Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 47 - પવિત્ર બાઈબલ


નિર્દેશક માટે. કોરાહનાં કુટુંબનું ગીત.

1 આવો તમે, હે સર્વ લોકો, તાળી પાડો, આનંદથી મોટા અવાજે દેવના સ્તુતિગાન કરો.

2 કારણ પરાત્પર યહોવા સમગ્ર પૃથ્વીના રાજાધિરાજ એ અતિ ભયાવહ છે.

3 તે બીજા રાષ્ટ્રોને આપણા તાબામાં અને આપણા શાસન નીચે મૂકે છે.

4 તે આપણા માટે આપણો વારસો પસંદ કરે છે, અને એટલે જ તેમણે, પોતાના વહાલા યાકૂબની ઉત્તમતા પસંદ કરી છે.

5 હા, આનંદના પોકારો સાથે અને રણશિંગડાના નાદ સાથે, યહોવા રાજગાદી પર ચઢી ગયા છે.

6 દેવનાં સ્તોત્રો ગાઓ, આપણા રાજાના સ્તોત્રો ગાઓ; પ્રશંસા કરતાં ગીતો ગાઓ.

7 દેવ સમગ્ર પૃથ્વીના રાજા છે. તેમની પ્રશંસાના ગીતો ગાઓ.

8 તે પોતાનાં પવિત્ર સિંહાસન પર બિરાજમાન છે, અને સર્વ પ્રજાઓ પર રાજ કરે છે.

9 ઇબ્રાહિમનાં દેવના લોકો સાથે બધાં રાષ્ટ્રોના નેતાઓ ભેગા થયા છે. બધાં રાષ્ટ્રોના બધા નેતાઓ દેવની માલિકીના જ છે, દેવ સવોર્ચ્ચ છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan