Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 67 - પવિત્ર બાઈબલ


નિર્દેશક માટે. વાજીંત્રો સાથે સ્તુતિનું ગીત.

1 હે દેવ, અમારા પર કૃપા કરો, અને આશીર્વાદ આપો; ને અમારા પર તમારા મુખનો પ્રકાશ આવવા દો.

2 જેથી પૃથ્વી પરનો પ્રત્યેક વ્યકિત તમારા માર્ગો વિષે ભલે શીખે. ભલે બધીજ પ્રજાઓ તમારા તારણની શકિત વિષે જાણે.

3 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે; સર્વ લોકો તમારી આભારસ્તુતિ કરે.

4 પ્રજાઓ આનંદ કરશે અને હર્ષથી ગાશે; કારણ, પૃથ્વી પરની પ્રજાઓ ઉપર તમે રાજ કરશો; અને લોકોનો અદલ ઇન્સાફ કરશો.

5 હે દેવ, લોકો તમારી આભારસ્તુતિ કરે; હે પ્રજાઓ, તમે તેમનો આભાર માનો.

6 પૃથ્વીએ આપણને તેનો વિપુલ પાક આપ્યો છે. હા, યહોવા આપણા દેવ આપણને આશીર્વાદ આપશે.

7 દેવ આપણને આશીર્વાદ આપશે, પૃથ્વીનાં સર્વ લોકો દેવનો ભય રાખો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan