Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

અયૂબ 3 - પવિત્ર બાઈબલ


અયૂબનો આર્તનાદ અને અફસોસ

1 અયૂબ જન્મ્યો હતો તે દિવસને શાપ દે છે.

2 અયૂબે કહ્યું:

3 “મને એમ થાય છે કે હું જન્મ્યો તે દિવસ હંમેશ માટે અર્દ્રશ્ય થઇ જાય!

4 મને થાય છે તે દિવસ અંધકારમાં જ હોત, અને હું ઇચ્છું છું દેવ તે દિવસ ભૂલી જાય! મને થાય છે તેઓએ કહ્યું કે ‘તે એક છોકરો છેં,’ તે રાત આવી ન હોત! હું ઇચ્છું છું તે દિવસે કોઇ રોશની ઝળકતી ન હોત.

5 હું ઇચ્છું છું તે દિવસ અંધકાર ભર્યો હોત એવો કાળો જેવું કાળું મૃત્યુ, હું ઇચ્છું છું, તે દિવસે વાદળો સંતાઇ ગયા હોય, હું ઇચ્છું છું, હું જન્મ્યો તે દિવસથી કાળાં વાદળો પ્રકાશને બિવડાવી ભગાડી મૂકે.

6 હું ઇચ્છું છું અંધકાર તે રાત્રિને પાસે રાખે, પંચાગમાં તે સુખનો દિવસ કોઇ મહિનામાં પણ તે ન ગણાય.

7 તે રાત્રિ કોઇ વસ્તુ ઉત્પન કરે નહિ, તે રાત્રે આનંદની એકપણ બૂમ ન સંભળાય.

8 કેટલાક જાદૂગરો હંમેશા અજગરને જગાડવા ચતુર હોય છે. તો તેઓને હું જન્મ્યો હતો તે દિવસને શાપ ઉપર શાપ આપવા દો.

9 તે દિવસના પ્રભાતના તારા અંધકારમાં રહે, તે રાત્રિ ભલે સવાર થવાની રાહ જોયા કરે પરંતુ પ્રકાશ તે આ ઉગતા સૂર્યના પહેલા કિરણોને ન જુએ.

10 તે રાત્રિ મારા જન્મ કરાવ્યા વગર રહી નહિ તેથી મને આ મુશ્કેલીઓ દેખાયા વગર રહી નહિ.

11 હું ગર્ભસ્થાનમાં જ મરી કેમ ન ગયો? જન્મતાંજ કેમ પ્રાણ ન છોડ્યો?

12 મારી માતાએ શા માટે મને તેના ઘૂંટણો પર રાખ્યો? માતાએ શા માટે મને ધવડાવ્યો?

13 જ્યારે હું જન્મ્યો ત્યારે જ મરી ગયો હોત તો અત્યારે મને શાંતિ હોત મને થાય છે, હું આરામમાં ઊંઘતો હોત.

14 જેઓ અગાઉ પૃથ્વી પર રાજાઓ અને વિદ્વાન માણસો સાથે રહેતા હતા તે માણસોએ પોતાને માટે મકાનો બંધાવ્યા હતા તે અત્યારે નાશ પામી ગયા છે અને સમાપ્ત થઇ ગયા છે.

15 અને હું ધનવાન રાજકર્તાઓ જેમણે તેમના ઘરો અઢળક સોના અને ચાંદીથી ભરી દીધેલા છે તેઓની સાથે શાંતિમય અને સુખદાયી થઇ ગયો હોત!

16 મરેલું જન્મે અને જમીનમાં દાટી દે તેમની પેઠે શા માટે હું એ બાળક ન હતો? મને થાય છે જેણે દિવસનો પ્રકાશ જોયો નથી તે એક બાળક જેવો હું હોત!

17 અધમ માણસો જ્યારે કબર ભેગા થાય છે ત્યારે હેરાન કરવાનું બંધ કરે છે અને જે લોકો થાકેલા છે તેઓને કબરમાં શાંતિ લાગે છે.

18 ગુલામોને પણ કબરમાં આરામ મળે છે કારણકે તેઓને ચોકીદારો તેના પર બૂમો પાડતા તે સંભળાતું નથી.

19 બધાજ જાતના લોકો કબરમાં છે-મહત્વશીલ અને મહત્વ વગરના લોકો ગુલામ તેના ધણીથી મુકત હોય છે.

20 “માણસ જે પીડા ભોગવી રહ્યો છે શા માટે જીવતા રહ્યાં કરવું છે. એક દુ:ખી આત્માવાળા માણસને શા માટે જીવન અપાય છે?

21 તે માણસને મરવાની ઇચ્છા છે પણ મોત આવતું નથી. તે દુ:ખદાયી માણસ છૂપાયેલા ખજાના કરતા મોતને વધારે શોધે છે.

22 તે લોકોને તેઓની કબર મળતા ખુશ થશે. તેઓ તેઓની સમાધિ મેળવવાથી આનંદ પામશે.

23 પરંતુ દેવ તેઓની આસપાસ રક્ષા કરતી એક દિવાલ છે અને તેઓનું ભવિષ્ય ગુપ્ત રાખે છે.

24 જ્યારે ખાવાનો સમય થાય છે ત્યારે હું માત્ર દુ:ખથી નિસાસો નાખું છું, આનંદનો નહિ અને મારી ફરિયાદો બહાર પાણીની જેમ રેડાય છે.

25 મને ડર છે કે મને કાંઇ ભયંકર થવાનું છે અને બરોબર તેમજ થયું.

26 હું શાંત રહીં શકતો નથી, હું સ્વસ્થ થઇ શકતો નથી, હું આરામ કરી શકતો નથી, હું ખૂબજ ઉદ્ધિગ્ન થયો છું. જેની મને વધારે બીક લાગતી હતી તેજ મને થયું.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan