Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઉત્પત્તિ 40 - પવિત્ર બાઈબલ


યૂસફ કેદીઓનાં સ્વપ્નનો અર્થ કરે છે

1 આ બધું થયા પછી એમ બન્યું કે, મિસરના રાજાના પાત્રવાહકે તથા ભઠિયારાએ તેમના માંલિક મિસરના રાજાનો અપરાધ કર્યો.

2 તેથી ફારુન તેના બંને સેવકો પાત્રવાહક અને ભઠિયારા પર કોપાયમાંન થયો.

3 અને તેણે તેઓને કેદખાનામાં નાખ્યાં, તે એ કેદખાનું હતું જેના માંટે ફારુનના રક્ષકોનો અમલદાર પોટીફાર અધિકારી હતો, ત્યાં યૂસફ કેદ હતો.

4 અંગરક્ષકોના સરદારે યૂસફને તેમના તાબામાં સોંપ્યો. તે તેમની સેવા કરતો; આમ તેઓ કેટલાક સમય માંટે કેદમાં રહ્યાં.

5 એક દિવસ રાત્રે કેદખાનામાં પુરાયેલા મિસરના રાજાના પાત્રવાહકને અને ભઠિયારાને બન્નેને એક સાથે સ્વપ્ન આવ્યું. બન્નેનાં સ્વપ્ન જુદાં હતાં. તથા પ્રત્યેક સ્વપ્નનો અર્થ પણ જુદો હતો.

6 પછી સવારે જયારે યૂસફે અંદર આવીને જોયું, તો તેઓ ચિંતિત હતા.

7 તેથી તેણે તેમને પૂછયું, “આજે તમે કેમ ચિંતિત દેખાઓ છો?”

8 એટલે તેઓએ તેને કહ્યું, “અમને દરેકને સ્વપ્ન આવ્યું હતું, પણ તેનો અર્થ કરનાર કોઈ નથી.” એટલે યૂસફે તેઓને કહ્યું, “એક માંત્ર દેવ જ સ્વપ્નોનો ખુલાસો કરી શકે, છે. કૃપા કરી મને તમાંરું સ્વપ્ન કહો.”


દ્રાક્ષારસ આપનારા નોકરનું સ્વપ્ન

9 એટલે દ્રાક્ષારસ આપનારા નોકરે પોતાનું સ્વપ્ન યૂસફને કહ્યું, “મેં સ્વપ્નમાં એક દ્રાક્ષનો વેલો જોયો.

10 તે દ્રાક્ષના વેલાને ત્રણ ડાળીઓ હતી, મેં ડાળીઓ પર કળીઓ બેસતી અને તેમાંથી ફૂલ ફૂટતાં જોયા. અને ગુચ્છામાં પાકી દ્રાક્ષો જોઈ;

11 ફારુનનો પ્યાલો માંરા હાથમાં હતો. મેં દ્રાક્ષો લઈને તે પ્યાલામાં નિચોવી અને પ્યાલો ફારુનના હાથમાં આપ્યો.”

12 પછી યૂસફે કહ્યું, “હું તને સ્વપ્નનો અર્થ સમજાવું છું. ત્રણ ડાળીઓનો અર્થ ત્રણ દિવસ છે.

13 ત્રણ દિવસમાં ફારુન તને મુકત કરી માંફ કરશે, અને તને તારા પોતાના કામ પર પાછો રાખશે; તું પહેલાં જેમ એનો દ્રાક્ષારસ પીરસનાર હતો તેમ તેના હાથમાં ફારુનનો પ્યાલો આપીશ.

14 પણ જયારે તારા સુખના દિવસો આવે ત્યારે કૃપા કરીને મને સંભારજે. માંરા પર દયા રાખજે. ફારુનને માંરી વાત કરજે અને મને આ કારાગારમાંથી મુકત કરાવજે.

15 અહીંયા હિબ્રૂઓના દેશમાંથી માંરી ઇચ્છા વિરુધ્ધ લાવવામાં આવ્યો છે. મેં અહીં એવું કશુંય ખોટું કર્યુ નથી જેને કારણે મને કારાગૃહમાં નાખવો પડે.”


રોટલી બનાવનારનું સ્વપ્ન

16 રોટલી બનાવનારાએ જોયું કે, બીજા નોકરનું સ્વપ્ન સારું હતું. તેથી તેણે યૂસફને કહ્યું, “મેં પણ એક સ્વપ્ન જોયું હતું. માંરા માંથા પર રોટલીઓની ત્રણ નેતરની છાબડીઓ હતી.

17 સૌથી ઉપરની છાબડીમાં ફારુન માંટે દરેક જાતનાં પકવાન હતાં. પરંતુ તેને પંખીઓ ખાઈ જતાં હતાં.”

18 યૂસફે કહ્યું, “ત્રણ છાબડીઓનો અર્થ ત્રણ દિવસ છે.

19 ત્રણ દિવસમાં ફારુન તમને મુકત તો કરશે, પરંતુ તારું માંથું કાપીને તને ઝાડ પર લટકાવશે, અને પંખીઓ તારું માંસ ફોલી ખાશે.”


યૂસફને ભુલ્યા

20 ત્રીજે દિવસે ફારુનની વર્ષગાંઠ હતી, તે દિવસે તેણે તેના બધા સેવકોને મિજબાની આપી; અને ફારુને તેના સેવકોમાં મુખ્યપાત્રવાહકનો અને ભઠિયારાનો ન્યાય કર્યો, અને બંનેને કારાગૃહમાંથી બહાર આવવા દીધા.

21 અને તેણે મુખ્ય પાત્રવાહકને તેની પદવી પર પાછો રાખ્યો; અને તેણે ફારુનના હાથમાં પ્યાલો આપ્યો,

22 પણ યૂસફે જે અર્થ કરી બતાવ્યો હતો તે પ્રમાંણે ભઠિયારાને ફાંસીએ ચઢાવ્યો.

23 છતાં મુખ્ય પાત્રવાહકએ યૂસફને યાદ કર્યો નહિ, અને તે તેને ભૂલી ગયો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan