૧ કાળવૃત્તાંત 25 - પવિત્ર બાઇબલ C.L.મંદિરના સંગીતકારો 1 દાવિદ તથા તેના સેનાધિકારીઓએ સેવાના કામને માટે આસાફ, હેમાન અને યદૂથુનનાં ગોત્રોને નીમ્યાં. તેમણે વીણા, સિતાર તથા ઝાંઝ વગાડતાં વગાડતાં સ્તોત્ર ગાવાનાં હતાં. સોંપેલી સેવાના પ્રકાર પ્રમાણે તેમની યાદી આ પ્રમાણે છે. 2 આસાફના ચાર પુત્રો: ઝાક્કૂર, યોસેફ, નથાન્યા અને યશારએલા. તેઓ આસાફની દોરવણી હેઠળ હતા. રાજા આદેશ આપે ત્યારે આસાફ ઈશ્વરનો સંદેશ જાહેર કરતો. 3 યદૂથુનના છ પુત્રો: ગદાલ્યા, સરી, યશાયા, હશાબ્યા, શિમઈ અને માત્તિથ્યા. તેઓ પોતાના પિતાની દોરવણી હેઠળ વીણા વગાડતાં વગાડતાં ઈશ્વરનો સંદેશ પ્રગટ કરતા અને પ્રભુની આભારસ્તુતિનાં ગીત ગાતા. 4 હેમાનના ચૌદ પુત્રો: બુક્કીયા, માત્તાન્યા, ઉઝિયેલ, શબુએલ, યરીમોથ, હનાન્યા, હનાની, એલિયાથા, ગિદ્દાલ્તી, રોમામ્તી-એઝેર, યોશ્બકાશા માલ્લોથી, હોથીર, માહઝીઓથ. 5 પોતે આપેલા વચન પ્રમાણે ઈશ્વરે રાજાના દષ્ટા હેમાનનું ગૌરવ વધારવા તેને એ ચૌદ પુત્રો અને ત્રણ પુત્રીઓ આપ્યાં હતાં. 6 તેઓ સૌ પોતાના પિતાની દોરવણી હેઠળ ઈશ્વરના મંદિરમાં ઝાંઝ, સિતાર તથા વીણા વગાડી પ્રભુનું સ્તવન કરતા. આસાફ, યદૂથુન અને હેમાન રાજાની દોરવણી હેઠળ હતા. 7 આ ચોવીસે માણસો નિષ્ણાત હતા; અને તેમના લેવી સાથીદારો પ્રભુનાં સ્તોત્ર ગાવામાં તાલીમબદ્ધ ગાયકો હતા. તેઓ બધા મળીને બસોને અઠ્ઠયાસી હતા. 8 તેઓ સૌએ ચિઠ્ઠીઓ નાખીને પોતાનું કામ વહેંચી લીધું - પછી તે યુવાન હોય કે વૃદ્ધ, નિષ્ણાત હોય કે શિખાઉ. 9 પહેલી ચિઠ્ઠી આસાફવંશી યોસેફની નીકળી. તેના જૂથમાં તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. બીજી ગદાલ્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 10 ત્રીજી ઝાક્કૂરની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 11 ચોથી યિસ્રીની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 12 પાંચમી નથાન્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 13 છઠ્ઠી બુક્કીયાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 14 સાતમી યશારએલાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 15 આઠમી યશાયાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 16 નવમી માત્તાન્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 17 દશમી શિમઈની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 18 અગિયારમી ઉઝિએલની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 19 બારમી હશાબ્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 20 તેરમી શબુએલની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 21 ચૌદમી માત્તિથ્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 22 પંદરમી યરીમોથની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 23 સોળમી હનાન્યાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 24 સત્તરમી યોશ્બકાશાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 25 અઢારમી હનાનીની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 26 ઓગણીસમી માલ્લોથીની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 27 વીસમી એલિયાથાની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 28 એકવીસમી હોથીરની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 29 બાવીસમી ગિદ્દાલ્તીની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 30 ત્રેવીસમી માહઝીઓથની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. 31 ચોવીસમી રોમામ્તી-એઝેરની: તેના પુત્રો અને ભાઈઓ સહિત કુલ બાર હતા. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide