Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 31 - પવિત્ર બાઈબલ


મૂસાના અનુગામી યહોશુઆ

1 ઇસ્રાએલી પ્રજાને ઉદેશીને મૂસાએ આ બધી બાબતો અંગે વધુમાં કહ્યું,

2 “હું હવે 120 વર્ષનો થયો છું, તેથી તમને સૌને દોરવા માંટે હું શકિતમાંન નથી. યહોવાએ મને કહ્યું છે કે, ‘હું યર્દન નદી પાર કરી શકીશ નહિ.’

3 પરંતુ તમાંરા દેવ યહોવા તમાંરી આગળ રહીને યર્દન નદી ઓળંગશે અને તમાંરી સામેની પ્રજાઓનો નાશ કરશે અને તમે તેમનો પ્રદેશ કબજે કરશો. અને યહોવાની આજ્ઞા પ્રમાંણે યહોશુઆ તમાંરી આગેવાની લેશે.

4 “યહોવાએ અમોરીઓના રાજાઓ સીહોન અને ઓગ અને તેમના દેશોનો નાશ કર્યો તે રીતે તે આ દેશમાં રહેતા લોકોનો નાશ કરશે.

5 અને યહોવા તે લોકોને તમાંરા હાથમાં સુપ્રત કરશે અને તમાંરે તેમની સાથે મેં તમને આજ્ઞા કરી છે તે મુજબ વર્તવુ.

6 તમાંરે બળવાન અને હિંમતવાન થવું, તેઓથી ગભરાવું નહિ, કારણ કે, તમાંરા યહોવા દેવ તમાંરી સાથે છે. તે તમને છોડી દેશે નહિ કે તમને તજી દેશે પણ નહિ.”

7 ત્યારબાદ મૂસાએ યહોશુઆને બોલાવડાવીને બધા ઇસ્રાએલીઓ સમક્ષ તેને કહ્યું, “બળવાન તથા હિંમતવાન થજે, દૃઢ રહેજે, કારણ, તારે આ લોકોને યહોવાએ એમના પિતૃઓને જે દેશ આપવાનું વચન આપ્યું હતું તે દેશમાં લઈ જવાના છે. અને તારે એ લોકોને તે દેશની ભૂમિ વહેંચી આપવાની છે,

8 યહોવા જાતે તારી આગેવાની લેશે, તે તારી સાથે રહેશે, તે તારા પ્રત્યે અવિશ્વાસુ બનશે નહિ; કે તને એકલોે પણ મૂકશે નહિ, માંટે તું જરાય ગભરાઈશ નહિ કે નાહિંમત થઈશ નહિ.”


નિયમનું પારાયણ

9 મૂસાએ આ નિયમ લખીને યહોવાના નિયમના ગ્રંથમાં ઉપાડનાર લેવી યાજકોને અને બધા આગેવાનોને પણ તે નિયમની એક એક નકલ આપી.

10 અને તેઓને એવી આજ્ઞા કરી કે, “દર સાતમે વર્ષે, એટલે કે મુકિત માંટે નક્કી કરેલા વર્ષે માંડવાન ઉત્સવ વખતે,

11 જયારે બધા ઇસ્રાએલીઓ યહોવા તમાંરા દેવે પસંદ કરેલા સ્થાને દેવને મળવા આવે ત્યારે તમાંરે આ નિયમો જાહેરમાં વાંચી સંભળાવવો, કે જેથી ઇસ્રાએલના લોકો તેઓને સાંભળી શકે.

12 તમાંરે સૌ પુરુષો, સ્ત્રીઓ અને બાળકો તેમ જ તમાંરા ભેગા વસતા વિદેશીઓને આ સાંભળવા માંટે સભામાં એકત્ર કરવાં, જેથી તેઓ યહોવાથી ગભરાઇને જીવતાં શીખે અને આ નિયમોનું કાળજીપૂર્વક પાલન કરે.

13 અને આ નિયમથી જાણીતા નહિ એવા તેમના વંશજો પણ એ સાંભળશે, યર્દન નદીની સામેની ભૂમિ કે જે તમે કબજે કરવા જઇ રહ્યાં છો તેમાં યહોવા તમાંરા દેવથી ગભરાતા શીખે.”


યહોવાની છેલ્લી સૂચનાઓ

14 પછી યહોવાએ મૂસાને કહ્યું, “તારા મૃત્યુનો સમય નજીક આવી રહ્યો છે. યહોશુઆને બોલાવ અને તમે બંને મુલાકાત મંડપમાં માંરી પાસે આવો, જેથી હું તને માંરો આદેશ આપી શકું.” તેથી મૂસા અને યહોશુઆ ગયા અને મુલાકાત મંડપમાં ઉભા રહ્યાં.

15 મુલાકાત મંડપના પ્રવેશદ્વાર પાસે યહોવાએ મેઘસ્તંભમાં દર્શન આપ્યા.

16 યહોવાએ મૂસાને કહ્યું, “તારા પિતૃઓની જેમ તું પણ હવે મરવાની અણી પર છે. આ લોકો જે દેશમાં જઈ રહ્યા છે તેમાં જઈ વિદેશીઓ ભેગા રહેશે એટલે માંરા પ્રત્યેની ભકિતથી ચલિત થઈને તેઓ તે લોકોના દેવોની પૂજા કરવા માંડશે, મને છોડી દેશે અને મેં તેમની સાથે કરેલા કરારનો તેઓ ભંગ કરશે.

17 ત્યારે માંરો કોપ તે લોકો પર ભભૂકી ઊઠશે અને હું તેઓને તજી દઈશ. અને તેમનાથી વિમુખ થઈ જઈશ. તેમના પર અનેક આફતો અને સંકટો ઊતરશે અને તેઓને ભરખી જશે, ત્યારે તેઓ કહેશે કે, ‘આપણા દેવ આપણી વચ્ચે નથી તેથી આ બધા સંકટો આપણા પર આવે છે.’

18 પણ અન્ય દેવોની પૂજા કરીને તેઓએ કરેલાં પાપને કારણે હું તેમનાથી તે દિવસે માંરું મુખ તેઓથી સંતાડીશ.

19 “હવે આ ગીત તું લખી લે, અને પછી તું તે ઇસ્રાએલીઓને શીખવજે, તેમનો તે શીખવા અને રટણ કરવા કહે કે જેથી આ ગીત માંરા માંટે તેમની વિરુદ્ધ સાક્ષી તરીકે ઉભુ રહેશે.

20 જે દેશ મેં એમના પિતૃઓને આપવાનું વચન આપ્યું હતું ત્યાં હું તેમને લઈ જઈશ ત્યારે તે દૂધ અને મધથી ઉભરાતો હશે, તેઓને જેટલું ખાવું હોય તેટલું ખાશે, કે જ્યાં સુધી સંપૂર્ણ તૃપ્ત ન થાય. અને તેઓ અન્ય દેવો તરફ વળી જઈને તેમની પૂજા કરશે, એમ તેઓ માંરી અવજ્ઞા કરીને માંરા કરારનો ભંગ કરશે.

21 અને તેઓના પર ભયંકર વિનાશ આવી પડે ત્યારે આ ગીત તે લોકોને તેમના દુ:ખનું કારણ યાદ કરાવશે. (કારણ કે આ ગીત પેઢી દર પેઢી ગવાશે.) તેઓ તે દેશમાં પ્રવેશે તે અગાઉ હું જાણું છું કે, આ લોકો કેવા મનસૂબા ઘડે છે.”

22 તેથી તે જ દિવસે મૂસાએ એ ગીતના શબ્દો લખી લીધા અને તે ઇસ્રાએલીઓને શીખવ્યું.

23 પછી યહોવાએ નૂનના પુત્ર યહોશુઆને કહ્યું, “બળવાન થજે અને દૃઢ રહેજે, કારણ કે, ઇસ્રાએલીઓને મેં જે દેશ આપવા કહ્યું હતું ત્યાં તારે એમને લઈ જવાના છે, અને હું તારી સાથે રહીશ.”


મૂસા ઇસ્રાએલીઓને ચેતવણી સાથે છે

24 જયારે મૂસાએ આ નિયમોના શબ્દો અથથી ઇતિ સૂધી એક પુસ્તકમાં લખવાનું પૂર્ણ કર્યું.

25 ત્યાર પછી આમ કહીં તેણે યહોવાના કરારકોશને ઉપાડવાની લેવીઓને આજ્ઞા કરી,

26 “આ નિયમના ગ્રંથમાં લો અને તેને તમાંરા દેવ યહોવાની કરારકોશની જોડે રાખો, જેથી એ ઇસ્રાએલી પ્રજાને ગંભીર ચેતવણી તરીકે તે ત્યાં જ રહે.

27 મૂસાએ તેઓને કહ્યું, તમે કેવા બળવાખોર અને હઠીલા છો તે હું જાણું છું. હું હજી તમાંરી વચ્ચે જીવતો છું છતાં આજે તમે યહોવાની આજ્ઞાનું ઉલ્લંઘન કરો છો, તો માંરા મૃત્યુ પછી તો તમે શું નહિ કરો!

28 હવે તમાંરા બધા કુળસમૂહોના આગેવાનો, વડીલો અને અમલદારોને માંરી આગળ ભેગા કરો, જેથી હું તેઓ સાથે વાત કરું. અને આકાશ તથા પૃથ્વીને તેઓની વિરુદ્ધ સાક્ષી તરીકે રાખું.

29 મને ખબર છે કે માંરા મૃત્યુ પછી તમે દુષ્ટ થશો, મેં તમને જે માંર્ગ અપનાવવાની આજ્ઞા કરી હતી તે માંર્ગ છોડી દઈને તમે યહોવાથી તથા તેમની આજ્ઞાઓથી ભટકી જશો, તેથી ભવિષ્યમાં તમાંરા પર આફત ઊતરવાની છે, કારણ કે યહોવાની નજરમાં જે ભૂંડું છે તે તમે કરશો અને તમે યહોવાને ખૂબ ગુસ્સે કરશો.”


મૂસાનું વિદાયગીત

30 પછી મૂસાએ ઇસ્રાએલીઓના સમગ્ર સમાંજના સાંભળતાં એ આખા ગીતનો પાઠ કર્યો:

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan