Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 77 - પવિત્ર બાઈબલ


નિર્દેશક માટે. યદૂથૂનની રીત પ્રમાણે રચાયેલું.આસાફનું ગીત.

1 મે યહોવાને મદદ માટે પોકાર કર્યો; મારી વિનંતી સાંભળે તે માટે પોકાર કર્યો.

2 જ્યારે મારા માથે ભારે સંકટ આવ્યું, મેં સહાય માટે યહોવા તરફ દ્રૃષ્ટિ કરી. મેં તેમને આકાશ તરફ હાથ ઊંચા કરીને આખી રાત પ્રાર્થના કરી જ્યાં સુધી મારા હકમાં કઈં કરશે નહિ ત્યાં સુધી દિલાસો પામીશ નહિ.

3 હું દેવનું સંભારું છું, અને નિસાસાની શરુઆત કરું છું. મને શું થાય છે તે કહેવા માટે હું પ્રાર્થના કરવાનો પ્રયત્ન કરું છું, પરંતુ હું નિર્બળ અને લગભગ મૂછિર્ત થાઉં છું.

4 તમે મને ઊંછમાંથી જાગતો રાખ્યો હું ખૂબ મુશ્કેલીમાં હતો કે બોલી શકતો નહિ.

5 હું અગાઉના દિવસો અને પૂર્વનાં વર્ષોનો વિચાર કરું છું.

6 તે સમયે આનંદના ગીતોથી મારી રાત્રીઓ ભરપૂર હતી, હું મનન કરી બદલાયેલી સ્થિતિ વિષે આત્મખોજ કરું છું.

7 “શું યહોવા સર્વકાળ માટે તજી દેશે? ફરીથી કદી તે શું પ્રસન્ન થશે નહિ?

8 શું અશ્ય થઇ ગયો તેમનો અચળ પ્રેમ? શું નિષ્ફળ ગયાં તેમણે અમને આપેલા વચન?”

9 અમારા પર કૃપા કરવાનુ દેવ શું ભૂલી ગયાં? શું તેમણે તેમની સહાનુભૂતિને કોપમાં બદલી નાખી?

10 પછી મેં મારી જાતે વિચાર્યુ, “મને જે સૌથી વધારે અસ્વસ્થ કરે છે તે આ છે.”

11 શું પરાત્પર દેવે તેમનું સાર્મથ્ય બતાવવાનું બંધ કર્યુ છે? અને હું તેમનાં અગાઉનાં ચમત્કાર સંભારીશ.

12 હું તમારાં સર્વ કામોનું મનન કરીશ, અને તમારા કૃત્યો વિષે વિચાર કરીશ.

13 હે યહોવા, તમારા માર્ગો પવિત્ર છે, તમારા જેવા મહાન કોઇ દેવ નથી!

14 તમે ચમત્કારો અને અદભૂત કાર્યો કરનાર દેવ છો, તમે રાષ્ટ્રોને તમારું સાર્મથ્ય બતાવી દીધું છે.

15 તમે તમારા લોકો યાકૂબ અને યૂસફનાં બાળકોને તમારા મહાન સાર્મથ્યથી બચાવ્યાં છે.

16 તમને રાતા સમુદ્રે જ્યારે નિહાળ્યાં ત્યારે તે ભયભીત થયો, અને તેનાં ઊંડાણો પણ ધ્રૂજી ઊઠયાતા.

17 વાદળોએ પાણી વરસાવ્યું, ગર્જનાના પડઘા આકાશે પાડ્યાં; વીજળીરૂપી બાણો ચોતરફ ઊડ્યા.

18 મેઘ ગર્જનામાંથી ભયંકર ઘોંઘાટ આવ્યો તારી ગર્જનાનો; વીજળીઓ ચમકી અને જગતને પ્રકાશિત કર્યુ. અને પૃથ્વી કંપી તથા ડોલી.

19 તમારો માર્ગ તો સમુદ્રમાં, અને વાટો હતી મહાજળમાં; તમારા પગલાં કોઇનાં જોવામાં આવ્યાં નહિ.

20 તમે મૂસા તથા હારુનની મારફતે, તમારા લોકોને ઘેટાનાં ટોળાની માફક દોર્યા.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan