Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ કાળવૃત્તાંત 1 - પવિત્ર બાઇબલ C.L.


આદમથી અબ્રાહમ
( ઉત. 5:1-32 ; 10:1-32 ; 11:10-26 )

1 આદમ શેથનો પિતા હતો, શેથ અનોશનો પિતા હતો, અનોશ કેનાનનો પિતા હતો,

2 કેનાન માહલાલએલનો પિતા હતો, માહલાલએલ યારેદનો પિતા હતો,

3 યારેદ હનોખનો પિતા હતો, હનોખ મથૂશેલાનો પિતા હતો, મથૂશેલા લામેખનો પિતા હતો, લામેખ નૂહનો પિતા હતો.

4 નૂહને ત્રણ પુત્રો હતા: શેમ, હામ અને યાફેથ.

5 યાફેથના પુત્રો: ગોમેર, માગોગ, માદાય, યાવાન, તુબાલ, મેશેખ તથા તિરાશ.

6 ગોમેરના પુત્ર: આશ્કનાજ, રીફાથ તથા તોગાર્મા.

7 યાવાનના પુત્રો: એલિશા, તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ.

8 હામના પુત્રો: કૂશ, મિસરાઈમ, પૂટ તથા કનાન.

9 કૂશના પુત્રો: સાબા, હવીલા, સાબ્તા, રામા તથા સાબ્તેકા. રામાના પુત્રો: શબા તથા દદાન.

10 કૂશને નિમ્રોદ નામે એક પુત્ર હતો; જે પૃથ્વી પર પ્રથમ મહાન વિજેતા બન્યો.

11 મિસરાઈમથી લૂદ્દીમ, અનામીમ, લહાબીમ, નાફતુહીમ,

12 પાથ્રુસીમ, ક્સ્લુહીમ (તે પલિસ્તીઓનો પૂર્વજ છે) તથા કાફતોરીમ થયા.

13 કનાનના પુત્રો: તેના જયેષ્ઠ પુત્ર સિદોન પછી હેથ,

14 યબૂસી, અમોરી, ગિર્ગાશી.

15 હિવ્વી, આર્કી, સીની,

16 આર્વાદી, સમારી તથા હમાથી.

17 શેમના પુત્રો: એલામ, આશ્શૂર, આર્પાકશાદ, લૂદ, અરામ, ઉસ, હૂલ, ગેથેર તથા મેશેખ.

18 આર્પાકશાદ શેલાનો પિતા હતો, શેલા એબેરનો પિતા હતો.

19 એબેરને બે પુત્ર હતા: એકનું નામ પેલેગ પાડયું હતું; કારણ, તેના સમયમાં પૃથ્વીના વિભાગ થઈ ગયા હતા. બીજા પુત્રનું નામ યોકટાન હતું.

20 યોકટાનના પુત્રો: આલ્મોદાદ, શેલેફ, હસાર્માવેથ, યેરા.

21 હદોરામ, ઉઝાલ, દિકલા;

22 એબાલ, અલીમાએલ, શબા;

23 ઓફીર, હવીલા તથા યોબાબ.

24 શેમથી અબ્રામ સુધીની વંશાવળી આ પ્રમાણે છે: શેમ, આર્પાકશાદ, શેલા;

25 એબેર, પેલેગ, રેઉ;

26 સરૂગ, નાહોર, તેરા;

27 અબ્રામ (એટલે અબ્રાહામ).


ઇશ્માએલના વંશજો
( ઉત. 25:12-16 )

28 અબ્રાહામને બે પુત્રો હતા: ઇસ્હાક તથા ઇશ્માએલ.

29 તેમની વંશાવળી આ પ્રમાણે છે: ઇશ્માએલના પુત્રો: નબાયોથ જયેષ્ઠપુત્ર, પછી કેદાર, આદબએલ, મિબ્સામ,

30 મિશ્મા, દૂમા, માસ્સા, હદાદ, તેમા;

31 યટુર, નાફીશ તથા કેદમા.

32 અબ્રાહામની ઉપપત્ની કટૂરાથી જન્મેલા તેના પુત્રો: ઝિમ્રાન, યોકશાન, મદાન, મિદ્યાન, યિશ્બાક, તથા સૂઆ. યોકશાનના પુત્રો: શબા તથા દદાન.

33 મિદ્યાનના પુત્રો: એફા, એફેર, હનોખ, અબીદા તથા એલ્દાઆ.


એસાવના વંશજો
( ઉત. 36:1-19 )

34 અબ્રાહામના પુત્ર ઇસ્હાકને બે પુત્રો હતા - એસાવ અને ઇઝરાયલ.

35 એસાવના પુત્રો: એલિફાઝ, રેઉએલ, યેઉશ, યાલામ, તથા કોરા.

36 એલિફાઝના પુત્રો: તેમાન, ઓમાર, સફી, ગાતામ, કનાજ, તિમ્ના તથા અમાલેક.

37 રેઉએલના પુત્રો: નાહાથ, ઝેરા, શામ્મા તથા મિઝઝા.


અદોમના મૂળ રહેવાસીઓ
( ઉત. 36:20-30 )

38 સેઇરના પુત્રો: લોટાન, શોબાલ, સિબ્યોન, અના, દિશોન, એસેર તથા દીશાન.

39 લોટાનના પુત્રો: હોરી તથા હોમામ; તિમ્ના લોટાનની બહેન હતી.

40 શોબાલના પુત્રો: આલ્યાન, માનાહાથ, એબાલ, શફી તથા ઓનામ. સિબ્યોનના પુત્રો: આથા તથા અના.

41 અનાનો પુત્ર: દિશોન. દિશોનના પુત્રો: હામ્રાન, એશ્બાન, યિથ્રાન તથા કરાન.

42 એસેરના પુત્રો: બિલ્હાન, ઝાવાન તથા યાકાન. દિશાનના પુત્રો: ઉસ તથા આરાન.


અદોમના રાજાઓ
( ઉત. 36:31-43 )

43 ઇઝરાયલીઓ પર કોઈ પણ રાજાએ રાજ કર્યું તે પહેલાં અદોમ દેશમાં રાજ કરનાર રાજાઓ આ પ્રમાણે છે: બેઓરનો પુત્ર બેલા; તેના નગરનું નામ દીનહાબા હતું.

44 બેલા મરણ પામ્યો એટલે તેની જગાએ બોસ્રા નગરના ઝેરાના પુત્ર યોબાબે રાજ કર્યું.

45 યોબાબ મરણ પામ્યો એટલે તેની જગાએ તેમાનના પ્રદેશના હૂશામે રાજ કર્યું.

46 હુશામ મરણ પામ્યો, એટલે તેની જગાએ અવીથ નગરના બદાદના પુત્ર હદાદે રાજ કર્યું. (મોઆબ પ્રદેશમાં ખેલાયેલ યુદ્ધમાં તેણે મિદ્યાનીઓને હરાવ્યા હતા.)

47 હદાદ મરણ પામ્યો, એટલે તેની જગ્યાએ માસ્રેકામાંના સામ્લાએ રાજ કર્યું.

48 સામ્લા મરણ પામ્યો, એટલે તેની જગાએ નદી પરના રહોબોથના શાઉલે રાજ કર્યું.

49 શાઉલ મરણ પામ્યો, એટલે તેની જગાએ આખ્બોરના પુત્ર બઆલ-હાનાને રાજ કર્યું.

50 બઆલ-હાનાન મરણ પામ્યો, એટલે તેની જગાએ પાઈ નગરના હદાદે રાજ કર્યું. તેની પત્નીનું નામ મહેરાબએલ હતું; તે મેઝાહાબની પુત્રી માટ્રેદની પુત્રી હતી.

51 અદોમના રાજવીઓ આ પ્રમાણે હતા: તિમ્ના, આલ્વા, યથેથ,

52 ઓહોલીબામા, એલા, પીનોન,

53 કનાઝ, તેમાન, મિબ્સાર,

54 માગ્દીએલ અને ઇરામ.

Gujarati Common Language Bible - પવિત્ર બાઇબલ C.L.

Copyright © 2016 by The Bible Society of India
Used by permission. All rights reserved worldwide

Bible Society of India
Lean sinn:



Sanasan