Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

લેવીય 10 - પવિત્ર બાઈબલ


દેવ દ્વારા નાદાબ અને અબીહૂનો નાશ

1 હારુનના પુત્રો નાદાબ તથા અબીહૂએ ધૂપદાનીમાં અપવિત્ર આગ્નિ મૂકયો અને તે અગ્નિ પર ધૂપ નાખ્યો. અને તે ધૂપ યહોવાને ચઢાવ્યો. યહોવાએ તે ચઢાવવાની આજ્ઞા કરી નહોતી તેથી એ અગ્નિ અપવિત્ર હતો.

2 તેથી યહોવાની આગળથી અગ્નિ ધસી આવ્યો અને તે બંનેને ભસ્મ કરી ગયો. અને તેઓ યહોવા સમક્ષ મૃત્યુ પામ્યા.

3 પછી મૂસાએ હારુનને કહ્યું, “યહોવાએ એમ કહ્યું હતું કે, ‘જે યાજકો માંરી સેવા કરે છે તેમણે માંરી પવિત્રતા જાળવવી જોઈએ; સર્વ લોકોની સંમુખ હું માંરો મહિમાં પ્રગટ કરી ગૌરવવાન મનાઈશ. તેનો અર્થ આ છે.’” હારુન મૌન થઈ ગયો.

4 ત્યાર પછી મૂસાએ હારુનના કાકા ઉઝઝીએલના પુત્રો મીશાએલને અને એલસાફાનને બોલાવડાવીને તેઓને કહ્યું, “આમ આવો, અને તમાંરા પિતરાઈ ભાઈઓને મંદિરના તંબુમાંથી છાવણી બહાર લઈ જાઓ.”

5 આથી તેઓ ત્યાં ગયા અને મૂસાની આજ્ઞા પ્રમાંણે પોતાના પિતરાઈ ભાઈઓને પહેરેલા અંગરખા સહિત છાવણી બહાર લઈ ગયા.

6 ત્યાદબાદ મૂસાએ હારુન અને તેના પુત્રો એલઆઝાર અને ઈથામાંરને કહ્યું, “તમે શોક ન કરો, શોકમાં તમાંરા વાળ છૂટા ન રાખો અને તમાંરાં કપડાં ન ફાડો, જો તમે તેમ કરશો તો દેવ તમને પણ માંરી નાખશે અને યહોવા ઇસ્રાએલી સમાંજ પર રોષે ભરાશે; પરંતુ બીજા બધા ઇસ્રાએલીઓ ભલે યહોવાએ મોકલેલા અગ્નિનો ભોગ બનેલા એ લોકોને માંટે આફ્રદ કરે ને શોક પાળે.

7 પણ તમે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળથી ખસસો નહિ. નહિ તો મૃત્યુ દંડ તમાંરા પર આવશે. કારણ, યહોવાના તેલથી તમાંરો અભિષેક કરવામાં આવેલો છે.” તેમણે મૂસાનાં કહ્યાં પ્રમાંણે કર્યું.

8 યહોવાએ હારુનને આજ્ઞા કરી,

9 “તું અને તારા પુત્રો મુલાકાતમંડપમાં પ્રવેશ કરો ત્યારે દ્રાક્ષારસ કે કેફી પીણું પીવું નહિ, જો પીશો તો મૃત્યુ પામશો, આ નિયમ તારા પુત્રોને અને વંશ પરંપરા સદાને માંટે લાગુ પડે છે.

10 તમાંરી જવાબદારી છે કે તમાંરે પવિત્ર અને અપવિત્ર વચ્ચે તથા શુદ્ધ અને અશુદ્ધ વચ્ચેનો ભેદ તેઓને સમજાવવો.

11 અને યહોવાએ જે નિયમો મૂસાને આપ્યા હતા તે બધા નિયમો ઇસ્રાએલી લોકોને સમજાવવા.”

12 મૂસાએ હારુનને અને તેના બાકી રહેલા પુત્રો એલઆઝાર અને ઈથામાંરને કહ્યું, “યહોવાને ધરાવેલા ખાદ્યાર્પણમાંથી વધેલો લોટ તમાંરે લેવો અને તેની બેખમીર રોટલી બનાવીને વેદી પાસે જમવી, કારણ કે તે અત્યંત પવિત્ર છે.

13 મને એવી આજ્ઞા કરવામાં આવી છે કે તમાંરે એ પવિત્ર સ્થાને જમવી, યહોવાને ચઢાવેલા અર્પણમાંથી એ ભાગ તારો અને તારા પુત્રોનો થાય છે.

14 “યહોવા સમક્ષ ધરાવેલાં આરત્યાર્પણનાં પશુનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ તારે અને તારા પુત્રોએ તથા પુત્રીઓએ કોઈ પવિત્ર સ્થળે જમવો. કારણ કે ઇસ્રાએલીઓએ યહોવાને ધરાવેલ શાંત્યર્પણમાંથી એ ભાગનો અધિકાર તારો અને તારાં પુત્રપુત્રીઓનો થાય છે.

15 ચરબી હોમવા લાવતી વખતે આરત્યર્પણનો છાતીનો ભાગ અને જાંઘનો ભાગ પણ યાજકો માંટે યહોવાને ચઢાવવા લોકોએ સાથે લાવવો, આ ચઢાવાની યહોવા સામે આરતી કરવી. યહોવાએ જણાવ્યા મુજબ એ તને અને તારા પુત્રોને તમાંરા કાયમી અધિકારના ભાગની જેમ મળવો જોઈએ.”

16 મૂસાએ પાપાર્થાર્પણના અર્પણના બકરાની તપાસ કરી, તો ખબર પડી કે તેને હોમી દેવામાં આવ્યો હતો, તે હારુનના જીવતા રહેલા પુત્રો એલઆઝાર અને ઈથામાંર પર ગુસ્સે થયો.

17 અને તેણે કહ્યું, “તમે એ પાપાર્થાર્પણ પવિત્રસ્થઆનમાં શા માંટે ન ખાધું? તે અત્યંત પવિત્ર છે, એ તમને લોકોના દોષ દૂર કરી, યહોવા સમક્ષ લોકોનું પ્રાયશ્ચિત કરવા આપેલ હતું.

18 તેનું લોહી પવિત્રસ્થાનમાં લાવવામાં આવ્યું ન હતું, તેથી પ્રાયશ્ચિતનો એ અર્પણ તમાંરે માંરી આજ્ઞા મુજબ પવિત્રસ્થાનમાં જ જમવો જોઈતો હતો.”

19 પરંતુ હારુને મૂસાને કહ્યું, “જુઓ, આજે એ લોકોએ પોતાના પાપાર્થાર્પણ અને દહનાર્પણ યહોવા સમક્ષ ધરાવ્યો છે, અને માંરી આ દશા થઈ છે. પરંતુ જો હું આજે પાપાર્થાર્પણ જમ્યો હોત, તો શું તેથી યહોવા પ્રસન્ન થયા હોત?”

20 જ્યારે મૂસાએ આ સાંભળ્યું ત્યારે તેને એ સાચું લાગ્યું અને સંતોષ થયો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan