Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 27 - પવિત્ર બાઈબલ


દિવ્ય શિલાલેખો

1 ત્યારબાદ મૂસાએ અને ઇસ્રાએલના આગેવાનોએ આ પ્રમાંણે જણાવ્યું, “આજે હું તમને બધાને જે આજ્ઞાઓ કરું છું તે સર્વનું પાલન કરજો.

2 જયારે તમે યર્દન નદી ઓળંગીને તમાંરા દેવ યહોવાએ તમને જે દેશ આપ્યો છે તેમાં પ્રવેશ કરો તે દિવસે તમાંરે ત્યાં મોટા પથ્થરો ઊભા કરીને તેના પર ચૂનાનું પ્લાસ્ટર કરવું.

3 અને તેના ઉપર નિયમના સર્વ શબ્દો લખી નાખવા, પછી તમે તમાંરા દેવ યહોવા તમને જે ભૂમિ આપી રહ્યાં છે તેમાં સ્થાઇ થઇ શકશો. તમાંરા પિતૃઓના યહોવા દેવે તમને જે વચન આપ્યું હતું તેમ આ ભૂમિમાં દૂધ અને મધની રેલછેલ થશે.

4 “અને યર્દનને સામે કિનારે તમે પહોંચો ત્યારે એબાલ પર્વત પર વહેલામાં વહેલી તકે સ્મૃતિચિન્હરૂપે પથ્થરોનો એક સ્તંભ ઊભો કરી તેના પર ચૂનાનું પ્લાસ્ટર કરો.

5 પછી ત્યાં તમાંરે તમાંરા દેવ યહોવાના નામે એક પથ્થરની વેદી બાંધવી.

6 તમાંરા દેવ યહોવા માંટે વેદી બાંધવા માંટે વણઘડયા પથ્થરોનો ઉપયોગ કરવો. અને તેના ઉપર તમાંરા દેવ યહોવાને આહુતિ ચઢાવવી.

7 યજ્ઞો અને શાંત્યર્પણો કરો અને તમાંરા દેવ યહોવા સમક્ષ આનંદથી ખાવુ.

8 આ પથ્થરો ઉપર તમાંરે નિયમનાં શબ્દો સ્પષ્ટ વાંચી શકાય તે રીતે કાળજીપૂર્વક કોતરવા.”


શ્રાપિત બાબતોના કાનૂનને લોકોની સહમતિ

9 પછી મૂસાએ તથા લેવી યાજકોએ તમાંમ ઇસ્રાએલીઓને કહ્યું, “હે ઇસ્રાએલી બંધુઓ, શાંત થાઓ, અને સાંભળો. આજે તમે તમાંરા દેવ યહોવાની પોતાની પ્રજા માંટે બની ગયા છો.

10 માંટે તમાંરા દેવ યહોવાની આજ્ઞા સાંભળો. આજે હું તમને જે આજ્ઞાઓ અને કાનૂનો જણાવું છું તેનું પાલન તમાંરે આજથી જ શરૂ કરવાનું છે.”

11 તે જ દિવસે મૂસાએ તે લોકોને આ મુજબ આજ્ઞા કરી:

12 “યર્દન નદી પાર કર્યા પછી લોકો ઉપર આશીર્વાદ ઉચ્ચારાય, તે વખતે નીચેનાં કુળો ગરીઝીમ પર્વત પર ઊભા રહે: શિમયોન, લેવી, યહૂદા, ઇસ્સાખાર, યૂસફ અને બિન્યામીન,

13 શ્રાપ ઉચ્ચારાય ત્યારે એબાલ પર્વત ઉપર રૂબેન, ગાદ, આશેર, ઝબુલોન, દાન અને નફતાલીના કૂળો ઊભા રહે.

14 “તે પછી લેવીઓ મોટે સાદે તમાંમ ઇસ્રાએલીઓને કહે:

15 “‘શ્રાપિત છે તે વ્યકિત જે ખોટા દેવ બનાવે છે, પછી તે કોતરેલી પ્રતિમાં હોય અથવા ધાતુની મૂર્તિ હોય અને તેની ગુપ્ત રીતે પૂજા કરે, કારણ કે મનુષ્યસજિર્ત દેવોનો યહોવા ધિક્કાર કરે છે.’ “અને બધા લોકો ‘આમીન’ કહીને સ્વીકૃતિ આપશે.

16 “‘જો કોઈ વ્યકિત પોતાના પિતા કે માંતાનું અપમાંન કરે તો તેના પર શ્રાપ ઊતરો.’ “અને બધા લોકો ‘આમીન’ કહીને સ્વીકૃતિ આપશે.

17 “‘જે કોઈ વ્યકિત પોતાના પડોશીની સીમાંનું નિશાન હઠાવે તો તેના પર શ્રાપ ઉતરો.’ “અને બધા લોકો ‘આમીન’ કહીને સ્વીકૃતિ આપશે.

18 “‘જો કોઈ વ્યકિત અંધ વ્યકિતનો ફાયદો ઊઠાવે તો તેના પર શ્રાપ ઊતરો.’ “અને બધા લોકો કહેશે ‘આમીન’.

19 “‘જો કોઈ વ્યકિત વિદેશી, અનાથ અને વિધવાને અન્યાય કરે તો તેના ઉપર શ્રાપ ઊતરો.’ “અને બધા લોકો કહેશે ‘આમીન’

20 “‘જે વ્યકિત પોતાના પિતાની પત્ની સાથે વ્યભિચાર કરે છે શ્રાપિત છે, કારણ કે, તે તેના પિતાની બદનામી કરે છે;’ “અને બધા લોકો કહેશે ‘આમીન.’

21 “‘જો કોઈ વ્યકિત પ્રાણીની સાથે અઘટિત કર્મ કરે તો તે શ્રાપિત થાઓ.’ “બધા લોકો કહેશે ‘આમીન.’

22 “‘જો કોઈ વ્યકિત પોતાની બહેન સાથે, પછી તે સગી બહેન હોય કે ઓરમાંન, જો તેની સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ!’ “અને બધા લોકો કહેશે, ‘આમીન.’

23 “‘જો કોઈ વ્યકિત તેની સાસુ સાથે કુકર્મ કરે તો તે શ્રાપિત થાઓ.’ “અને બધા લોકો કહેશે, ‘આમીન.’

24 “‘જો કોઈ વ્યકિત ખાનગીમાં કોઈની હત્યા કરે તો તે શાપિત થાઓ;’ “અને બધા લોકો કહેશે, ‘આમીન.’

25 “‘જે વ્યકિત નિર્દોષ માંણસની હત્યા કરવા માંટે પૈસા લે છે તે શ્રાપિત છે;’ “અને બધા લોકો કહેશે, ‘આમીન.’

26 “‘જો કોઈ વ્યકિત આ આજ્ઞાઓનું પાલન ન કરે તો તે પણ શ્રાપિત થાઓ.’ “અને બધા લોકો કહેશે, ‘આમીન.’

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan