Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

માલાખી 1 - પવિત્ર બાઈબલ

1 માલાખી પ્રબોધક દ્વારા ઇસ્રાએલી પ્રજાજોગ યહોવાએ મોકલેલાં વચન.


દેવ ઇસ્રાએલને પ્રેમ કરે છે

2 યહોવા કહે છે કે, “મેં તમને પ્રેમ કર્યો છે,” તેમ છતાં તમે પૂછો છો કે, “તમે અમને પ્રેમ કરો છો તે પ્રગટ થાય છે?” ત્યારે યહોવા જવાબ આપે છે, “એસાવ અને યાકૂબ ભાઇઓ હતા, પણ મેં યાકૂબ પર મારો પ્રેમ દર્શાવ્યો છે.

3 પણ એસાવનો મેં તિરસ્કાર કર્યો છે. મેં એસાવના પહાડી પ્રદેશને ઉજ્જડ બનાવી દીધો છે, અને તેના વતનને જંગલના પશુઓનો વાસ બનાવી દીધું છે.”

4 જો અદોમના વારસદારો કહે, “અમે અમારા વિનાશ થઇ ગયેલાં સ્થાનોને ફરીથી બાંધીશું,” પણ સૈન્યોનો દેવ યહોવા કહે છે, “તમારી ઇચ્છા હોય તો તમે કરો, પણ હું ફરીથી તેનો નાશ કરીશ,” કારણકે તેઓની ભૂમિને “દુષ્ટતાનો દેશ” એવું નામ અપાયેલું છે અને ત્યાંના લોકોને યહોવા જેઓના પર હંમેશા કોપાયમાન રહે છે તેવા લોકો કહેવામાં આવે છે.

5 તમે તમારી નજરે તે જોવા પામશો, ને તમે પોતે જ કહેશો કે, “ઇસ્રાએલની સીમાને પાર પણ યહોવાનો પ્રતાપ પહોંચે છે!”


લોકો દેવને સન્માન નથી આપતાં

6 સૈન્યોનો દેવ યહોવા યાજકોને પૂછે છે, “પુત્ર પોતાના પિતાને માન આપે છે અને ગુલામ તેના ધણીથી ડરતો રહે છે. હે યાજકો, હું તમારો પિતા અને દેવ છું, છતાં તમે મને માન નથી આપતા, પણ મારા નામને ધિક્કારો છો.” અને પછી પૂછો છો, “અમે તમારા નામને ધિક્કારીએ કેવી રીતે?”

7 યહોવા કહે છે, “તમે મારી વેદી પર અપવિત્ર અર્પણો અપોર્ છો અને પછી પૂછો છો, ‘અમે તમને શી રીતે ષ્ટ કર્યા?’ “કારણકે તમે એમ માની લીધું હતું કે, યહોવાની વેદીનું સન્માન થવું ન જોઇએ.

8 “આંધળા જાનવરની બલિ ચઢાવવામાં આવે તે ખોટું છે. જો કોઇ, લંગડા કે ખોડખાંપણવાળા કે રોગિષ્ટ જાનવરની બલિ ચઢાવવામાં આવે તો તે ખોટું છે. તમે જો એવી ભેટ કોઇ રાજકર્તાને માટે લાવો તો શું તે સ્વીકાર કરશે? શું તે તમારા પર પ્રસન્ન થશે?” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

9 “તમે યાજકો યહોવાને રીઝવવાનો પ્રયત્ન તો કરી જુઓ! તમે કહો છો, યહોવા, અમારા પર દયા કરો; કૃપા કરો. પણ તમે આવાં જ અર્પણો લાવો પછી શા માટે તે તમારા પ્રત્યે ભલાઇ બતાવે?” આ સૈન્યોના દેવ યહોવાના વચન છે.

10 સૈન્યોનો દેવ યહોવા કહે છે, “આવા ષ્ટ અર્પણો અર્પવા કરતાં તો મંદિરના બારણાં બંધ કરી દેવા અને અગ્નિ ન પ્રગટાવવો તે વધારે સારું હું તમારા પર જરાપણ પ્રસન્ન નથી. હું તમારા અર્પણો સ્વીકારીશ નહિ.”

11 “મારું નામ પૂર્વથી પશ્ચિમ સુધી મહાન મનાય છે, અને સર્વ સ્થળે મારે નામે ધૂપ તથા પવિત્ર અર્પણ ચઢાવવામાં આવે છે. કારણકે સૈન્યોનો દેવ યહોવા કહે છે કે, સર્વ પ્રજાઓમાં મારા નામનો મહિમા છે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

12 “પરંતુ યહોવાની યજ્ઞવેદી અપવિત્ર છે, અને તેનું ફળ, એટલે તેનું અન્ન તિરસ્કારપાત્ર છે એવું કહીને તમે તેનું અપમાન કરો છો. વળી બલિદાનો માટે બીમાર પ્રાણીઓને લાવવા તમે લોકોને ઉત્તેજન આપો છો.

13 અને પછી કહો છો, આ કેવું કંટાળાજનક છે! તમે અપંગ, લૂલાં કે રોગી પશુઓ બલિ તરીકે ચઢાવો તો હું તેનો સ્વીકાર કરું ખરો?” એમ યહોવા કહે છે.

14 “જેની પોતાની પાસે તંદુરસ્ત ઘેટો હોવા છતાં ખોડવાળું પ્રાણી માનતામાં બલિદાનમાં ચઢાવે છે તે ઠગને ધિક્કાર હો! હું રાજાધિરાજ છું, અને મારા નામથી તમામ પ્રજાઓ ડરે છે.” આ સૈન્યોનો દેવ યહોવાના વચન છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan