૧ શમુએલ 27 - પવિત્ર બાઈબલપલિસ્તીઓ વચ્ચે દાઉદ 1 દાઉદે પોતાના મનમાં વિચાર કર્યો, “કોઈ દિવસ શાઉલ મને માંરી નાખશે, એટલે હું પલિસ્તીઓના પ્રદેશમાં નાસી જાઉં એ જ ઉત્તમ છે. તો શાઉલ માંરી આશા છોડી દેશે; અને આખા ઇસ્રાએલમાં માંરી શોધ કરવાનું માંડી વાળશે અને હું સુરક્ષિત રહી શકીશ.” 2 આથી દાઉદ અને તેના 600 માંણસો ઊપડયા અને ગાથના રાજા માંઓખના પુત્ર આખીશ પાસે ચાલ્યા ગયા. 3 દાઉદ અને તેના માંણસો પોતપોતાનાં કુટુંબોની સાથે આખીશની પાસે ગાથમાં સ્થાયી થયા. દાઉદની સાથે તેની બે પત્નીઓ હતી: યિઝએલી અહીનોઆમ તથા નાબાલની વિધવા કામેર્લની અબીગાઈલ, 4 જયારે શાઉલને ખબર પડી કે દાઉદ ગાથમાં નાસી ગયો છે, ત્યારે તેણે તેને શોધવાનું છોડી દીધું. 5 દાઉદે આખીશને કહ્યું, “તમે જો માંરાથી પ્રસન્ન હોવ તો, મને ગ્રામ પ્રદેશના એકાદ નગરમાં એક જગ્યા આપો. હું તો માંત્ર એક સેવક છું તેથી માંરે આપ નામદાર સાથે પાટનગરમાં શા માંટે રહેવું જોઈએ?” 6 આથી તે દિવસે આખીશે તેને સિકલાગ આપ્યું; તેથી સિકલાગ આજ સુધી યહૂદાના રાજાની મિલકત છે. 7 સોળ મહિના સુધી દાઉદ પલિસ્તીઓના હાથમાં રહ્યો. રાજા આખીશને મૂર્ખ બનાવતો દાઉદ 8 દાઉદ અને તેના માંણસો ગશૂરીઓ, ગિઝીર્ઓ, અને અમાંલેકીઓના પ્રદેશમાં ધાડ પાડવા નીકળી પડતા. એ લોકો જૂના જમાંનાથી શૂર અને મિસર સુધીના પ્રદેશમાં વસતા હતા. 9 દાઉદ કોઈ દેશ પર હુમલો કરતો ત્યારે ત્યાં સ્ત્રી કે પુરુષ કોઈને જીવતા જવા દેતો નહિ; ઘેટાં, બળદો, ગધેડાં, ઊંટ અને વસ્ત્રો સુદ્ધાં હરી લેતો અને પાછો આખીશ પાસે આવતો. 10 આખીશ પૂછતો કે, “આજે તમે કયાં હુમલો કરવા જાવ છો?” અને દાઉદ કહેતો, “યહૂદાના દક્ષિણ પ્રદેશમાં,” અથવા “યરાહમએલીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.” અથવા “કેનીઓના દક્ષિણમાંના પ્રદેશમાં.” 11 દાઉદ કદી કોઈ સ્ત્રીને કે પુરુષને જીવતાં ગાથ લાવતો નહિ, રખેને તેઓ દાઉદ અને તેનાં માંણસોની વિરુદ્ધ કહે કે, “દાઉદે આમ કર્યુ છે.” દાઉદ પલિસ્તીઓના પ્રદેશમાં રહ્યો; તે બધો સમય આ પ્રમાંણે જ કરતો. 12 આખીશને દાઉદ ઉપર વિશ્વાસ હતો, કારણ, તે એમ ધારતો કે, “તે એના લોકો ઇસ્રાએલમાં એવો અકારો થઈ પડયો છે કે, તે હંમેશા માંરો દાસ થઈને રહેશે.” |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International