૧ શમુએલ 24 - પવિત્ર બાઈબલદાઉદે શાઉલને શરમિંદો કર્યો 1 પલિસ્તીઓ સાથે યુદ્ધ કરીને શાઉલ પાછો આવ્યો તેને કોઈએ કહ્યું કે, “દાઉદ એન-ગેદીના વગડામાં છુપાયો છે.” 2 એટલે શાઉલે સર્વ ઇસ્રાએલમાંથી 3,000 માંણસોને પસંદ કર્યા અને તેમની સાથે દાઉદ અને તેના માંણસોને શોધવા જંગલી બકરાંના ખડક પર ગયા. 3 અને પછી તે રસ્તે ઘેટાઁના વાડા હતા અને તેની પાસે એક ગુફા હતી ત્યાં શાઉલ પગ ઢાંકવા ગયો. એ જ ગુફાની છેક અંદરના ભાગમાં દાઉદ અને તેના માંણસો સંતાયેલા હતા. 4 દાઉદના માંણસોએ તેને કાનમાં કહ્યું, “યહોવાએ તમને કહ્યું હતું કે, ‘હું તારા દુશ્મનોને તારા હાથમાં સોંપી દઈશ અને તારે તેને જે કરવું હોય તે કરજે. એ દિવસ આજે આવ્યો છે.’” દાઉદે ઊભા થઈને ખબર ન પડે તે રીતે શાઉલના ઝભ્ભાની ચાળ કાપી લીધી. 5 પણ પછી ચાળ કાપવા માંટે તેનું અંતર તેને ડંખવા લાગ્યું. 6 પછી તેણે તેના માંણસોને કહ્યું, “માંરે તે પ્રમાંણે કરવું જોઈતું નહોતું. કારણ કે, તે યહોવાએ અભિષેક કરેલો રાજા છે,” 7 આમ કહીને દાઉદે પોતાના માંણસોને પાછા વાર્યા, તેમને શાઉલની સામે ઊઠવા દીધા નહિ, પછી શાઉલ ગુફામાંથી ઊભો થઈને રસ્તે પડ્યો. 8 દાઉદ પણ પાછળથી ઊઠયો, ને ગુફાની બહાર નીકળીને શાઉલને હાંક માંરીને કહ્યું, “માંરા ધણી અને રાજા!” શાઉલે પાછા ફરીને જોયું. દાઉદે ભૂમિ પર લાંબા થઈને પ્રણામ કર્યા અને કહ્યું, 9 “દાઉદ આપને માંરી નાખવા ફરે છે. ‘એવું કહેનાર લોકોનું તમે સાંભળો છો શા માંટે?’ 10 આ તમે પોતે જોઇ રહ્યાં છો. આજે યહોવાએ એ ગુફામાં તમને માંરા હાથમાં સોપી દીધા અને હું તમને ત્યાજ માંરી નાખી શકત. માંરા માંણસોએ તમને માંરી નાખવાનુ કહ્યું, ‘પરંતુ મે તમાંરા જીવ પર દયા કરી, કારણ કે હુ માંરા ધણીને માંરી શકતો નથી કારણ કે યહોવાએ પોતે તમને રાજા બનાવ્યા હતા.’ 11 જુઓ, માંરા હાથમાં શું છે? આ રહી માંરા હાથમાં આપના ઝભ્ભાની ચાળ, મેં એ કાપી લીધી, પણ આપનો વધ ન કર્યો. એથી આપને ખાતરી થશે કે, માંરા મનમાં આપની સામે બળવો કરવાનો કે આપને ઇજા પહોંચાડવાનો ખ્યાલ જ નથી. મેં આપનું કશું જ બગાડયું નથી, તેમ છતાં આપ માંરો જીવ લેવા માંરી પાછળ પડયા છો. 12 યહોવા તારી અને માંરી વચ્ચે ન્યાયાધીશ રહેશે. તમે માંરી સાથે ખોટું કર્યુ છે, યહોવા તેના માંટે તમને સજા કરે. પણ હું આપની સામે હાથ ઉગામવાનો નથી. 13 એક જૂની કહેવત છે કે, ‘દુષ્ટતા દુષ્ટોમાંથી નીકળે છે.’ “પણ હું તમાંરું કદી નુકસાન કરીશ નહિ. 14 ઇસ્રાએલના રાજા કોને પકડવા નીકળી પડયા છે? તમાંરે શું મરેલા કૂતરા અથવા ચાંચડ હાંકવાના છે? 15 ભલે યહોવા તારી અને માંરી વચ્ચે ન્યાયધીશ રહે. યહોવા માંરો પક્ષ લેશે અને હું સાબિત કરીશ કે હું સાચો છું. તેઓ માંરી સાથે રહે અને તારા હાથમાંથી મને બચાવે.” 16 દાઉદ બોલી રહ્યો એટલે શાઉલે કહ્યું, “આ માંરો પુત્ર દાઉદ બોલે છે?” એમ બોલીને મોટેથી રડવા લાગ્યો, 17 પછી તેણે દાઉદને કહ્યું, “ન્યાય તારે પક્ષે છે, માંરે પક્ષે નથી, તેં માંરું કેટલું બધું ભલું કર્યુ છે પણ હું તારા પર ક્રૂર હતો. 18 આજે તેં માંરા પ્રત્યે અદૃભુત ભલાઈ દર્શાવી છે. યહોવાએ મને તારા હાથમાં સોંપી દીધો હતો, પણ તેં મને માંરી નાખ્યો નહિ. 19 જો કોઈ માંણસના હાથમાં તેનો દુશ્મન આવે, તો તે તેને શાંતિથી જવા ન દે. આજ તેઁ માંરું ભલું કર્યુ છે તેથી યહોવા તને તારા સારા કામ માંટે સારો બદલો આપશે. 20 હું જાણું છું કે તું ચોકકસ રાજા બનશે અને ઇસ્રાએલી પ્રજા પર તું રાજ કરશે. 21 માંટે આજે તું યહોવાના નામની પ્રતિજ્ઞા લે અને મને વચન આપ કે માંરા મરણ પછી તું માંરા વંશજોને નહિ માંરી નાખે અને માંરા પિતાના કુટુંબમાંથી માંરું નામ ભૂંસી નહિ નાખે.” 22 દાઉદે શાઉલને એ પ્રમાંણે વચન આપ્યું અને શાઉલ પાછો ઘેર ગયો. પરંતુ દાઉદ અને તેના માંણસો પાછા ગઢોમાં ગયા. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International