Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૨ શમુએલ 8 - પવિત્ર બાઈબલ


દાઉદ અનેક યુદ્ધો જીતે છે

1 ત્યારબાદ દાઉદે પલિસ્તીઓને હરાવ્યાં, તેણે તેઓના દેશને અને તેઓની રાજધાની નગરના મોટા વિસ્તારને કબજે કરી લીધો.

2 તેણે મોઆબીઓને પણ હરાવ્યાં અને તેમને જમીન પર સુવાડી દીધા અને દોરડાથી હારબંધ તેઓને છૂટા પાડ્યા. બે હારના માંણસો માંર્યા પરંતુ ત્રીજા હારના માંણસો જીવતા રહ્યાં. આમ મોઆબીઓ તેના તાબેદાર બન્યા તેઓ તેને માંટે કામ કરવા લાગ્યાં.

3 રાહોબના પુત્ર સોબાહના રાજા હદાદએઝેરને દાઉદે હરાવ્યો, જ્યારે દાઉદ યુફ્રેતિસ નદી પાસેના વિસ્તારને અંકુશમાં રાખવા ગયો હતો.

4 દાઉદે તેની પાસેથી 1,700 ઘોડેસ્વાર સૈનિકો અને 20,000 પાયદળના સૈનિકોને કબજે કર્યા. દાઉદે 100 ઘોડાઓ રાખ્યા અને બાકીનાને લંગડા કરી દીધા.

5 દમસ્કસના અરામીઓ સોબાહના રાજા હદાદએઝેરની મદદ કરવા આવ્યા, પરંતુ દાઉદે 22,000 અરામીઓને હરાવ્યા.

6 દાઉદે દમસ્કસમાં સૈન્ય રાખ્યું અને અરામીઓ દાઉદના સેવકો બની ગયા અને ખંડણી ભરવા લાગ્યા. આમ, દાઉદ જયાં જયાં ગયો ત્યાં યહોવાએ તેને વિજય અપાવ્યો.

7 હદાદએઝેરના સેવકો જે સોનાની ઢાલ રાખતા હતા તે પડાવી લઈને દાઉદ યરૂશાલેમ લઈ આવ્યો.

8 પછી દાઉદે બેટાહ અને બેરોથાયથી પિત્તળમાંથી બનાવેલી ઘણી વસ્તુઓ લીધી, આ નગરો હદાદએઝેરની માંલિકીની હતી.

9 જયારે હમાંથના રાજા ટોઈને ખબર મળી કે દાઉદે હદાદએઝેરના આખા લશ્કરને હરાવ્યું છે.

10 એટલે તેણે પોતાના પુત્ર યોરામને રાજા દાઉદને હદાદએઝેર પર વિજય મેળવવા માંટે અને તેના લશ્કરને પરાજય આપવા બદલ અભિનંદન આપવા મોકલ્યો; હદાદેઝરને ટોઈની સાથે હંમેશા યુદ્ધ ચાલ્યા કરતાં હતાં. યોરામ પોતાની સાથે સોના અને ચાંદીથી બનેલી વસ્તુઓ અને પિત્તળનાં વાસણો લઈ ગયો હતો.

11 દાઉદે આ બધી વસ્તુઓ લીધી અને યહોવાને અર્પણ કરી અને બધું યહોવાના મંદિરમાં સેવા માંટે અર્પણ કર્યું. આ બધી વસ્તુઓ દાઉદે તેણે હરાવેલા દેશોમાંથી લીધી હતી.

12 દાઉદે અરામીઓ, મોઆબીઓ, આમ્મોનીઓ, પલિસ્તીઓ, અને અમાંલેકીઓ તથા સોબાહના રાજા હદાદએઝેર રાહોબના પુત્રને હરાવ્યાં હતાં.

13 વળી, દાઉદે મીઠાની ખીણમાં જ 18,000 અરામીઓને હરાવીને ભારે નામના મેળવી,

14 અને દાઉદે સમગ્ર અદોમ પ્રદેશમાં સૈનિકોના સમૂહની નિમણૂક કરી. બધા અદોમીઓ દાઉદના ગુલામ થઈ ગયા. યહોવાએ દાઉદને સર્વત્ર વિજય અપાવ્યો.


દાઉદનું શાસન

15 દાઉદે સમગ્ર ઇસ્રાએલ પર રાજય સ્થાપ્યું અને પોતાની બધી પ્રજા ઉપર ધર્મ અને ન્યાયપૂર્વક શાસન કર્યું.

16 સરૂયાનો પુત્ર યોઆબ તેના લશ્કરનો સેનાપતિ હતો. અહીલૂદનો પુત્ર યહોશાફાટ તેનો ઇતિહાસકાર હતો.

17 અહીલૂબનો પુત્ર સાદોક તથા અબ્યાથારનો પુત્ર અહીમેલેખ પ્રમુખ યાજકો હતાં. સરૂયા અંગતમંત્રી હતો.

18 યહોયાદાનો પુત્ર બનાયા કરેથીઓનો અને પલેથીઓનો અંગરક્ષક હતો. અને દાઉદના પુત્રો મુખ્ય કારભારી હતા.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan