Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

ઉત્પત્તિ 16 - પવિત્ર બાઈબલ


દાસી હાગાર અને ઇશ્માંએલ

1 ઇબ્રામની પત્ની સારાયને કોઈ બાળક ન હતું. સારાયની પાસે હાગાર નામે એક મિસરી દાસી હતી.

2 સારાયે ઇબ્રામને કહ્યું, “જુઓ, યહોવાએ મને કોઈ બાળક આપ્યું નથી તેથી તમે માંરી દાસીને રાખી લો. હું તેનાં બાળકને આપણું બાળક માંનીશ.” ઇબ્રામે પોતાની પત્નીનું કહ્યું માંની લીધું.

3 એટલે ઇબ્રામની પત્ની સારાયે પોતાની દાસી હાગારને પોતાના પતિ ઇબ્રામને પત્ની તરીકે આપી. તે વખતે ઇબ્રામને કનાનમાં રહેતાં 10 વર્ષ થયાં હતાં.

4 હાગાર ઇબ્રામથી ગર્ભવતી થઈ. જયારે તેને ખબર પડી કે, તે ગર્ભવતી હતી, ત્યારે તે પોતાની જાતને તેણીની શેઠાણી સારાય કરતાં વધારે સારી માંનવા લાગી. અને તેનો તિરસ્કાર કરવા લાગી.

5 પરંતુ સારાયે ઇબ્રામને કહ્યું, “માંરી દાસી મને નફરત કરે છે અને તે માંટે હું તમને દોષિત માંનું છું. મેં માંરી દાસી તમને આપી અને તેણીને જયારે ખબર પડી કે, તેણી ગર્ભવતી છે, ત્યારે તે મને તિરસ્કારવા લાગી. અમાંરા બેમાં કોણ સાચું છે એનો ન્યાય યહોવાએ કરવો જોઇએ.”

6 પરંતુ ઇબ્રામે સારાયને કહ્યું, “તું હાગારની શેઠાણી છે. તું તને ઠીક લાગે તેમ એની સાથે કરી શકે છે. તેથી સારાયએ હાગાર સાથે સખતાઈ કરવા માંડી, તેથી તેની દાસી નાસી ગઈ.”


હાગારનો પુત્ર ઇશ્માંએલ

7 રણપ્રદેશમાં શૂરને રસ્તે આવેલા ઝરણા પાસે હાગારને યહોવાનો દૂત મળ્યો.

8 દૂતે કહ્યું, “હાગાર, તું સારાયની દાસી છે. તું અહીં કયાંથી? તું કયાં જઇ રહી છે?” હાગારે કહ્યું, “હું માંરી શેઠાણી સારાય પાસેથી ભાગીને આવી છું.”

9 યહોવાના દૂતે તેણીને કહ્યું, “તું તારી શેઠાણી પાસે પાછી જા, અને તેની આજ્ઞા માંન.”

10 યહોવાના દૂતે તેને એ પણ કહ્યું, “હું તારો વંશવેલો એટલો બધો વધારીશ કે, તેની ગણતરી પણ થઈ શકશે નહિ.”

11 યહોવાના દૂતે એમ પણ કહ્યું, “તું અત્યારે ગર્ભવતી છે, અને તું એક પુત્ર જણીશ અને તેનું નામ ઇશ્માંએલ રાખીશ. કારણ કે યહોવાએ સાંભળ્યું છે કે, તારી સાથે ખરાબ વર્તાવ થયો છે, અને તે તારી મદદ કરશે.

12 ઇશ્માંએલ જંગલી અને આઝાદ થશે. તે એક જંગલી ગધેડા જેવો થશે. તે એક ઠેકાણેથી બીજે ઠેકાણે જશે, તે બધા માંણસોનો વિરોધ કરશે. અને બધા માંણસો તેનો વિરોધ કરશે. તે એક જગ્યાએથી બીજી જગ્યાએ જશે. તે તેના ભાઈઓની પાસે તેનો પડાવ નાખશે. પરંતુ તે તેમની વિરુદ્ધ થશે. અને સામે થઈ જુદો રહેશે.”

13 પછી યહોવાએ હાગાર સાથે વાતો કરી. તેણે પોતાની સાથે વાત કરનાર દેવને એક નવા નામથી પોકાર્યો. તેણે કહ્યું, “તમે તે યહોવા છો જે મને જુઓ છે.” “ખરેખર મને દેવના દર્શન થયા પછી હું જીવતી રહી છું!”

14 તેથી એ કૂવો બેર-લાહાય-રોઇનો કૂવો કહેવાયો. એ કૂવો કાદેશ અને બેરેદની વચમાં આવેલો છે.

15 પછી હાગારે ઇબ્રામથી એક પુત્રને જન્મ આપ્યો, અને ઇબ્રામે હાગારથી જન્મેલા પુત્રનું નામ ઇશ્માંએલ રાખ્યું.

16 જયારે ઇબ્રામથી હાગારે ઇશ્માંએલને જન્મ આપ્યો ત્યારે, ઇબ્રામની ઉંમર 86 વર્ષની હતી.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan