ગીતશાસ્ત્ર 85 - પવિત્ર બાઈબલનિર્દેશક માટે. કોરાહના દીકરાઓનું એક સ્તુતિગીત 1 હે યહોવા, તમારા દેશ પર તમે તમારી કૃપા દર્શાવી છે. અને તમે યાકૂબના બંદીઓને આ દેશમાં પાછા મોકલી આપ્યા છે. 2 તમારા લોકોના પાપો તમે માફ કર્યા છે; અને તમે તેઓનાઁ બધા પાપોનું પ્રાયશ્ચિત કર્યુ છે. 3 તેથી હવે તમારા કોપનો ભસ્મ કરનારા ક્રોધનો અંત આવ્યો છે. 4 હે મારા દેવ, અમારા તારનાર, તમારા પર પ્રેમ કરવામાં તમે અમને સંસ્થાપિત કરો. જેથી ફરી કદી તમારે અમારા ઉપર ક્રોધીત ન થવું પડે. 5 શું તમે સદા અમારા પર કોપાયમાન રહેશો? શું તમારો કોપ પેઢી દર પેઢી લંબાવાશે? 6 હે યહોવા, અમને પુન:પ્રસ્થાપિત કરો જેથી અમે, તમારા લોકો ફરી તમારામાં આનંદ પામીએ. 7 તમારો પ્રેમ અને દયા, અમારા ઉપર રેડી દો. અને અમને તમારું તારણ પમાડો. 8 યહોવા દેવ જે કહે છે તે હું કાળજી પૂર્વક સાંભળુ છું. યહોવા તેના લોકોને અને તેના વફાદાર અનુયાયીઓને શાંતિનું વચન આપે છે; પરંતુ તેઓ તેમની મૂર્ખાઇ તરફ ચોક્કસ પાછા ન વળે. 9 જેઓ તેમનો ભય રાખે છે તેમને દેવનું તારણ છે. બહુ જલદી અમારી ભૂમિ પર અમે માન પૂર્વક રહીશું. 10 કૃપા અને સત્યતા એકબીજાની સાથે મળેલી છે; ન્યાયીપણાએ તથા શાંતિએ એકબીજાને ચુંબન કર્યુ છે. 11 પૃથ્વીમાંથી સત્ય ઉપર ઉંચે જાય છે. અને ન્યાયીપણું આકાશમાંથી વરસશે. 12 હા, યહોવા “કલ્યાણ” આપશે; અને આપણો દેશ મબલખ પાક ઉપજાવશે. 13 તેમનું ન્યાયીપણું આગળ ચાલશે, અને તેમનાં પગલા માટે માર્ગ તૈયાર કરે છે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International