૧ શમુએલ 4 - પવિત્ર બાઈબલ1 શમુએલ વિષેની ખબર આખા ઇસ્રાએલમાં ફેલાઇ ગઇ. તે દિવસોમાં ઇસ્રાએલીઓ પલિસ્તીઓ વિરુદ્ધ લડવા નીકળી પડ્યા. ઇસ્રાએલીઓએ એબેન-એઝેરમાં છાવણી નાખી અને પલિસ્તીઓએ અફેકમાં છાવણી નાખી. પલિસ્તીઓએ ઇસ્રાએલીઓને હરાવ્યા 2 પલિસ્તીઓએ ઇસ્રાએલ સામે વ્યૂહ ગોઠવ્યો, યુદ્ધ જામ્યું. ઇસ્રાએલીઓ હાર્યા. પલિસ્તીઓએ લગભગ 4,000 ઇસ્રાએલીઓને રણભૂમિ ઉપર કાપી નાખ્યા. 3 જયારે બાકીનાં સૈનિકો તેમની છાવણીમાં પાછા આવ્યા ત્યારે ઇસ્રાએલીઓના આગેવાનોએ પૂછયું, “યહોવાએ પલિસ્તીઓના હાથે આપણને કેમ હરાવ્યા? ચાલો, આપણે શીલોહ જઈને યહોવાના કરારકોશને લઈ આવીએ. આ રીતે દેવ આપણી વચ્ચે રહેશે અને આપણું દુશ્મનોથી રક્ષણ કરશે.” 4 તેથી લોકોએ દેવનો કરારકોશ લાવવા માંટે માણસોને શીલોહ મોકલ્યા. કોશની ઉપર કરૂબ દેવદૂતો હતા, જે દેવના સિંહાસન જેવા હતા. એલીના બે પુત્રો હોફની અને ફીનહાસ કોશની સાથે આવ્યા. 5 જયારે યહોવાનો કરારકોશ છાવણીમાં આવ્યો, ત્યારે બધા ઇસ્રાએલીઓએ તેને એવા તો મોટા હર્ષનૅંદથી વધાવી લધો કે ધરતી ધણધણી ઊઠી. 6 ઇસ્રાએલીઓનો હર્ષનાદ સાંભળીને પલિસ્તીઓ પૂછવા લાગ્યા, “હિબ્રૂઓની છાવણીમાં આ બધો અવાજ અને આનંદ શેના છે?” પદ્ધી તેઓને સમજ પડી કે યહોવાનો કરારકોશ ઇસ્રાએલીઓની છાવણીમાં આવ્યો છે. 7 તેથી તેઓ ગભરાઈ ગયા અને કહ્યું, “દેવ તેમની છાવણીમાં આવ્યા છે! હવે આપણે પહેલા કદી નથી પડી તેવી મુશ્કેલીમાં પડીશું. 8 આ પ્રબળ દેવોથી આપણને કોણ બચાવશે? આ દેવોએ મિસરીઓને રણમાં ભયંકર રોગોથી હરાવ્યા હતા. 9 પલિસ્તીઓ હિંમત રાખો, બહાદુર બનો, નહિ તો હિબ્રૂઓ આપણા ગુલામ હતા, તેમ આપણે તેમના બનીશું. માંટે બહાદુરીથી લડો.” 10 તેથી પલિસ્તીઓએ ઇસ્રાએલીઓને હરાવ્યા. ઇસ્રાએલના 30,000 સૈનિકો મર્યા, બાકીના છાવણીમાં નાસી ગયા. 11 દેવનો પવિત્રકોશ કબજે કરવામાં આવ્યો અને એલીના પુત્રો હોફની અને ફીનહાસ માંર્યા ગયા. 12 બિન્યામીન વંશનો એક મૅંણસ યદ્ધભૂમિમાંથી દોડીને તે જ દિવસે શીલોહ આવી પહોંચ્યો. શોકમાં તેણે વસ્ત્રો ફાડી નાખ્યાં હતા; અને મૅંથે ધૂળ નાખી હતી. 13 જયારે તે આવી પહોંચ્યો ત્યારે એલી શહેરના દરવાજા પાસે બેઠો હતો અને યહોવાના કરારકોશની રાહ જોતો હતો. પવિત્ર કોશની સુરક્ષાની તેને ચિંતા હતી. યદ્ધભૂમિ પરથી આવેલા સંદેશવાહકે તેઓને દુ:ખદ સમાંચાર આપ્યા એટલે બધા લોકો જોરથી રડવા લાગ્યા. 14 તે સાંભળીને એલીએ પૂછયું, “આ ઘોંઘાટ શાનો છે?” પેલા મૅંણસે એકદમ એલી પાસે દોડી જઈને બધું કહી સંભળાવ્યું. 15 એલીની ઉંમર 98 વર્ષની થઈ હતી અને તે ઔંધળો બની ગયો હતો. 16 પેલા મૅંણસે કહ્યું, “હું યદ્ધભૂમિ પરથી હમણા જ ચાલ્યો આવું છું. હું આજે જ યદ્ધમાંથી ભાગીને આવ્યો છું.” એલીએ તેને પૂછયું, “માંરા દીકરા, ત્યાં શું થયું છે?” 17 ભાગી આવેલા કાસદે કહ્યું, “ઇસ્રાએલીઓની હાર થઈ છે. હજારો ઇસ્રાએલી સૈનિકો માંર્યા ગયા છે, હોફની અને ફીનહાસ પણ મરી ગયા છે; અને દેવનો પવિત્રકોશ શત્રુઓએ કબજે લધો છે.” 18 સંદેશવાહકોએ દેવના પવિત્ર કોશનો ઉલ્લેખ કરતાની સૅંથે જ તે દરવાજની બાજુ પાસેના આસન પરથી પડી ગયો; અને તેની ડોક તુટી ગઇ અને તે મરણ પામ્યો કેમકે તે વૃદ્ધ હતો અને તેનું શરીર બહુ ભારે હતું. એલીએ 40 વર્ષ ઇસ્રાએલનો ન્યાય કર્યો હતો. ઇસ્રાએલનું ગૌરવ ગયું 19 એલીની પુત્રવધૂ ફીનહાસની વહુ સગર્ભા હતી, અને તેની પ્રસૂતિનો સમય પાસે આવ્યો હતો, જયારે તેણે દેવનો પવિત્રકોશ બીજાઓએ કબજે કર્યાનું અને પોતાના સસરાનું અને પતિનું અવસાન થયાનું સાંભળ્યું ત્યારે તેને એકદમ વેણ ઊપડી આવી, તે નમી પડી અને તેને પ્રસૂતિ થઈ ગઈ. 20 તે જ્યારે પડામાં હતી અને મૃત્યુની નધ્ક હતી ત્યારે તેને મદદ કરતી સ્રીઓમાંથી એક સ્રીએ કહ્યું: “ચિંતા કરીશ નહિ; તેઁ પુત્રને જન્મ આપ્યો છે.” પણ તેણે કોઈ જવાબ આપ્યો નહિ, અને તેના પર ધ્યાન ન આપ્યું. 21 તેણે તે છોકરાનું નામ ઈખાબોદ પૅંડયું એમ કહેતા, “ઇસ્રાએલીઓનું ગૌરવ જતું રહ્યું છે.” તેણે આ કહ્યું કારણ કે દેવનો પવિત્રકોશ દુશ્મનો લઇ ગયા છે, અને તેના ધણીનું તથા સસરાનું અવસાન થયું છે. 22 તેણે કહ્યું કે: “ઇસ્રાએલનું ગૌરવ જતું રહ્યું છે,” એટલા માંટે કે યહોવાનો પવિત્રકોશ દુશ્મનો લઇ ગયા હતા. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International