૧ કાળવૃત્તાંત 24 - પવિત્ર બાઇબલ C.L.યજ્ઞકારોને સોંપેલું કામ 1 આરોનના વંશજોનાં પણ આ પ્રમાણે જૂથ પાડવામાં આવ્યાં. આરોનને ચાર પુત્રો હતા: નાદાબ, અબીહૂ, એલાઝાર અને ઇથામાર. 2 નાદાબ અને અબીહૂ તેમના પિતાની અગાઉ મૃત્યુ પામ્યા હતા, અને તેમના કોઈ વંશજ નહોતા. તેથી તેમના ભાઈઓ એલાઝાર અને ઇથામાર યજ્ઞકાર બન્યા. 3 દાવિદ રાજાએ આરોનના વંશજોને તેમની સેવાની ફરજ પ્રમાણેનાં જૂથમાં વહેંચી નાખ્યા. એલાઝારના વંશજ સાદોક અને ઇથામારના વંશજ અહિમેલેખે તેને એ કામમાં મદદ કરી. 4 એલાઝારના વંશજોના સોળ જૂથ, જ્યારે ઇથામારના જૂથમાં આઠ જૂથ પાડવામાં આવ્યાં; એનું કારણ એ હતું કે એલાઝારના વંશજોમાં કુટુંબના વડાપુરુષોની સંખ્યા વધારે હતી. 5 એલાઝાર અને ઇથામાર બન્નેના વંશજોમાં મંદિરના અધિકારીઓ અને આત્મિક આગેવાનો હોવાથી ચિઠ્ઠી નાખીને તેમની વહેંચણી કરવામાં આવી. 6 પછી લેવીઓના નોંધણીકાર નથનાએલના પુત્ર શમાયાએ તેમનાં નામની નોંધણી કરી. રાજા, તેના અમલદારો, સાદોક યજ્ઞકાર, અબ્યાથારનો પુત્ર અહિમેલેખ અને યજ્ઞકારના તેમજ લેવીના કુટુંબના વડાપુરુષો એ સૌ તેના સાક્ષી હતા. 7-18 ઉપાડેલી ચિઠ્ઠીઓ પ્રમાણે ક્રમાનુસાર ચોવીસ કુટુંબ જૂથોને સેવાકાર્ય સોંપવામાં આવ્યું, જેમાં એલાઝાર અને ઇથામારનાં કુટુંબો વારાફરતી આવતાં. પ્રથમ ચિઠ્ઠી યહોયારિબ નીકળી, બીજી યદાયાની, ત્રીજી હારીમની, ચોથી સોરીમની, પાંચમી મલકિયાની, છઠ્ઠી મિયામીનની, સાતમી હાક્કોસની, આઠમી અબિયાની, નવમી યેશૂઆની, દસમી શખાન્યાહની, અગિયારમી એલ્યાશીબની, બારમી યાકીમની, તેરમી હુપ્પાહની, ચોદમી યેશેબ્યાબની, પંદરમી બિલ્ગાની, સોળમી ઈમ્મેરની, સત્તરમી હેઝીરની, અઢારમી હાપિસેસની, ઓગણીસમી પથાહિયાની, વીસમી યહઝિકેલની, એકવીસમી યાખીનની, બાવીસમી ગમૂલની, ત્રેવીસમી દલાયાહની અને ચોવીસમી માઝિયાની. 19 ઇઝરાયલના ઈશ્વર પ્રભુએ ફરમાવ્યા મુજબ આ માણસોના પૂર્વજ આરોને નિયત કરેલી ફરજો બજાવવા મંદિરમાં જવા એમની કામવાર નોંધ કરવામાં આવી હતી. લેવીઓની યાદી 20 લેવીના અન્ય કુટુંબોના વડા આ પ્રમાણે છે: આમ્રામના વંશના શબૂએલનો વંશજ યેહદિયા; 21 યહાબ્યાહનો વંશજ યિશ્શીયા; 22 યિસ્હારના વંશમાં શલોમીથનો વંશજ યાહાથ; 23 હેબ્રોનના પુત્રો તેમની ઉંમરના ક્રમ પ્રમાણે: યરિયા, અમાર્યા, યહઝિયેલ અને યકામામ 24 ઉઝિયેલના વંશમાં મિખાનો વંશજ શામીર, 25 ઉઝિયેલના વંશમાં મિખાના ભાઈ યિશ્શીયાનો વંશજ ઝખાર્યા. 26 મરારીના વંશજો માહલી, મુશી અને યાઝિયા. 27 યાઝિયાને ત્રણ પુત્રો હતા: શોહામ, ઝાક્કૂર અને ઈબ્રી. 28-29 માહલીને બે પુત્રો હતા: એલાઝાર અને કીશ. એલાઝારને પુત્રો ન હતા, પણ કીશને યરાહમેલ નામે એક પુત્ર હતો. 30 મુશીને ત્રણ પુત્રો હતા: માહલી, એદેર અને યરેમોથ. એ લેવીઓનાં કુટુંબો છે. 31 તેમના ભાઈઓ આરોનના વંશજોની જેમ તેમણે પણ ચિઠ્ઠીઓ નાખી. દાવિદ રાજા, સાદોક, અહિમેલેખ તથા યજ્ઞકાર અને લેવીના કુટુંબોના વડાઓ તેના સાક્ષી હતા. એમાં નાનાં કે મોટાં કુટુંબોનો ભેદ રાખવામાં આવ્યો ન હતો. |
Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.
Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide