Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 14 - પવિત્ર બાઈબલ


સામસૂનનાં વિવાહ

1 એક દિવસ સામસૂન “તિમ્નાહ” ગયો તો ત્યાં એક પલિસ્તી યુવતી તરફ તેનું ધ્યાન ખેંચાયું.

2 ધેર પાછા આવ્યા પછી તેણે પોતાના માંતાપિતાના કહ્યું કે, “તિમ્નાહમાં મેં એક યુવતી જોઈ છે, હું તમાંરા થકી તેને માંરી પાસે લાવવા માંગુ છું, જેથી હું તેને પરણી શકું.”

3 પણ તેનાં માંબાપે તેને કહ્યું, “શું આપણાં સગાંસંબંધીઓમાં કે આપણી જાતિમાં શું કન્યાઓ નથી કે અમાંરે તને સુન્નતવગરના પલિસ્તીઓને સંબંધિત સ્ત્રી જોડે તને પરણાવવો પડે?” પણ સામસૂને તેઓને કહ્યું, “મને એ ગમે છે, અને માંરા માંટે તેને લઈ આવો.”

4 તેના માંતાપિતાને ખબર નહોતી કે આ બધું યહોવા કરી રહ્યાં છે; તેને પલિસ્તીઓ સાથે લડવાનું કારણ જોઈતું હતું, કારણ એ વખતે પલિસ્તીઓ ઈસ્રાએલીઓ ઉપર રાજ્ય કરતા હતાં.

5 સામસૂન તેના માંતાપિતાના સાથે તિમ્નાહ ગયો. તેઓ દ્રાક્ષની વાડીઓ આગળ પહોંચ્યાં અને અચાનક એક સિંહનું બચ્ચું તેના પર હુંમલો કરવા આવ્યું.

6 યહોવાના આત્માંએ સામસૂનમાં પ્રવેશ કર્યો, અને તેના હાથમાં કોઈ હથિયાર નહોતું તેમ છતાં તેણે એ સિંહને જાણે લવારું ન હોય તેમ ચીરીને ફાડિયાં કરી નાખ્યો, પણ તેણે પોતાના માંતાપિતાને આ વાત કહી નહિ.

7 તે તિમ્નાહ આવ્યો પછી સામસૂને તે યૂવતી સાથે વાત કરી, અને તેને તે ગમી ગઈ.

8 થોડા દિવસો પછી તે તેની સાથે વિવાહ કરવા પાછો ફર્યો, જ્યાં સિંહને માંર્યો હતો તે જોવા માંટે તે સ્થળ તરફ ફર્યો, તેણે જોયું તો સિંહની લાશમાં મધપૂડો હતો અને તેમાં મધ પણ હતું!

9 તેણે તેમાંથી થોડું મધ પોતાના હાથમાં લીધું અને ખાતો ખાતો ચાલવા લાગ્યો. જ્યારે તે તેના માંતાપિતા પાસે પહોચ્ચો ત્યારે તેણે તેમને પણ થોડું મધ ખાવા આપ્યું. તેમણે તે ખાધું પણ સામસૂને તેમને એમ ન જણાવ્યું કે પોતે એ સિંહના મૃતદેહમાંથી લાવ્યો હતો.

10 તેના પિતા કન્યાને ઘેર ગયા અને કન્યાના ઘરના રિવાજ પ્રમાંણે સામસૂને ઉજાણી તૈયાર કરી.

11 સામસૂનને જોઈને પલિસ્તીઓ એની સાથે રહેવા ત્રીસ જુવાનોને લઈ આવ્યા.

12 સામસૂને તેઓને કહ્યું, “હું તમને એક ઉખાણું પૂછું છું તમે જો માંરા મહેમાંન તરીકેના સાત દિવસના રહેવાસ દરમ્યાન એનો જવાબ આપી શકશો તો હું તમને ત્રીસ જોડ ઉમદા કપડાં અને ત્રીસ જોડ રોજ પહેરવાના કપડાં આપીશ.

13 પણ જો તમે તેનો જવાબ ન આપી શકો તો તમાંરે મને ત્રીસ જોડ ઉમદા કપડાં અને ત્રીસ જોડ નિયમિત પહેરાવાના કપડાં આપવાં પડશે.” તેથી તેમણે કહ્યું, “તમાંરું ઉખાણું, અમને પૂછો અમાંરે સાંભળવું છે.”

14 એટલે તેણે કહ્યું, “એક પ્રાણી જે ખાય છે, તેમાંથી ખોરાક આવે છે અને એક બળવાન પ્રાણીમાંથી મીઠાશ આવે છે.” ત્રણ દિવસ સુધી તેઓ ઉખાણાનો ઉકેલ શોધવા પ્રયત્ન કરી રહ્યાં હતા.

15 ચોથે દિવસે તે લોકોએ સામસૂનની પત્નીને કહ્યું, “તારા પતિને લલચાવીને અમને આ ઉખાણાનો જવાબ કરે, નહિ તો અમે તારું અને તારા બાપનું ઘર બાળી નાખશું, તમે શું અમને લૂંટવા અહીં નોતર્યા હતા?”

16 એટલે સામસૂનની પત્ની તેને ગળે વળગીને રડવા લાગી અને બોલી, “તમને માંરા પ્રત્યે જરાયે પ્રેમ નથી, તમે મને ધિક્કારો છો, કારણ કે તમે માંરા લોકોને ઉખાણું પૂછયું છે અને મને તેનો જવાબ કહ્યો નથી!” તેણે જવાબ આપ્યો, “મેં માંરા માંતાપિતાને પણ જવાબ નથી કહ્યો, પછી તને શા માંટે કહું?”

17 મહેમાંન તરીકે સાત દિવસ રહ્યાં પછી તેણે આખો દિવસ રડ્યા કર્યું, હઠ પકડી તેથી સામસૂને તેને ઉખાણાનો જવાબ કહ્યો, કારણ કે તેના રૂદને તેને ચિંતા કરાવે રાખી. અને પછી તેણે તે જવાબ પોતાના લોકોને કહી દીધો.

18 એટલે સાતમે દિવસે સામસૂન શયનગૃહમાં દાખલ થાય તે પહેલાં શહેરના લોકોએ તેને કહ્યું, “મધ કરતાં મીઠું શું? સિંહ કરતાં બળવાન શું?” સામસૂને પ્રત્યુત્તર આપ્યો, “તમને જો માંરી ગાયથી ખેડ્યું ન હોત તો માંરા ઉખાણાનો પત્તો તમને કદી મળ્યો ન હોત.”

19 પછી યહોવાના આત્માંએ સામસૂનમાં પ્રવેશ કર્યો, તે તરત જ આશ્કલોન ગયો અને ત્યાં તેણે ત્રીસ માંણસોને માંરી નાખ્યા, તેણે તેઓના વસ્ત્રો લઈ લીધા, અને તેઓને નગ્ન કરી દીધા અને તેમના વસ્ત્રો તેના ઉખાણાનો જવાબ આપનારા લોકોને આપી દીધાં, પછી તે ખૂબ ગુસ્સે થયો અને પોતાના પિતાને ઘેર ચાલ્યો ગયો.

20 ત્યાર પછી સામસૂનની થનાર વહુ તેના મિત્ર સાથે પરણી ગઈ.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan