Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

નીતિવચનો 14 - પવિત્ર બાઈબલ

1 દરેક ડાહી સ્ત્રી પોતાનું ઘર ઊભું કરે છે, પણ એક મૂર્ખ સ્ત્રી તેણીના પોતાને હાથે તેનો નાશ કરે છે.

2 જે પોતાની વિશ્વસનીયતામાં ચાલે છે તે યહોવાનો ડર રાખે છે. પણ જેના માર્ગો વાંકા છે તે તેને ધિક્કારે છે.

3 મૂર્ખના મોઢામાં અભિમાનનો દંડો છે, પણ જ્ઞાની વ્યકિતની વાણી રક્ષણ કરે છે.

4 બળદ ન હોય તો ગભાંણ સાફ જ રહે છે. પરંતુ મબલખ પાક બળદના બળથી જ પાકે છે.

5 સાચો સાક્ષી જૂઠું બોલે નહિ, પણ જૂઠો સાક્ષી શ્વાસે શ્વાસે જૂઠું બોલે છે.

6 હાંસી ઉડાવનાર જ્ઞાન શોધે છે પણ પામતો નથી, ડાહી વ્યકિત પાસે જ્ઞાન સહેલાઇથી આવે છે.

7 મૂર્ખ માણસથી આઘા રહેવું, તેની પાસે તને જ્ઞાની શબ્દો સાંભળવા નહિ મળે,

8 ડાહ્યા માણસનું ડહાપણ, વિચારીને કાળજી પૂર્વક પગ મૂકવામાં છે, પણ મૂર્ખની મૂર્ખાઇ તેને ગેરમાર્ગે દોરે છે.

9 મૂર્ખ પ્રાયશ્ચિતને હસવામાં ઉડાવે છે, પણ ભલા માણસો દેવની કૃપા મેળવે છે.

10 જ્યારે કોઇ વ્યકિતનું હૃદય વ્યથિત હોય છે ત્યારે ફકત તે વ્યકિતજ તેનું દુ:ખ અનુભવે છે. એ જ રીતે, જ્યારે કોઇ વ્યકિત સુખી હોય છે ત્યારે કોઇ અજાણ્યો તેના સુખમાં જોડાઇ શકતો નથી.

11 દુર્જનનું ઘર બરબાદ થઇ જશે, પણ સજ્જન વ્યકિતના તંબૂ સમૃદ્ધ થશે.

12 એક રસ્તો એવો છે જે વ્યકિતને લાગે છે કે તે સારો છે, પણ અંતે તો મોતનો રસ્તો નિવડે છે.

13 એવું પણ બની શકે કે જ્યારે વ્યકિત હસતી હોય, ત્યારે તેનું હૃદય વ્યથિત હોય અને હર્ષનો અંત શોકમાં આવે છે.

14 દુષ્ટ વ્યકિત તેના કુકર્મોની સજા ભોગવે છે અને ભલી વ્યકિત પોતાનાં કર્મોનું ફળ માણે છે.

15 જ્ઞાની માણસ બધું માની લે છે, પણ ચતુર માણસ જોઇ જોઇને પગ મૂકે છે.

16 જ્ઞાની માણસ ચેતતો રહે છે અને આફતને ટાળે છે, પણ મૂર્ખ હેતુ વિહીન છે અને વધુ પડતો વિશ્વાસ ધરાવે છે.

17 જલ્દી ક્રોધ કરનાર મૂર્ખાઇ કરી બેસે છે, અને દુષ્ટ યોજનાઓ ઘડનાર ધિક્કાર પામે છે.

18 ભોળા લોકો મૂર્ખાઇનો વારસો પામે છે; પણ ડાહ્યા લોકોને વિદ્યાનો મુગટ પહેરાવવામાં આવે છે.

19 દુર્જનોને સજ્જનો આગળ ઝૂકવું પડે છે, તેમને સદાચારીઓને બારણે નમવું પડે છે.

20 ગરીબને પોતાના પડોશીઓ પણ ધિક્કારે છે, પરંતુ ધનવાનને ઘણા લોકો ચાહે છે.

21 બીજાને હલકા ગણનાર પાપમાં પડે છે, પણ ગરીબ પર દયા કરનાર સુખ પામે છે.

22 ભૂંડી યોજનાઓ ઘડનાર ભૂલા પડે છે, સારી યોજનાઓ ઘડનારને કૃપા અને સત્ય મળે છે.

23 જ્યાં મહેનત ત્યાં બરકત છે; પણ ખાલી વાતો જ થાય ત્યાં દળદર લાવનારી છે.

24 જ્ઞાનીઓનો મુગટ તેઓની સંપત્તિ છે. મૂર્ખાઇ એ મૂર્ખો માટેનો બદલો છે.

25 સાચો સાક્ષી જીવ બચાવે છે, પણ કપટી માણસ જૂઠાણા શ્વસે છે.

26 યહોવાનાં ભયમાં ઢ વિશ્વાસ સમાયેલો છે. તેનાં સંતાનને તે આશ્રય આપે છે.

27 મોતના ફાંસલામાંથી છૂટી જવાને માટે યહોવાનો ભય જીવન સ્ત્રોત છે.

28 ઘણી પ્રજા તે રાજાનું ગૌરવ છે; પણ પ્રજા વગર શાસક નાશ પામે છે.

29 જેનામાં વધારે ધીરજ છે તે વધારે સમજુ છે, પણ ઝટ ગુસ્સે થનાર મૂર્ખાઇનું પ્રદર્શન કરે છે.

30 હૃદયની શાંતિ શરીરનું જીવન છે; પણ ઇર્ષ્યા હાડકાનો સડો છે.

31 ગરીબને રંજાડનાર તેના સર્જનહારનું અપમાન કરે છે. પણ ગરીબ ઉપર રહેમ રાખનાર તેને સન્માને છે.

32 જ્યારે મુશ્કેલીઓ આવે છે, દુરાચારીનું પતન થાય છે પરંતુ ન્યાયી વ્યકિત પોતાના મૃત્યુમાં પણ આશા રાખે છે.

33 બુદ્ધિમાન હૃદયમાં જ્ઞાન વસે છે, તે મૂર્ખની વચ્ચે પણ જાણીતું છે.

34 ન્યાયીપણાથી પ્રજા મહાન બને છે, પણ પાપ તો પ્રજાનું કલંક છે.

35 બુદ્ધિમાન સેવક પર રાજાની કૃપા હોય છે, પણ નિર્લજ્જ સેવકો પર તેનો રોષ ઉતરે છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan