Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

પુનર્નિયમ 15 - પવિત્ર બાઈબલ


વિશ્રામવર્ષ-ઋણમુકિતનું પર્વ

1 “દર સાતમે વર્ષે તમાંરે તમાંરા દેણદારોનું સર્વ પ્રકારનું દેવું માંફ કરી દેવું. દેવામાંફીનો નિયમ આ પ્રમાંણે છે:

2 દરેક મહાજને દેવાદાર કે જેઓ તેના ઋણી છે તેઓને દેણાંથી મુકત કરવાં. તેણે પોતાના જાતભાઈ પાસે દેવું વસૂલ કરવા દબાણ કરવું નહિ. કારણ કે એ યહોવાએ ઠરાવેલું દેવામાંફીનું વર્ષ છે.

3 આથી તમે વિદેશી પાસે દેવું ભરપાઈ કરાવી શકો પરંતુ દેણદાર જો તમાંરો ઇસ્રાએલી ભાઈ હોય તો તમાંરે તે દેવું રદ કરવું.

4 તમાંરા દેવ યહોવા તમને જે પ્રદેશ આપે છે, તેમાં તે તમને ખૂબ વિપુલતા આપશે તમાંરામાંનું કોઇ ગરીબ હશે નહિ.

5 પરંતુ શરત એટલી કે તમે દેવની આજ્ઞાઓનું પાલન કરશો. અને આજે તમને હું જે આજ્ઞાઓ જણાવું છું, તેનું પાલન બરાબર કરશો.

6 તમાંરા દેવ યહોવા વચન મુજબ તમને આશીર્વાદ આપશે અને તમે અનેક પ્રજાઓના લેણદાર બનશો, તમે કોઈના દેવાદાર નહિ બનો, અને તમે અનેક પ્રજાઓ ઉપર શાસન કરશો, પણ કોઈ તમાંરા ઉપર રાજ કરશે નહિ.

7 “પરંતુ તમાંરા દેવ યહોવા તમને જે પ્રદેશ આપે છે, તેના કોઈ પણ ગામમાં તમાંરો કોઈ જાતિભાઈ આથિર્ક મુશ્કેલીમાં આવી પડે, તો કઠોર હૃદયના ના બનશો. કે મદદનાં હાથને રોકશો નહિ.

8 પરંતુ ઉદાર હાથે તમે તેઓને જરૂરિયાત પ્રમાંણે ધીરજો.

9 “પણ સાવધાન! જોજો, એવું ના બને કે, જયારે સાતમું ઋણમુકિતનું વર્ષ નજીક આવ્યું છે ત્યારે હલકા વિચારથી ભરાઇને તમે તમાંરા આથિર્ક મુશ્કેલીમાં આવી પડેલા જાતભાઈ પ્રત્યે લાગણીહીન બની તેને કંઈ ન આપો, નહિતર તે તમાંરી વિરુદ્ધ યહોવાને પોકાર કરશે અને તમે દોષિત ઠરશો.

10 “વળી તેને જેની જરૂર હોય તે તમાંરે તેને ઉછીનું આપવું અને તે માંટે દુ:ખી થવું નહિ! કારણ કે, આના લીધે તમે જે કરશો તેમાં યહોવા તમને તમાંરાં બધાં કાર્યોમાં લાભ આપશે.

11 તમાંરા દેશમાં હંમેશા તમાંરી વચ્ચે કોઇ ગરીબ તો હોવાના જ. તેથી હું તમને આજ્ઞા કરું છું કે, તમાંરા જે કોઈ જાતભાઈ ગરીબ હોય અને આથિર્ક ભીંસમાં હોય તો તેમને ઉદારતાથી મદદ કરજો.


ગુલામો વિષેના નિયમો

12 “તમે જો કોઈ હિબ્રૂ સ્ત્રી કે પુરૂષને ગુલામ તરીકે ખરીદો, તે તમાંરી છ વર્ષ સેવા કરે અને તમાંરે તેને સાતમે વર્ષે મુકિત આપવી.

13 પરંતુ મુકત કરતી વખતે તેને ખાલી હાથે જવા દેવો નહિ.

14 તમાંરાં ઘેટાં-બકરાં, જૈતવાડીઓ અને દ્રાક્ષાવાડીઓમાંથી વિદાય ટાણે તેઓને ભેટ આપો. કારણ કે, તમાંરા દેવ યહોવાએ તમને સુખસમૃદ્વિ આપી છે, તેથી તેના પ્રમાંણમાં તેમને આપો.

15 અને તમાંરે સ્મરણ કરવું કે, તમે પોતે પણ મિસરમાં ગુલામ હતા અને તમાંરા દેવ યહોવાએ તમને છોડાવ્યા હતા. તેથી જ હું આજે તમને આ આજ્ઞા કરું છું.

16 “પણ જો તમાંરો હિબ્રૂ ગુલામ તેને તમાંરે ત્યાં સંતોષ હોય એમ કહેતો હોય કે, ‘માંરે તમાંરે ત્યાંથી જવું નથી’ કારણ કે મને તમાંરા પર અને તમાંરા પરિવાર પર પ્રેમ છે.

17 તો તમાંરે એક સોયો લઈને તેના કાનની આરપાર વીંધીને બારણામાં ખોસી દેવો, તેથી તે જીવનભર તમાંરો ગુલામ બનીને રહેશે. સ્ત્રીગુલામની બાબતમાં પણ તમાંરે આ પ્રમાંણે જ વર્તવું,

18 “ગુલામને મુકત કરતી વખતે તમાંરે ખોટું લગાડીને મન ઊચું ન કરવું. કારણ કે, રોજે રાખેલા મજૂર કરતાં અધેર્ ખરચે એણે તમાંરી નોકરી કરી છે, વળી તેને તમે મુકત કર્યો માંટે યહોવા તમાંરા દેવ તમે જે કરશો તે સર્વમાં તમને આશીર્વાદ આપશે.


પ્રાણીના પ્રથમજનિતનું અર્પણ

19 “તમાંરાં ઘેટાં અને ઢોરઢાંખરના પ્રથમજનિત નર બચ્ચાંને તમાંરે તમાંરા દેવ યહોવાને સમર્પણ કરી દેવાં. પ્રથમજનિતોને એટલે કે પ્રાણીઓને ખેતરમાં કામે લગાડવાં નહિ, કે પ્રથમજનિત ઘેટાંબકરાંનું ઊન તમાંરે ઉતારવું નહિ.

20 પ્રતિવર્ષ તમાંરે અને તમાંરા પરિવારે યહોવાએ પસંદ કરેલા સ્થાને તમાંરા દેવ યહોવાને ધરાવીને પછી જ તે પ્રાણીઓ ખાવાં.

21 “પરંતુ જો તેમનાંમાં કોઈ ખોડખાંપણ હોય, તે લુલૂ,લંગડુ કે આંધળુ હોય અથવા તેને બીજી કોઇ મોટી ખોડ હોય, તો તમાંરે તેને તમાંરા દેવ યહોવાને ધરાવવું નહિ.

22 અને તેનો ઉપયોગ તમાંરે ઘેર તમાંરા કુટુંબના ખોરાક તરીકે કરવો. શુદ્વ કે અશુદ્વ ગમે તે સ્થિતિમાં હોય તો તમે, હરણ કે કાળિયારની જેમ એ પ્રાણીઓને ખાઈ શકો છો.

23 પરંતુ તમાંરે તેનું લોહી ખાવું નહિ, તેને જળની જેમ જમીન પર ઢોળી દેવું.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan