૧ કાળવૃત્તાંત 3 - પવિત્ર બાઇબલ C.L.દાવિદ રાજાના વંશજો 1-3 દાવિદ હેબ્રોનમાં હતો ત્યારે તેના જે પુત્રો જન્મ્યા તે ઉંમરના ક્રમ પ્રમાણે નીચે મુજબ છે: આમ્નોન જયેષ્ઠપુત્ર હતો; યિઝએલની અહિનોઆમ તેની મા હતી; દાનિયેલ, જેની મા ર્કામેલની અબિગાઈલ હતી; આબ્શાલોમ, જેની મા ગશૂરના રાજા તાલ્માયની પુત્રી માખા હતી. અદોનિયા, જેની મા હાગ્ગીથ હતી; શફાટયા, જેની મા અબિટાલ હતી; યિથ્રા, જેની મા એગ્લા હતી. 4 એ છ પુત્રો તેને હેબ્રોનમાં જન્મ્યા, જ્યાં તેણે સાડા સાત વર્ષ રાજ્ય કર્યું હતું. યરુશાલેમમાં તેણે તેત્રીસ વર્ષ રાજ્ય કર્યું, 5 અને ત્યાં યરુશાલેમમાં તેને નીચેના પુત્રો જન્મ્યા: તેની પત્ની, એટલે આમ્મીએલની પુત્રી બાથશેબાથી ચાર પુત્રો જન્મ્યા: શિમા, સોબાબ, નાથાન, શલોમોન. 6 દાવિદને બીજા નવ પુત્રો પણ હતા: યિબ્હાર, એલિશૂઆ, એલપેલેટ, 7 નોગા, નેફેગ, યાફિયા, 8 એલિશામા, એલ્યાદા અને એલિફેલેટ. 9 એ સર્વ પુત્રો ઉપરાંત દાવિદને ઉપપત્નીઓથી થયેલા પુત્રો હતા. તેને તામાર નામે પુત્રી પણ હતી. શલોમોન રાજાના વંશજો 10 પિતા પછી પુત્ર એ ક્રમે શલોમોન રાજાના વંશજોની વિગત આ પ્રમાણે છે: શલોમોન, રહાબામ, અબિયા, આસા, યહોશાફાટ, 11 યહોરામ, અહાઝયા, યોઆશ, અમાસ્યા, ઉઝિયા યોથામ, 12-13 આહાઝ, હિઝકિયા, મનાશ્શા, આમોન અને યોશિયા. 14-15 યોશિયાને ચાર પુત્રો હતા: યોહાનાન, યહોયાકીમ, સિદકિયા, અને યોહાઝ. 16 યહોયાકીમને બે પુત્રો હતા: યખોન્યા અને સિદકિયા. યખોન્યાના વંશજો 17 બેબિલોનમાં કેદી તરીકે લઈ જવાયેલ રાજા યખોન્યાના વંશજો આ પ્રમાણે છે. યખોન્યાને સાત પુત્રો હતા: શાલ્તીએલ, 18 માલ્કીરામ, પદાયા, શેનાસાર, યકામ્યા, હોશામા, અને નદાબ્યા. 19 પદાયાને બે પુત્રો હતા: ઝરુબ્બાબેલ અને શિમઈ, ઝરુબ્બાબેલને મશુલ્લામ અને હનાન્યા એ બે પુત્રો હતા અને શલોમીથ નામે પુત્રી હતી. 20 તેને બીજા પાંચ પુત્રો હતા: હશુબા, ઓહેલ, બેરેખ્યા, હસાદ્યા, યુશાબ-હેસેદ. 21 હનાન્યાને બે પુત્રો હતા: પલાટયા અને યશાયા. યશાયાનો પુત્ર રફાયા, તેનો પુત્ર આર્નાન, તેનો પુત્ર ઓબાદ્યા, તેનો પુત્ર શખાન્યા. 22 શખાન્યાનો પુત્ર શમાયા હતો. શમાયાને પાંચ પુત્રો હતા: હાટુશ, યિગાલ, બારિયા, નારિયા અને શાફાટ. 23 નારિયાને ત્રણ પુત્રો હતા: એલિયોનાઈ, હિઝિકયા અને આઝીકામ. 24 એલિયોનાઈને સાત પુત્રો હતા: હોદાવ્યા, એલ્યાશીબ, પલાયા, આકકૂબ, યોહાનાન, દબાયા અને અનાની. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide