Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ન્યાયાધીશો 10 - પવિત્ર બાઈબલ


ન્યાયાધીશ તોલા

1 અબીમેલેખના મૃત્યુ પછી દોદોના પુત્ર પૂઆહનો પુત્ર તોલા ઈસ્રાએલ આગળ આવ્યો. તે ઈસ્સાખારના કુળસમૂહનો હતો અને એફ્રાઈમનાં પહાડી પ્રદેશમાં શામીરમાં રહેતો હતો.

2 ત્રેવીસ વર્ષ સુધી તે ઈસ્રાએલીઓનો ન્યાયાધીશ હતો. પછી તે મૃત્યુ પામ્યો અને તેને શામીરમાં દફનાવામં આવ્યો.


ન્યાયાધીશ યાઈર

3 તેના પછી ગિલયાદનો ન્યાયાધીશ યાઈર બન્યો. તેણે 22 વર્ષ સુધી ઈસ્રાએલનો ન્યાય કર્યો.

4 તેને 30 પુત્રો હતાં અને તેઓ 30 ગધેડા ઉપર સવારી કરતાં હતાં. તેઓના ગિલયાદમાં 30 નગરો હતાં જ આજે પણ યાઈરના નગરો તરીકે જાણીતા છે.

5 યાઈરનું મૃત્યુ થયું ત્યારે તેને કામોનમાં દફનાવાવામાં આવ્યો.


ઈસ્રાએલ વિરુદ્ધ લડતાં આમ્મોનીઓ

6 ફરી ઈસ્રાએલીઓએ યહોવાની દૃષ્ટિએ પાપ ગણાય એવું આચરણ કર્યું. તેમણે બઆલદેવની અને અશેરાદેવીની મૂર્તિની તેમજ અરામ, સિદોન, મોઆબ, આમ્મોન અને પલિસ્તીઓનાં દેવદેવીઓની પૂજા કરવા માંડી, તેમણે દેવને છોડી દીધો અને તેની ઉપાસના કરવાનું બંધ કર્યુ.

7 આથી યહોવાનો રોષ ઈસ્રાએલીઓ સામે ભભૂકી ઊઠયો અને તેણે તેમને પલિસ્તીઓ અને આમ્મોનીઓના હાથમાં સોંપી દીધા.

8 તેમણે તે વર્ષે અને ત્યારપછી 18 વર્ષ સુધી યર્દન પારના ગિલયાદમાં આવેલા અમોરીઓના દેશમાં વસતા બધા ઈસ્રાએલીઓને પલિસ્તીઓ અને આમ્મોનીઓએ હેરાન-પરેશાન કર્યા હતાં અને ત્રાસ આપ્યો હતો.

9 વળી આમ્મોનીઓએ યર્દન પાર કરીને યહૂદા, બિન્યામીન તથા એફ્રાઈમ કુળો પર હુમલા કર્યા. ઈસ્રાએલીઓ ભારે આફતમાં આવી પડયા.

10 પછી ઈસ્રાએલીઓએ યહોવાને પોકારીને કહ્યું, “અમે અમાંરા દેવ, તમને તજી દઈને બઆલની પૂજા કરી અને તમાંરી વિરુદ્ધ પાપ કર્યુ છે.”

11 ત્યારે યહોવાએ ઈસ્રાએલીઓને કહ્યું, “મિસરીઓએ, અમોરીઓએ, આમ્મોનીઓએ, પલિસ્તીઓએ

12 જયારે સિદોનીઓએ, અમાંલેકીઓએ અને માંઓનીઓએ તમાંરા બદા ઉપર નિર્દયતાપૂર્વક વર્તન કર્યુ ત્યારે તમે મદદ કરવા માંટે મને બોલાવ્યો ત્યારે મેં તમને નહોતા ઉગારી લીધા?

13 પણ તમે મને છોડી દીધો અને બીજા દેવદેવીઓની પૂજા કરવા લાગ્યા એટલે હવે હું તમને ઉગારી લેનાર નથી.

14 તમે જે દેવોને પસંદ કર્યા છે તેમની પાસે જાઓ અને ધા નાખો. તે તમને તમાંરી આફતમાંથી ઉગારશે.”

15 પરંતુ તેઓએ આજીજી કરીને કહ્યું, “અમે પાપ કર્યું છે, તમને યોગ્ય લાગે તે શિક્ષા અમને કરો. પરંતુ અમને ફકત આટલો વખત અમાંરા દુશ્મનોના હાથમાંથી છોડાવો.”

16 તેમણે વિધર્મીઓના દેવદેવલાં ફેંકી દીધાં અને યહોવાની ઉપાસના કરવા માંડી. યહોવાથી ઈસ્રાએલીઓનું કષ્ટ જોઈ શકાયું નહિ.


યફતાની આગેવાન તરીકે નિમણૂંક

17 આમ્મોનીના સૈન્યને સાથે બોલાવવામાં આવ્યું હતું અને તેઓએ ગિલયાદમાં છાવણી નાખી હતી. ઈસ્રાએલનું સૈન્ય પણ સાથે થવા એકઠું થયું અને મિસ્પાહમાં છાવણી નાખી.

18 ગિલયાદના આગેવાનો એકબીજાને અને બધા લોકોને કહેવા લાગ્યા, “જે કોઈ આમ્મોનીઓ સાથે યુદ્ધ કરશે અને તેઓને હરાવશે તે ગિલયાદનો નેતા બનશે.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan