: ઝીફ, ઝીફા, તીર્યા અને અસારએલ.

17-18 એઝાને ચાર પુત્રો હતા: યેથેર, મેરેદ, એફેર અને યાલોન. મેરેદે ઇજિપ્તના રાજાની પુત્રી બિથ્યા સાથે લગ્ન કર્યું હતું. તેમને મિર્યામ નામે પુત્રી તથા શામ્માય અને યિશ્બા એ બે પુત્રો હતા. યિશ્બાએ એશ્તેમોઆ નગરની સ્થાપના કરી. મેરેદે યહૂદાના કુળની એક સ્ત્રી સાથે પણ લગ્ન કર્યું હતું. તેમને ત્રણ પુત્રો હતા; મેરેદે, જેણે ગેદોર નગરની સ્થાપના કરી હતી; હેબેર, જેણે સોખો નગર સ્થાપ્યું હતું; અને યકૂથીએલ, જેણે ઝાનોઆ નગર બાંધ્યું હતું.

19 હોદિયાએ નાહામની બહેન સાથે લગ્ન કર્યું. તેમના વંશજોએ ગાર્મ ગોત્રની અને માખા ગોત્રની સ્થાપના કરી. ગાર્મ ગોત્રના લોક કઈલા નગરમાં અને માખા ગોત્રના લોક એશ્તમોઆ નગરમાં વસ્યા.

20 શિમોનને ચાર પુત્રો હતા: આમ્નોન, રિન્‍ના, બેન-હાનાન અને તિલોન. ઈશીને બે પુત્રો હતો: ઝોહેથ અને બેન-ઝોહેથ.


શેલાના વંશજો

21 યહૂદાના પુત્ર શેલાના વંશજો આ પ્રમાણે છે: લેખા નગરનો સ્થાપક એર; મારેશા નગરનો સ્થાપક લાઅદા. બેથ-આશ્બેઆમાં વસતા અળસી રેસાના વણકરોની જાતિ;

22 યોકીમ અને કોઝેબામાં વસતા લોકો; મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કરી બેથલેહેમમાં વસેલા યોઆશ અને સારાફ (આ હકીક્તો પ્રાચીન લેખોને આધારે છે,)

23 તેઓ કુંભાર હતા, અને રાજાની નોકરીમાં હતા. તેઓ નટાઇમ અને ગદેરા નગરોમાં વસતા હતા.


શિમયોનના વંશજો

24 શિમયોનને પાંચ પુત્રો હતા: નમુએલ, યામીન, યારીબ, ઝેરાદ અને શાઉલ.

25 શાઉલનો પુત્ર શાલ્લુમ, તેનો પૌત્ર મિબ્સામ, અને તેનો પ્રપૌત્ર મિશ્મા હતો.

26 મિશ્માથી આ પ્રમાણે વંશાવળી છે: હામ્મુએલ, તે પછી ઝાક્કૂર અને તે પછી શિમઈ.

27 શિમઈને સોળ પુત્રો અને છ પુત્રીઓ હતાં, પણ તેના ભાઈઓને ઘણાં સંતાન ન હતાં, તેથી શિમયોનનું કુળ યહૂદાના કુળ જેટલું વૃદ્ધિ પામ્યું નહિ.

28 છેક દાવિદના શાસનકાળની શરૂઆત સુધી શિમયોનના વંશજો આ નગરોમાં રહેતા હતા: બેરશેબા, મોલાદા, હસારશૂઆલ,

29 બિલ્લા, એસેમ, તોલાદ

30 બથુએલ, હોર્મા; સિકલાગ,

31 બેથ- મારકાબોથ, હસાસ્સુસીમ, બેથ-લીરઈ અને શારાઈમ;

32 તેઓ એટામ, આઇન, રિમ્મોન, તોખેન અને આશાન એ બીજાં પાંચ સ્થળોમાં રહેતા હતા,

33 અને એ નગરોની આસપાસનાં ગામડાંઓમાં છેક બાઆલનગર સુધી વસ્યા હતા. તેમણે તેમનાં કુટુંબો અને વસવાટનાં સ્થળોની રાખેલી આ નોંધ છે.

34-38 નીચે જણાવેલ પુરુષો તેમના કુળના આગેવાન હતા: મેશોબાબ, યામ્લેખ, અમાસ્યાનો પુત્ર યોશા, યોએલ, અશીએલનો પુત્ર સરાયા; સરાયાનો પુત્ર યોશીબ્યા અને યોશીબ્યાનો પુત્ર યેહૂ, એલિયોનાઈ, યાકોબા, યશોહાયા અસાયા, અદીએલ, યસીમીએલ, બનાયા. યદાયા, શિમ્રી અને શમાયાના વંશમાં આલ્લોનના પુત્ર શિફઇનો પુત્ર ઝીઝા. તેમનાં કુટુંબોનો વિસ્તાર વધતો જ ગયો.

39 તેથી તેઓ પશ્ર્વિમ તરફ ગદોર સુધી ફેલાઈ ગયા અને જે ખીણમાં એ નગર વસ્યું હતું તે ખીણની પૂર્વ તરફ તેઓ પોતાનાં ઘેટાં ઉછેરતા હતા.

40 ત્યાં તેમને શાંત અને સલામતીભર્યો ફળદ્રુપ ઘાસચારાનાં મેદાનોનો વિશાળ પ્રદેશ મળ્યો. અગાઉ ત્યાં હામના વંશજો રહેતા હતા.

41 હિઝકિયા રાજાના સમયમાં ઉપર જણાવેલ લોકો ગેરાર ગયા અને ત્યાં વસતા લોકોના તંબૂ અને ઝૂંપડાં તોડી પાડયાં. તેમણે ત્યાંના રહેવાસીઓને હાંકી કાઢયા અને પોતે ત્યાં કાયમી વસવાટ કર્યો; કારણ, ત્યાં તેમનાં ઘેટાંને માટે પુષ્કળ ઘાસચારો હતો.

42 શિમયોનના કુળના બીજા પાંચસો લોક અદોમની પૂર્વે ગયા. તેમના આગેવાનો ઈશીના પુત્ર હતા: પલાટયા, નાર્યા, રફાયા અને ઉઝઝીએલ.

43 તેમણે ત્યાં બાકી રહી ગયેલા અમાલેકીઓનો સંહાર કર્યો અને ત્યારથી ત્યાં વસેલા છે.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan