Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 22 - પવિત્ર બાઈબલ


દાઉદનું અનેક સ્થળોએ જવું

1 તેથી દાઉદે ત્યાંથી ભાગી જઈને અદુલ્લામની ગુફામાં આશરો લીધો, જયારે તેના ભાઈઓએ અને આખા કુટુંબે એમ સાંભળ્યું કે એ ત્યાં છે, ત્યારે તેઓ તેને ત્યાં જઈને મળ્યા.

2 માંણસો જે મુશ્કેલીમાં હતા, અથવા જેને દેવું થઈ ગયું હતું અથવા જેઓ દુ:ખી હતાં તેઓ દાઉદ સાથે જોડાવા ભેગા થયા. આશરે 400 માંણસો હતાં. અને તે એ લોકોનો આગેવાન બન્યો.

3 ત્યાથી દાઉદ મોઆબના પ્રદેશમાં મિસ્પેહ ગયો. તેણે મોઆબના રાજાને કહ્યું, “યહોવા મને શું કરશે તેની મને ખબર નથી અને તેની મને જાણ થાય ત્યાં સુધી, કૃપા કરીને માંરા માંબાપને તમાંરી સાથે આવીને સુરક્ષા સાથે રહેવા દો.”

4 આમ, દાઉદે પોતાનાં માંબાપને મોઆબના રાજા સાથે રાખ્યાં અને જયાં સુધી દાઉદ સંતાતો છુપાતો રહ્યો, ત્યાં સુધી તેઓ ત્યાં જ રહ્યાં.

5 પણ ગાદ પ્રબોધકે દાઉદને કહ્યું કે, “કિલ્લાની અંદર રહીશ નહિ. યહૂદાના પ્રદેશમાં જા” આથી દાઉદ કિલ્લામાંથી નીકળીને હેરેથના જંગલમાં ચાલ્યો ગયો.


અહીમેલેખના કુટુંબનો વિનાશ કરતો શાઉલ

6 અને શાઉલ ગિબયાહમાં ટેકરી ઉપર આવેલા સરુના ઝાડ નીચે હાથમાં ભાલો લઈને બેઠો હતો અને તેના દરબારીઓ તેની આસપાસ ઊભા હતા એવામાં તેને સમાંચાર મળ્યા કે દાઉદ અને તેની સાથેના માંણસોનો પત્તો મળ્યો છે.

7 તેથી શાઉલે પોતાની આજુબાજુના નોકરોને કહ્યું, “સાંભળો, બિન્યામીનના માંણસો! તમે એમ માંનો છો કે યશાઇનો પુત્ર તમને ખેતરો અને દ્રાક્ષની વાડીઓ આપવાનો છે? તમે એમ માંનો છો કે એ તમને 1,000 કે 100 સૈનિકના અમલદાર બનાવવાનો છે?

8 તમે માંરી સામે કાવતરું કરો છો! તમાંરામાંથી કોઇ એકે મને માંરા પુત્રે યશાઈના પુત્ર સાથે કરેલ કરાર વિષે કહ્યું નથી. માંરી કોઈને પડી નથી. તમાંરામાંથી કોઈ એકે મને એ કહ્યું નહિ કે માંરા દીકરાએ દાઉદને સંતાઇને માંરા ઊપર હુમલો કરવા પ્રોત્સાહન આપ્યુ હતું. તેથી હવે માંરો સેવક દાઉદ માંરા ઊપર હુમલો કરવા સંતાયો છે.”

9 ત્યારે શાઉલના ચાકરો પાસે દોએગ અદોમી ઊભો હતો. તેણે કહ્યું, “હું નોબમાં હતો ત્યારે મેં દાઉદને અહીટૂબના પુત્ર અહીમેલેખ યાજક સાથે વાત કરતાં જોયો હતો.

10 અહીમેલેખે દાઉદ માંટે યહોવાને પ્રાર્થના કરી અને તેને ખાવાનું આપ્યું હતું અને પલિસ્તી ગોલ્યાથની તરવાર તેને આપી.”

11 શાઉલે અહીટૂબના પુત્ર અહીમેલેખને અને તેના યાજક કુટુંબીઓને નોબમાંથી બોલાવ્યા, અને તેઓ બધા રાજાની સમક્ષ હાજર થયા.

12 શાઉલે અહીમેલેખને કહ્યું, “અહીટૂબના પુત્ર, સાંભળ.” “જેવી ધણીની આજ્ઞા.” તેણે જવાબ આપ્યો.

13 શાઉલે તેને પૂછયું, “તેં અને યશાઇના પુત્રે માંરી વિરુદ્ધ કાવતરું શા માંટે કર્યુ? તેં તેને ખાવાનું આપ્યું, તરવાર આપી અને તેના માંટે યહોવાને પ્રાર્થના પણ કરી. હવે તે સંતાઇ ગયો છે મને માંરી નાખવાની રાહમાં.”

14 અહીમેલેખે જવાબ આપ્યો, “તમાંરા બધા અમલદારોમાં દાઉદ જેવો કોઈ વફાદાર નથી; તે તમાંરો જમાંઈ છે, તમાંરા અંગરક્ષકોનો નાયક છે, અને તમાંરા દરબારમાં માંનભર્યુ સ્થાન ધરાવે છે.

15 ભૂતકાળમાં મેઁ દાઉદ માંટે પ્રાર્થના કરી હતી તેથી તે પહેલીવારની ન હતી. મેં તારી વિરુદ્ધ કંઈ કરવાનો વિચાર પણ નથી કર્યો. તેથી એના માંટે માંરે માંરો અથવા માંરા કુટુંબીનો વાંક ન કાઢવો કારણ, કે તમાંરા આ સેવકને એના વિષે કોઇ જાણ હતી નહિ.”

16 ત્યારે રાજાએ કહ્યું, “હે અહીમેલેખ, તું તારા પિતાના આખા કુટુંબ સહિત ખચીત માંર્યો જશે.”

17 પછી રાજાએ પોતાની પાસે ઊભેલા રક્ષકોને કહ્યું, “આગળ વધો અને યહોવાના યાજકોને માંરી નાખો, કારણ કે તેઓ સર્વ દાઉદ સાથે મળી જઈ કાવતરું કરનારા છે, દાઉદ માંરી પાસેથી ભાગી જતો હતો તે તેઓ જાણતા હતા છતાં એમણે મને જાણ કરી નથી.” પણ રાજાના સેવકો યહોવાના યાજકોના જીવ લેવા હાથ ઉગામવા તૈયાર નહોતા,

18 આથી શાઉલે અદોમી દોએગને કહ્યું, “દોએગ, તું જ યાજકોને માંરી નાખ.” તેથી દોએગે યાજકોને માંરી નાખ્યા; એ જ દિવસે તેણે તેઓમાંના 85 ને માંરી નાખ્યા.

19 અને યાજકોના નગર નોબને પણ તેણે તરવારની ધારથી કતલ કર્યુ. શાઉલે બાળબચ્ચાં સુદ્ધાં, યાજકોના નગર નોબમાં વસતાં બધાં જ સ્ત્રી-પુરુષોની, તેમ જ બળદો, ગધેડાં અને ઘેટાંની હત્યા કરાવી.

20 પરંતુ અહીમેલેખનો એક પુત્ર અબ્યાથાર છટકી ગયો અને દાઉદને જઈ મળ્યો.

21 અબ્યાથારે શાઉલે યહોવાના યાજકોની હત્યા કર્યાની વાત દાઉદને કરી.

22 ત્યારે દાઉદે કહ્યું, “મેં તે દિવસે અદોમી દોએગને જોયો ત્યારે જ હું સમજી ગયો હતો કે એ જરૂર શાઉલને વાત કરશે, તારા કુટુંબીઓના શાઉલ દ્વારા મોત માંટે હું જવાબદાર છું.

23 તું અહીં માંરી સાથે રહે, ગભરાઈશ નહિ. જે કોઈ (શાઉલ) તારો જીવ લેવા પ્રયાસ કરે છે તે માંરો જીવ પણ લેવા મથે છે. માંરી સાથે તું સલામત છે.”

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan