ગીતશાસ્ત્ર 128 - પવિત્ર બાઈબલમંદિરે ચઢવાનું ગીત. 1 જેઓ યહોવાનો ભય રાખે છે અને તેના માર્ગમાં ચાલે છે; તે સર્વને ધન્ય છે. 2 તેઓ જાત પરિશ્રમથી કમાયેલી વસ્તુઓનો આનંદ માણશે. તેઓ સુખી થશે અને તેઓ આશીર્વાદિત હશે. 3 તારી પત્ની તારા ઘરના અંત:પુરમાં ફળવત દ્રાક્ષાવેલાના જેવી થશે; તારા સંતાનો તારી મેજની આસપાસ જૈતુન વૃક્ષના રોપા જેવા થશે. 4 જે યહોવાથી ડરે છે તેને એવો આશીર્વાદ મળશે. 5 યહોવા તને સિયોનમાંથી આશીર્વાદ આપશે; તમે જીવનના સર્વ દિવસો પર્યંત યરૂશાલેમની સારી વસ્તુઓનો આનંદ માનશો. 6 તું પોતાના સંતાનોનાં સંતાનો જોશે. ઇસ્રાએલને શાંતિ થાઓ. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International