યહોશુઆ 19 - પવિત્ર બાઈબલશિમયોન વંશને મળેલ પ્રદેશ 1 શિમયોનના લોકોને જમીનનો બીજો ભાગ પ્રાપ્ત થયો. તેઓની ભૂમિ યહૂદાના લોકોના પ્રદેશની અંદર હતી. 2 તેઓને મળ્યા: બેર-શેબા, જે શેબા તરીકે ઓળખાય છે, માંલાદાહ, 3 હસાર-શૂઆલ, બાલાહ, એસેમ, 4 એલ્તોલાદ, બથૂલ હોર્માંહ, 5 સિકલાગ, બેથ-માંર્કાબોથ, હસાર-સૂસાહ, 6 બેથ-લબાઓથ અને શારૂહેન; અને આજુબાજુના ગામો સહિત કુલ 13 નગરો, 7 તદુપરાંત, આયિન, રિમ્મોન, એથેર અને આશાન એમ ગામો સહિત ચાર શહેરો પણ એમાં આવતાં હતાં. 8 એમાં બાઅલાથ-બએર અને નેગેવના રામાં સુધીનાં અને આ નેગેબની આજુબાજુના બધા ક્ષેત્રો તેનાં ગામડાઓ સાથે તેમજ શહેરો તેમાં આવરાયેલા હતાં. શિમયોનની કુળના લોકોને જે ભાગ મળ્યો તે આ પ્રમાંણે હતા. શિમયોનના કુળસમૂહે તેમનો પ્રદેશ યહૂદાની ભૂમિની અંદર મેળવ્યો. 9 યહૂદાના લોકો પાસે જોઈએ તે કરતાં વધારે પ્રદેશ હતો, તેથી શિમયોનનું ક્ષેત્ર તેમની ભૂમિ હતી. ઝબુલોનને મળેલો પ્રદેશ 10 ઝબુલોન કુળસમૂહના કુટુંબોના ભાગમાં ત્રીજો ભાગ આવ્યો. તેમને મળેલો પ્રદેશ સારીદ સુધી વિસ્તાર પામેલો હતો. 11 ત્યાંથી પશ્ચિમ સરહદ માંરઅલાહની દિશામાં અને ત્યાંથી દાબ્બેશેથ સુધી અને યોકન-આમની પૂર્વે ખીણની પાસે. 12 સારીદની બીજી બાજુએ એ સરહદ પૂર્વમાં કિસ્લોથ-તાબોરની સરહદ સુધી ગઈ, ત્યાંથી દાબરાથ અને યાફીઆ સુધી ઉપર જતી હતી. 13 ત્યાંથી તે પૂર્વ દિશમાં આગળના પ્રદેશમાં ગાથ-હેફેર અને એથ કાસીન થઈ ત્યાંથી તે રિમ્મોન જાય છે અને ધારદાર રીતે નેઆહ તરફ વળે છે. 14 નેઆહમાં સરહદ ફરીથી વળી અને ઉત્તર તરફ હાન્નાથોન તરફ અને પછી યફતાએલની ખીણમાં જાય છે. 15 તદુપરાંત કાટ્ટાથ, નાહલાલ, શિમ્રોન, યિદઅલાહ અને બેથેલેહેમ એમ ગામો સહિત 12 નગરોનો તેમાં સમાંવેશ થતો હતો. 16 ઝબુલોનના વંશના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં. ઈસ્સાખારને મળેલો પ્રદેશ 17 ઈસ્સાખારના કુળસમૂહના કુટુંબોને ભાગે ચોથો ભાગ આવ્યો. 18 એના પ્રદેશમાં યિજાએલ, કસુલ્લોથ, શૂનેમ, 19 હફારાઈમ, શીઓન, અનાહરાથ, 20 રાબ્બીથ કિશ્યોન, એબેસ, 21 રેમેથ, એન-ગાન્નીમ, એન-હાદાહ અને બેથ-પાસ્સેસનો સમાંવેશ થતો હતો. 22 એની સરહદ તાબોર, શાહસુમાંહ, અને બેથશેમેશને અડતી હતી અને યર્દન આગળ પૂરી થતી હતી, એમાં ગામો સહિત 16 નગરોનો સમાંવેશ થતો હતો. 23 ઈસ્સાખારના કુળસમુહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવી જતાં હતાં. આશોરને મળેલો પ્રદેશ 24 આશેરના કુળસમૂહના કુટુંબોને ભાગે પાંચમો ભાગ આવ્યો. 25 એની સરહદમાં હેલ્કાથ, હલી, બેટેન, આખ્શાફ, 26 અલ્લામ્મેલેખ, આમઆદ, અને મિશઆલનો સમાંવેશ થતો હતો. પશ્ચિમમાં એની સરહદ કાર્મેલને અને શીહોર-લિબ્નાથને અડતી હતી. 27 પૂર્વ તરફ વળ્યા પછી એ સરહદ બેથ-દાગોન થઈ ઝબુલોનને ઉત્તરમાં યફતાએલની ખીણને, બેથ-એમેક અને નેઈએલને અડીને ઉત્તર તરફ જઈ કાબૂલ, 28 એબ્દોન, હેરોબ, હામ્મોન અને કાનાહથી છેક મહાન સિદોનથી. તે તેમની ભૂમિમાં સમાંવેશ પામતી હતી. 29 પછી તેમની સરહદ દક્ષિણ રામાં તરફ ફરી અને સોરના તેણે વિસ્તારેલા શહેર સુધી ગઈ ત્યાંથી. તે હોસાહ ગઈ અને તે આખ્ઝીબ નજીક સમુદ્રમાં અંત પામી. 30 એમાં મહલબ, આખ્ઝીબ, ઉમ્માંહ, અફેક, અને રહોબનો સમાંવેશ થતો હતો: ગામો સહિત કુલ 22 નગરો. 31 આશેરના કુળસમૂહનાં કુટુંબોના ભાગમાં આ શહેરો તેમના ગામો સહિત આવ્યાં હતા. નફતાલીને મળેલો પ્રદેશ 32 નફતાલીના કુળસમૂહના કુટુંબોને ભાગે છઠ્ઠો ભાગ આવ્યો. 33 તેમની સરહદ હેલેફ નજીક શરૂ થઈ, સાઅનાન્નીમમાં મોટા ઓક જાડથી અદામી નેકેબ અને યાબ્નએલ, લાક્કૂમ સુધી, અને તે યર્દન નદીએ પૂરી થઈ. 34 પશ્ચિમ દિશા પર સરહદ આઝનોથ તાબોર તરફ ફરી. અને ત્યાંથી તે હુક્કોક થોભી અને દક્ષિણમાં સરહદ ઝબુલોનને અડી અને પશ્ચિમ દિશામાં તે આશેર અડી અને પૂર્વમાં તેણે યર્દન નદીનો સમાંવેશ કર્યો જે યહૂદાના ક્ષેત્રને અડી. 35 એનાં ભાગમાં કિલ્લેબંદીવાળાં નગરો હતાં. સિદ્દીમ, સેર, હમ્માંથ, રાક્કાથ, કિન્નેરેથ, 36 અદામાંહ, રામાં, હાસોર, 37 કેદેશ, એડ્રેઈ, એનહાસોર, 38 યિરઓન, મિગ્દાલએલ, હોરેમ, બેથ-અનાથ અને બેથશેમેશ એમ ગામો સહિત ઓગગણીશ નગરો હતાં. 39 નફતાલીના કુળસમૂહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં. દાનને મળેલો પ્રદેશ 40 દાનના કુળસમૂહના કુટુંબોને ભાગે સાતમો હિસ્સો આવ્યો. 41 એમના પ્રદેશની સરહદમાં શોરાહ, એશ્તાઓલ, ઈર-શેમેશ, 42 શાઅલાબ્બીન, આયાલોન, યિથ્લાહ, 43 એલોન, તિમ્નાહ, એક્રોન, 44 એલ્તકેહ, ગિબ્બથોન, બાઅલાથ, 45 યહૂદ, બની-બરાક, ગાથરિમ્મોન, 46 મે-યાર્કોન, અને રાક્કોન તેમજ યાફોની સામે આવેલો પ્રદેશ સમાંઈ જતો હતો. 47 જ્યારે દાનના લોકો પોતાનો પ્રદેશ ખોઈ બેઠા ત્યારે તેમણે લેશેમ જઈને તેના ઉપર હુમલો કર્યો. અને તેને જીતી લીધું અને ત્યાંના લોકોને મોતને ઘાટ ઉતાર્યા; ત્યારબાદ તેમણે તેનો કબજો મેળવીને ત્યાં વસવાટ કર્યો. તેમણે તેનું નામ લેશેમ બદલીને પોતાના દાન કુળસમૂહના નામ પરથી “દાન” રાખ્યુ. 48 દાનનાં કુળસમૂહના કુટુંબોના ભાગમાં આ નગરો તેમના ગામો સહિત આવ્યાં હતાં. યહોશુઆને મળેલો પ્રદેશ 49 આમ, સધળો પ્રદેશ સર્વ કુળસમૂહો વચ્ચે સીમાંવાર વહેંચવામાં આવ્યો; ઇસ્રાએલી પુત્રોએ પ્રદેશ વહેંચવાનું અને સરહદો નક્કી કરવાનું કામ પૂરું કર્યુ. 50 તેમણે નૂનના પુત્ર યહોશુઆને પ્રદેશનો એક ભાગ આપ્યો. યહોવાની આજ્ઞા પ્રમાંણે તેઓએ તેને એફ્રાઈમના પર્વતીય દેશમાં તિમ્નાથ-સેરાહ શહેર આપ્યું હતું. આ તે શહેર હતું જે યહોશુઆએ તેઓને કહ્યું હતુ કે તેને જોઈએ છે. યહોશુઆએ શહેર ફરીથી બાંધ્યું અને ત્યાં સ્થાયી થયો. 51 યાજક એલઆજાર, નૂનનો પુત્ર યહોશુઆ અને ઇસ્રાએલી કુટુંબોના આગેવાનો શીલોહે મળ્યા. અને યહોવાની સામે મુલાકાત મંડપાના પ્રવેશ દ્વાર આગળ ભેગા થયા. અને તેઓએ ચિઠ્ઠીઓ નાખી અને તે પ્રમાંણે તેમને જમીન ફાળવી અને આ રીતે તેઓએ લોકો વચ્ચે જમીનની ફાળવણી પૂરી કરી. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International