Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 2 - પવિત્ર બાઇબલ C.L.


યહૂદાના વંશજો

1 ઇઝરાયલના બાર પુત્રો આ છે: રૂબેન, શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, ઝબુલૂન:

2 દાન, યોસેફ, બિન્યામીન, નાફતાલી, ગાદ તથા આશેર.

3 યહૂદાના પુત્રો તેની કનાની પત્ની બાથ-શૂઆને જન્મેલા પુત્રો-એર, ઓનાન તથા શેલા. તેનો જયેષ્ઠપુત્ર એર એટલો દુષ્ટ હતો કે પ્રભુએ તેને મારી નાખ્યો.

4 પોતાની પુત્રવધૂ તામારથી યહૂદાને બે પુત્રો હતા: પેરેસ અને ઝેરા. યહૂદાને એમ કુલ પાંચ પુત્રો હતા.

5 પેરેસના પુત્રો: હેસ્રોન તથા હામૂલ.

6 તેના ભાઈ ઝેરાને પાંચ પુત્રો હતા: ઝિમ્રી, એથાન, હેમાન, કાલ્કોલ તથા દારા.

7 ઝેરાના વંશના કાર્મીનો પુત્ર આખાર. સમર્પિત વસ્તુ રાખી લઈને તે ઇઝરાયલીઓ પર આફત લાવ્યો હતો.

8 એથાનનો એકમાત્ર પુત્ર: અઝાર્યા.


દાવિદ રાજાના કુટુંબના પૂર્વજો

9 હેસ્રોનને ત્રણ પુત્રો હતા: યરાહમેલ, રામ તથા કાલેબ.

10 રામથી યિશાઈ સુધીની વંશાવળી આ પ્રમાણે છે: રામ, આમ્મીનાદાબ, નાહશોન (તે યહૂદાના કુળનો અધિપતિ હતો).

11 સાલ્મા, બોઆઝ,

12 ઓબેદ અને યિશાઈ.

13 યિશાઈને સાત પુત્રો હતા. ઉંમરના ક્રમે તેઓ આ પ્રમાણે છે: એલિયાબ, અબિનાદાબ, શિમયા

14 નથાનિયેલ, રાદ્દાય,

15 ઓસેમ અને દાવિદ.

16 બે પુત્રીઓ પણ હતી: સરુયા અને અબિગાઈલ. યિશાઈની પુત્રી સરુયાને ત્રણ પુત્રો હતા: અબિશાય, યોઆબ, અન અસાહેલ.

17 તેની બીજી પુત્રી અબિગાઈલે ઇશ્માએલી વંશના યેથેર સાથે લગ્ન કર્યું હતું. તેમના પુત્રનું નામ અમાસા હતું.


હેસ્રોનના વંશજો

18 હેસ્રોનના પુત્ર કાલેબની પત્ની અઝુબા હતી. તેમને યરીયોથ નામની દીકરી હતી. અઝુબાથી ત્રણ પુત્રો પણ થયા: યેશેર, શોબાબ તથા આર્દોન.

19 અઝુબાના મરણ પછી કાલેબે એફ્રાથ સાથે લગ્ન કર્યાં, અને તેમને હૂર નામે પુત્ર થયો.

20 હૂરનો પુત્ર ઉરી હતો અને ઉરીનો પુત્ર બસાલએલ હતો.

21 હેસ્રોન સાઠ વર્ષનો થયો ત્યારે તેણે માખીરની પુત્રી, ગિલ્યાદની બહેન સાથે લગ્ન કર્યાં.

22 હેસ્રોનથી તેને સગૂબ થયો. સગૂબ યાઇરનો પિતા હતો. ગિલ્યાદ પ્રાંતમાં ત્રેવીસ નગરો યાઇરના તાબામાં હતાં.

23 ગશૂર તથા અરામે યાઇરનાં નગરો, કનાથનાં નગરો તથા આસપાસનાં ગામ સહિત સાઠ નગરો જીતી લીધાં. ત્યાંના સર્વ રહેવાસીઓ ગિલ્યાદના પિતા માખીરના વંશજો હતા.

24 હેસ્રોનના મરણ પછી તેના પુત્ર કાલેબે તેના પિતાની વિધવા એફ્રાથ સાથે લગ્ન કર્યાં તેમને આશ્હુર થયો. આશ્હુર તકોઆનો પિતા હતો.


યરાહમેલના વંશજો

25 હેસ્રોનના જયેષ્ઠપુત્ર યરાહમેલના પુત્રો આ હતા: જયેષ્ઠપુત્ર રામ, પછી બૂના ઓરેન, ઓઝઝેમ તથા અહિયા.

26 યરાહમેલને અટારા નામે બીજી એક સ્ત્રી હતી; તે ઓનામની મા હતી.

27 યરાહમેલના જયેષ્ઠપુત્ર રામના પુત્રો: માસ, યામીન તથા એકેર.

28 ઓનામના પુત્રો: શામ્માય તથા યાદા હતા. શામ્માયના પુત્રો નાદાબ તથા અબિશૂર.

29 અબિશૂરની પત્નીનું નામ અબિહાઇલ હતું. તેમને બે પુત્રો થયા: આહબાન અને મોલીદ.

30 નાદાબના પુત્રો: સેલેદ તથા આપ્પાઇમ; પણ સેલેદ નિ:સંતાન મરી ગયો.

31 આપ્પાઇમનો પુત્ર: યિશઈ; યિશઇનો પુત્ર: શેશાન; અને શેશાનનો પુત્ર: આહલાય.

32 શામ્માયના ભાઈ યાદાના પુત્રો: યેથેર અને યોનાથાન; યેથેર નિ:સંતાન મરી ગયો.

33 યોનાથાનના પુત્રો: પેલેથ તથા ઝાઝા, એ સર્વ યરાહમેલના વંશજો હતા.

34 શેશાનને પુત્રો ન હતા, પણ પુત્રીઓ જ હતી. તેને યાર્હા નામે એક ઇજિપ્તી નોકર હતો.

35 પોતાની એક પુત્રીનાં લગ્ન તેણે યાર્હા સાથે કરાવ્યાં. તેમને આત્તાય જન્મ્યો.

36 આત્તાયથી એલીશામા સુધીની વંશાવળી આ પ્રમાણે છે: આત્તાય, નાથાન, ઝાબાદ;

37 એફલાલ, ઓબેદ,

38 યેહૂ, અઝાર્યા,

39 હેલેસ, એલાસા,

40 સિસ્માય,

41 શાલ્લૂમ, યકામ્યા, અને એલિશામા.


કાલેબના વંશજો

42 યરાહમેલના ભાઈ કાલેબના પુત્રો આ હતા: તેનો જયેષ્ઠપુત્ર મેશા ઝીફનો પિતા હતો. ઝીફ મારેશાનો પિતા હતો. મારેશા હેબ્રોનનો પિતા હતો.

43 હેબ્રોનને ચાર પુત્રો હતા: કોરા, તાપ્પૂઆ, રેકેમ તથા શેમા.

44 શેમા રાહામનો પિતા હતો અને રાહામ યોર્કઆમનો પિતા હતો. શેમાનો ભાઈ શામ્માઈનો પિતા હતો,

45 શામ્માઈ માઓનનો પિતા હતો, માઓન બેથ-શૂરનો પિતા હતો.

46 કાલેબની ઉપપત્ની એફાહથી તેને ત્રણ પુત્ર હતા: હારાન, મોસા તથા ગાઝેઝ. હારાનને પણ ગાઝેઝ નામે પુત્ર હતો.

47 (યહાદાય નામે એક માણસને છ પુત્રો હતા: રેગેમ, યોથામ, ગેશાન, પેલેટ, એફા અને શાફ.)

48 કાલેબને માઅખાહ નામે બીજી ઉપપત્ની હતી. તેનાથી કાલેબને બે પુત્રો હતા: શેબેર તથા તિર્હના.

49 પાછળથી તેને બીજા બે પુત્રો પણ જન્મ્યા: માદમાન્‍નાનો પિતા શાફ તથા માબ્બેના તથા ગિબાનો પિતા શવા. કાલેબની પુત્રી આખ્સાહ હતી.

50 આ પણ કાલેબના વંશજો છે: કાલેબ અને તેની પત્ની એફ્રાથનો જયેષ્ઠપુત્ર હૂર હતો. હૂર શોબાલનો પિતા હતો, શોબાલ કિર્યાથ-યારીમનો પિતા હતો.

51 સાલ્મા બેથલેહેમનો પિતા હતો. હારેફ બેથ-ગાદેરનો પિતા હતો.

52 કિયાર્થ- યારીમના પિતા શોબાલના વંશજો હારોએહ અને મનુહોથના અડધા ભાગના લોક હતા. કિયાર્થ-યારીમનાં કુટુંબો આ છે:

53 યિથ્રીઓ, પૂથીઓ, શુમાથીઓ, તથા મિશ્રાઇઓ (સોરા અને એશ્તોઓલ શહેરોના લોક આ કુટુંબોમાંના હતા.)

54 સાલ્મા બેથલેહેમનો સ્થાપક હતો. તે નટોફાથીઓ આટ્રોથ, બેથ, યોઆબ તથા સોરાઈનો પૂર્વજ હતો. સોરાઈ લોકો તો માનહાથમાંના બે ગોત્રો પૈકી એક ગોત્રના હતા.

55 (લેખન કાર્યમાં પ્રવીણ એવાં આ કુટુંબો બેબેસ નગરમાં રહેતાં હતાં:) તિરાથીઓ, શિમાથીઓ, સૂખાથીઓ. તેઓ કેનીઓ હતા અને તેમને રેખાબીઓ સાથે લગ્નવ્યવહારનો સંબંધ હતો.)

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan