Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 13 - પવિત્ર બાઈબલ


સામસૂનનો જન્મ

1 ફરીથી ઈસ્રાએલીઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યુ એથી યહોવાએ પલિસ્તીઓને ઈસ્રાએલ ઉપર વિજય અપાવ્યો. ચાલીસ વર્ષ સુધી ઈસ્રાએલીઓ પલિસ્તીઓને તાબે રહ્યાં.

2 તે સમયમાં સોરાહમાં દાન કુળસમૂહનો માંનોઆહ નામનો માંણસ હતો, એની પત્ની વાંઝણી હતી.

3 યહોવાના દૂતે તેને દર્શન આપીને કહ્યું, “તું લાંબા સમયથી નિઃસંતાન અને વાંઝણી છે, પણ હવે તું ગર્ભવતી થશે અને તને પુત્ર જન્મશે!

4 હવે હું તને કહું તે પ્રમાંણે તું કરજે, દ્રાક્ષારસ કે કોઈ પણ કેફી પીણું પીશ નહિ, અને કોઈપણ અશુદ્ધ ખોરાક ખાઈશ નહિ.

5 કારણ કે હવે તું ગર્ભવતી થશે અને એક પુત્રને જન્મ આપશે માંટે તેના વાળ કદી કપાવીશ નહિ, તે એક નાઝીરી થશે. તે પલિસ્તીઓના હાથમાંથી ઈસ્રાએલીઓને મુક્ત કરશે.”

6 પછી એ સ્ત્રીએ જઈને પોતાના પતિને આ વાત કરી, “દેવનો માંણસ માંરી પાસે આવ્યો હતો. એનો દેખાવ દેવના દૂત જેવો ખૂબ જ તેજસ્વી દેખાતો હતો. તે કયાંથી આવ્યો તે મેં એને પૂછયું નહોતું, તેમ તેણે મને પોતાનું નામ પણ કહ્યું નહોતું.

7 પણ તેણે મને આમ કહ્યું, ‘તું સગર્ભા થશે અને તને પુત્ર અવતરશે. હવેથી તું દ્રાક્ષારસ કે કોઈ પણ કેફી પીણું પીશે નહિ તેમજ અશુદ્ધ ખોરાક ખાઈશ નહિ, કારણકે તે પુત્ર દેવને અર્પણ થશે અને નાઝીરી થશે અને તેના જન્મથી મૃત્યુ સુધી તે દેવની સેવામાં હશે.’”

8 પછી માંનોઆહે યહોવાને પ્રાર્થના કરી, “કૃપા કરી તમે જે દેવના માંણસને મોકલ્યો હતો તેને પાછો મોકલો, જેથી તે અમને કહે કે પુત્ર જન્મ ધારણ કરવાનો છે, તેનું અમાંરે શું કરવું? તે માંટે વધારે સૂચનો આપો.”

9 દેવે માંનોઆહની પ્રાર્થના સાંભળી અને તેની પત્ની ખેતરમાં બેઠી હતી ત્યાં દેવના દૂતે તેને ફરી એકવાર દર્શન આપ્યાં. તેનો ધણી તેની પાસે નહોતો.

10 આથી તે બાઈએ તરત જ દોડતા દોડતા જઈને પોતાના પતિને કહ્યું, “જુઓ, જે માંણસ પેલે દિવસે માંરી પાસે આવ્યો હતો એ જ માંણસ ફરીથી અહી આવ્યો છે!”

11 માંનોઆહ ઊઠયો અને તેની પત્ની સાથે ઝડપથી પાછો આવ્યો. તેણે પેલા માંણસને પૂછયું, “તે દિવસે માંરી પત્ની સાથે વાત કરી હતી તે માંણસ તમે જ છો?” દેવદૂતે જવાબ આપ્યો, “હા, હું તે જ છું.”

12 એટલે માંનોઆહે કહ્યું, “તમાંરા વચનો સાચા પડ્યા પછી અને બાળકના જન્મ પછી અમાંરે તેનો ઉછેર કેવી રીતે કરવો? અમાંરે તેની સાથે કેવી રીતે વર્તવું? એણે શું કરવું? કૃપાકરી આ બધુ અમને કહો.”

13 યહોવાના દૂતે કહ્યું, “તારી પત્નીને મેં જે સૂચનાઓ આપેલી છે તે કાળજીપૂર્વક તારે પાળવાની છે,

14 તેણે દ્રાક્ષામાંથી બનાવેલી કોઈ પણ ચીજ ખાવી નહિ, તેણે દ્રાક્ષારસ કે કોઈ પણ કેફી પીણાં પીવા નહિ, તેમજ અશુદ્ધ ખોરાક ખાવો નહિ; તેણે બધું મેં આપેલા હુકમ પ્રમાંણે કરવું.”

15 માંનોઆહે યહોવાના દૂતને કહ્યું, “અમે તમાંરા માંટે લવારું રાંધીએ ત્યાં સુધી કૃપા કરીને તમે અહી રહો.”

16 યહોવાના દૂતે કહ્યું, “હું રોકાઈશ, તોયે તમાંરું ભોજન લઈશ નહિ, પણ જો તમાંરે દહનાર્પણ આપવું જ હોય તો યહોવાને આપો.” છતાં માંનોઆહને ખબર ન પડી કે આ યહોવાનો દૂત છે.

17 આથી તેણે યહોવાના દેવદૂતને પૂછયું, “તમાંરું નામ જો અમને જાણવા મળે કે તમે જે કહ્યું છે તે સાચું છે તો અમે તમને સન્માંન આપી શકીએ.”

18 યહોવાના દેવદૂતે તેને કહ્યું, “માંરું નામ જાણીને તમને શું મળશે? તમે તે સમજી શકશો નહિ.”

19 પછી માંનોઆહે એક બકરીનું બચ્ચું ખાદ્યાર્પણ સાથે લઈને યહોવાને એક પથ્થર ઉપર અર્પણ કર્યુ, જે વિસ્મયકારક ચીજો કરે છે અને માંનોઆહ અને તેની પત્ની તે જોતાં હતાં.

20 યજ્ઞનો ભડકો આકાશ તરફ ઊંચે ચડ્યો ત્યારે એ જવાળાઓમાં દેવનો દેવદૂત માંનોઆહ અને તેની પત્નીના દેખતાં એ જવાળાઓમાં આકાશમાં ઊચે ગયો. આ જોયા પછી બંને જણાએ તેઓના મુખ નીચે જમીન તરફ રાખ્યા.

21 ત્યારબાદ માંનોઆહ કે તેની પત્નીએ યહોવાના દેવદૂતને ફરી જોયો નહિ. પછી માંનોઆહને ખાત્રી થઈ કે એ માંણસ યહોવાનો દેવદૂત હતો.

22 માંનોઆહે પોતાની પત્નીને મોટે સાદે કહ્યું, “હવે આપણું મૃત્યુ નિશ્ચિત છે. કારણ કે આપણે દેવનાં દર્શન કર્યા છે.”

23 પણ તેની પત્નીએ કહ્યું, “જો યહોવાએ આપણને માંરી નાખવા હોત તો તેણે આપણે અર્પણ કરેલા અર્પણ સ્વીકાર્યા ના હોત, તેણે આપણને આ બધુ બતાવ્યું ના હોત, તેમણે આ ચમત્કાર કર્યો ન હોત.”

24 પછી તે સ્ત્રીએ એક પુત્રને જન્મ આપ્યો અને તેનું નામ સામસૂન રાખ્યું. બાળક મોટો થયો અને તેને યહોવાના આશીર્વાદ પ્રાપ્ત થયા.

25 જ્યારે તે માંહનેહ દાનના શહેરમાં હતો તે દરમ્યાન યહોવાનો આત્માં તેની ઉપર પ્રેરણા કરવા લાગ્યો. તે શહેર સોરાહ અને એશ્તાઓલ, જે દાનની છાવણીમાં આવેલા છે, તેની વચ્ચે આવેલું છે.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan