Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગીતશાસ્ત્ર 28 - પવિત્ર બાઈબલ


દાઉદનું ગીત.

1 હે યહોવા, તમને મદદ માટે પ્રાર્થના કરૂં છું. હે મારા ખડક, તમારા કાન બંધ રાખતો નહિ, કારણકે તમે મારા મદદના પોકાર નો જવાબ નહિ આપો તો મારી ગણના કબરમાંના મૃત લોકો જેવી જ થશે.

2 હે યહોવા, મદદ માટેની મારી બૂમો સાંભળો. તમારી પરમપવિત્રસ્થાન તરફ હું હાથ ઊંચા કરું છું; અને તમારી સહાય માટે ખરા મનથી પ્રાર્થના કરું છું.

3 મને દુષ્ટતા કરનારા અને પાપીઓ વચ્ચે ધકેલી ન દેતા. તે કુકમીર્ઓ તેમના પડોશીઓને “સલામ” કરે છે પરંતુ તેઓ તેમની વિરુદ્ધ દુષ્ટતા કરવાની યોજના કરી રહ્યાં છે.

4 તમે તેમને તેમની દુષ્ટતા પ્રમાણે ફળ આપજો, તેમને તેમની સર્વ દુષ્ટતાનો તમે બદલો વાળી આપજો; જે ભારી શિક્ષાને તેઓ યોગ્ય છે, તમે તેમને તે શિક્ષા કરો.

5 તેઓ યહોવાની, તેમના મહાન કર્મોની અને તેમના હાથનાં કામોની સંપૂર્ણ અવગણના કરે છે; જૂનાં પુરાણાં મકાનની જેમ યહોવા તેઓને તોડી પાડશે અને ફરી કદી સ્થાપિત કરશે નહિ.

6 યહોવાની સ્તુતિ થાઓ, કારણ તેમણે મારા કાલાવાલા સાંભળ્યા છે.

7 યહોવા મારું સાર્મથ્ય અને ભયસ્થાનોમો મારી ઢાલ છે. મારા હૃદયે તેમનો ભરોસો રાખ્યો છે, અને મને તેમની સહાય મળી છે. મારા હૃદયમાં અત્યંત આનંદ થાય છે, તેમની સ્તુતિ ગાઇને હું તેમનો આભાર માનું છુ.

8 યહોવા તેમનાં લોકોને મજબૂત બનાવે છે. યહોવા તારણહાર છે, અને તેમના પસંદ કરેલાઓનું સાર્મથ્ય છે.

9 હે યહોવા, તમારા લોકોનો તમે ઉદ્ધાર કરો, અને તમારા વારસાને આશીર્વાદ આપો. વળી તેઓનું હંમેશા પાલનપોષણ કરી તમારા લોકોને ઊંચકી રાખો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan