Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ગણના 24 - પવિત્ર બાઈબલ


બલામની ત્રીજી ભવિષ્યવાણી

1 બલામને ખબર પડી કે યહોવા ઇસ્રાએલને આશીર્વાદ આપવા ઈચ્છે છે, તેથી તેણે જાદૂઈ ખેલો કરીને તેને બદલવા પ્રયત્ન કર્યો નહિ. તેને બદલે તે રણ તરફ ઇસ્રાએલી છાવણી તરફ ફરીને ઊભો રહ્યો.

2 તેણે જોયું તો ઇસ્રાએલીઓએ કુળસમૂહો પ્રમાંણે છાવણી નાંખી હતી. પછી દેવના આત્માંએ તેનામાં પ્રવેશ કર્યો.

3 અને તેણે ભવિષ્યવાણી ઉચ્ચારતા કહ્યું, “બયોરનો પુત્ર બલામ કહે છે, જે સ્પષ્ટ નિહાળે છે તે દિવ્ય દૃષ્ટિ ધરાવનારની વાણી છે.

4 દેવના શબ્દો સાંભળનારની વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલાં દિવ્યદર્શનો જોનારની વાણી છે.

5 “હે યાકૂબના લોકો, તમાંરા મંડપ કેવા સુંદર છે! હે ઇસ્રાએલીઓ તમાંરા ઘરો કેવા રઢિયાળ છે!

6 જાણે નદીકાંઠે વિસ્તરેલા બાગબગીચા, જાણે યહોવાએ રોપેલા કુવારના છોડ,

7 અને પાણી પાસેના એરેજ વૃક્ષના જેવા છે, તેઓને ભરપૂર પાણીથી આશીર્વાદિત કરવામાં આવશે. ઘણું જળસીંચન કરેલા ખેતરોમાં તે બી વાવશે. તેઓનો રાજા અગાગ રાજા કરતાં મહાન થશે; તેઓનું રાજ્ય પ્રતાપી રાજ્ય બનશે.

8 “દેવ તેઓને મિસરમાંથી લઈ આવ્યા તે જ રાની બળદના શીંગડાની જેમ તેમનું રક્ષણ કરે છે. તેઓ સિંહ જેવા છે; પોતાની વિરુદ્ધ થનાર પ્રજાઓને તે ખાઈ જશે; તે તેઓનાં હાડકાં ભાંગીને ચૂરા કરશે, અને તે અસંખ્ય તીરોથી તેઓને વીંધી નાખશે.

9 પછી તે આડો પડીને ઊઘે છે, તેને ઉઠાડવાની હિંમત કોણ કરે? હે ઇસ્રાએલીઓ, તમને જે આશીર્વાદ આપે તેના પર આશીર્વાદ ઊતરો, તમને જે શ્રાપ આપે તેના પર શ્રાપ ઊતરો.”

10 આ સાંભળીને રાજા બાલાક બલામ પર ખૂબ ગુસ્સે થયો. ક્રોધાવેશમાં મુક્કી પછાડીને તેણે અણગમો વ્યક્ત કરતાં ઊંચા સાદે કહ્યું, “હું માંરા દુશ્મનોને શ્રાપ આપવા માંટે તને લઈ આવ્યો અને તેં ત્રણ ત્રણ વાર તેમને આશીર્વાદ આપ્યા!

11 ચાલ, ભાગ, અહીંથી ચાલ્યો જા. ઘર ભેગો થઈ જા! મેં તને ભારે સન્માંન આપવાનું વચન આપ્યું હતું, પણ યહોવાએ તને તેનાથી વંચિત રાખ્યો છે.”

12 બલામે પ્રત્યુત્તર આપ્યો, “મેં તો તેં મોકલેલા માંણસોને કહ્યું હતું કે,

13 ‘બાલાક મને તેના ઘરનું બધું સોનું અને ચાંદી આપે, તોયે હું યહોવાની આજ્ઞાની વિરુદ્ધ જઈને માંરી મરજી મુજબ સારું કે ખરાબ કઈ જ ન કરી શકું. હું તો યહોવા જે કહેવાનું મને કહેશે તે જ કહીશ.’

14 હવે હું માંરા લોકો પાસે જાઉ છું પણ તે પહેલા તને સાવધાન કરતો જાઉ છું કે આ ઇસ્રાએલીઓ ભવિષ્યમાં તમાંરા મોઆબીઓના શા હાલ કરશે.”


બલામની છેલ્લી ભવિષ્યવાણી

15 એમ કહીને તેણે નીચે પ્રમાંણે ભવિષ્યવાણી પ્રગટ કરી: “બયોરના પુત્ર બલામની, દિવ્ય દ્રષ્ટિ ધરાવનારની આ વાણી છે.

16 દેવના શબ્દો સાંભળનારની, જેને પરાત્પર દેવ પાસે જ્ઞાન પ્રાપ્ત કર્યુ છે તેની આ વાણી છે. સમાંધિમગ્ન છતાં ખુલ્લાં અંતઃચક્ષુથી સર્વસમર્થ દેવે બતાવેલા દિવ્યદર્શનો જોનારની આ વાણી છે.

17 “હું જે જોઉ છું તે દૃશ્ય આજનું નથી, પણ ભવિષ્યનું છે. યાકૂબના વંશમાંથી એક તારો ઊગશે, ઇસ્રાએલના લોકોમાંથી એક નવો શાસક આવશે, તે પોતાના રાજદંડથી મોઆબીઓનાં પ્રાણ હરશે. અને શેથના પુત્રોનો તે નાશ કરશે.

18 ઇસ્રાએલ મજબૂત બનશે! તેને અદોમની ભૂમિ પ્રાપ્ત થશે. તેને તેના દુશ્મન સેઈરની ભૂમિ પ્રાપ્ત થશે.

19 “યાકૂબના કુટુંબમાંથી એક નવો શાસક આવશે. તે શાસક શહેરમાં બાકી રહેલા લોકોનો વિનાશ કરશે.”

20 પછી બલામે અમાંલેકીઓને જોયા અને ભવિષ્યવાણી પ્રગટ કરી: “અમાંલેકીઓ સર્વ પ્રજાઓમાં આગળ હતા; પણ તેનો અંત સંપૂર્ણ વિનાશમાં આવશે.”

21 પછી કેનીઓને જોયા પછી બલામે ભવિષ્યવાણી કરી: “તમાંરું આશ્રયસ્થાન લાગે છે તો સુરક્ષિત, તે ખડકોમાં બાંધેલા માંળા સમાંન છે.

22 પણ એ બળી જવા નિમાંયો છે. કેનીઓનો વિનાશ થશે. તમે કયાં સુધી આશ્શૂરના કેદી બની રહેશો?”

23 અંતમાં તેણે ભવિષ્યવાણી પ્રગટ કરતાં કહ્યું: “દેવ આ પ્રમાંણે કરે ત્યારે કોણ જીવી શકે?

24 કિત્તીમમાંથી (સાયપ્રસ) કિનારા પરથી વહાણો આવશે. તેઓ આશ્શૂરને અને એબેરને કચડી નાખશે, પછી છેવટે વિજેતા પણ વિનાશ પામશે.”

25 પછી બલામ ઊઠીને પોતાને ઘેર ફર્યો અને બાલાક પણ પોતાના રસ્તે પડયો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan