Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

યૂના 1 - પવિત્ર બાઈબલ


યૂનાનો દેવની આજ્ઞાનો અનાદર

1 અમિત્તાયના પુત્ર યૂનાને યહોવાનો એવો સંદેશો મળ્યો કે,

2 “ઉભો થા, નિનવેહના મોટા નગરમાં જા અને તેમને ચેતવ: તમારી દુષ્ટ બાબતો મારી પાસે આવી છે.”

3 પરંતુ યૂના યહોવાની હજૂરમાંથી તાશીર્શ ભાગી જવાને ઊઠયો અને યાફા ચાલ્યો ગયો, ત્યાં તેને તાશીર્શ જતું વહાણ મળી ગયું. આથી તે ભાડું ચૂકવીને યહોવાથી દૂર તેઓની સાથે તાશીર્શ જવા માટે વહાણમાં ચઢી ગયો.


ભયંકર તોફાન

4 પરંતુ યહોવાએ સમુદ્રમાં ભારે પવન મોકલ્યો અને શકિતશાળી વાવાઝોડું થયું અને વહાણ તૂટવાના આરે હતું.

5 ત્યારે ખલાસીઓ બહું ગભરાઇ ગયા અને પોતપોતાના દેવને પ્રાર્થના કરવા લાગ્યા. તેઓએ વહાણને હલકું કરવા તેમાંનો માલસામાન દરિયામાં ફેકી દીધો. પણ યૂના વહાણમાં ચાલ્યો ગયો હતો અને નીચે સૂતો પડ્યો હતો.

6 વહાણના કપ્તાને કહ્યું, “શા માટે તું સુતો છે? ઉભો થા! તારા દેવને પ્રાર્થના કર! કદાચ તે આપણા પર દયા દર્શાવે અને આપણે મરીએ નહિ.”


આ તોફાન કેમ આવ્યું?

7 તેથી ખલાસીઓએ એકબીજાને કહ્યું, “ચાલો, આપણે ચિઠ્ઠીઓ નાખીને જોઇએ કે કોને લીધે આપણા પર આ વિધ્ન આવ્યું છે.” આથી તેમણે ચિઠ્ઠીઓ નાખી અને યૂનાની પસંદગી થઇ.

8 એટલે તેઓએે “યૂના”ને પૂછયું, “શાના લીધે અમારા પર આ મુસીબત ઉતરી છે? તારો વ્યવસાય શું છે? તું ક્યાંથી આવે છે? તારો દેશ કયો છે? અને તું કઇ જ્ઞાતિનો માણસ છે?”

9 તેથી યૂનાએ કહ્યું, “હું મિસરી છું, અને હું સૈન્યોનો દેવ યહોવાનો ભકત છું, જેણે ધરતી અને સમુદ્ર બંનેનું સર્જન કર્યું છે.”

10 આથી તે માણસો વધારે ડરી ગયા, તેઓએ તેને કહ્યું, “તેઁ આ શું કર્યું? કારણકે તેના કહેવાથી તેમણે જાણ્યું કે તે યહોવાની હજૂરમાંથી ભાગી જાય છે.”

11 સમુદ્ર વધારે ને વધારે વિષમ થયો, એટલે તેઓએ તેને કહ્યું, “અમે તને શું કરીએ તો સમુદ્ર શાંત થાય?”

12 યૂનાએ તેઓને કહ્યું, “મને ઊંચડીને દરિયામાં તેને શાંત કરવા માટે નાખી દો. કારણ મને ખબર છે કે મારે કારણે તમે આ શકિતશાળી વાવાઝોડામાં સપડાયા છો.”

13 પરંતુ કિનારે પહોંચી જવાને માટે બહુ જ હલેસા મારવા પ્રયત્ન કર્યા, પણ તેઓ સફળ થયા નહિ, કારણ દરિયો વધારે ને વધારે વિષમ થતો જતો હતો.


યૂનાને સજા

14 તેથી તેઓએ યહોવાને પ્રાર્થના કરી, “હે યહોવા, અમે તને કાલાવાલા કરીએ છીએ, આ માણસનો જીવ લેવા માટે અમે મરી જઇએ એવું ના કરતાં, અમારા માથે નિર્દોષની હત્યા નાખતો નહિ. કારણ, હે યહોવા, જેમ તમને ઠીક લાગ્યું તેમ તમે કર્યું છે.”

15 પછી તેઓએ યૂનાને પકડી લીધો અને સમુદ્રમાં ફેંકી દીધો અને સમુદ્ર શાંત થયો.

16 આથી ખલાસીઓ યહોવાથી ખૂબ ડરી ગયા, અને તેઓએ યહોવાને બલિ અપ્યો,ર્ અને તેને વિશિષ્ટ વચનો આપ્યાં.

17 યૂનાને ગળી જવા માટે યહોવાએ એક મોટી માછલી નિમિર્ત્ત કરી હતી; અને ત્રણ દિવસ અને ત્રણ રાત યૂના માછલીના પેટમાં રહ્યો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan