Biblia Todo Logo
Bìoball air-loidhne

- Sanasan -

૧ શમુએલ 10 - પવિત્ર બાઈબલ


શાઉલનો રાજા તરીકે અભિષેક

1 પછી શમુએલે તેલની શીશી લઈને શાઉલના માંથા ઉપર રેડી અને તેને ચુંબન કર્યું. શમુએલે કહ્યું, “યહોવાએ તને ઇસ્રાએલી પ્રજાના રાજા તરીકે અભિષિકત કર્યો છે. તું યહોવાના લોકો પર શાસન કરીશ.

2 આજે તું માંરી પાસેથી વિદાય થશે ત્યારે તને બિન્યામીનના પ્રદેશમાં સેલ્સાહ ખાતે આવેલ ‘રાહેલ’ની કબર નજીક બે માંણસો મળશે. તેઓ તને કહેશે કે, ‘જે ગધેડાંની શોધ કરવા તું ગયો હતો તે મળ્યાં છે. હવે ગધેડાંની બદલે તારા પિતા તારી ચિંતા કરતા હશે. તેઓ વિચાર કરતા હશે કે, માંરા પુત્રને શોધવા હું શું કરું?’”

3 શમુએલ કહ્યું, “પછી ત્યાંથી તું તાબોરના મોટા ઓક વૃક્ષ સુધી ચાલ્યો જજે. ત્યાં જતાં તને યહોવાની ઉપાસના કરવા જતા ત્રણ માંણસો મળશે. તેઓ આ વસ્તુઓ લઇ જતા હશે: પહેલા જુવાને બકરીઓ ઉપાડેલી હશે, બીજાએ ત્રણ રોટલા ઉપાડ્યા હશે અને ત્રીજાએ દ્રાક્ષારસની એક શીશી ઉપાડેલી હશે.

4 ત્યાં તેઓ તને પ્રણામ કરીને તને બે રોટલા આપશે. તારે એ બે રાટેલા તેમની પાસેથી સ્વીકારી લેવા.

5 ત્યારબાદ તારે ‘ગિબેય ઇલોહિમ’ જવુ જયાં પલિસ્તી કિલ્લો છે, ત્યાં તને ઢોલ, શરણાઈ, વીણા અને વાંસળી વગાડતા ઉપાસનાસ્થાનેથી ઊતરતા પ્રબોધકોનો સંઘ મળશે, અને તેઓ પ્રબોધ કરતા ખબર પડશે,

6 એ વખતે યહોવાનો આત્માં ઘણા બળ સાથે તારામાં સંચારિત થશે. ત્યારબાદ તું બીજી વ્યકિતમાં બદલાઇ જઇશ. આ પ્રબોધકો સાથે તું પ્રબોધ કરીશ.

7 જ્યારે આ બધી ઘટનાઓ બને ત્યારે તને જે સૂઝે તે તારે કરવું. કારણ, તને દેવનો સાથ હશે.

8 “તું માંરા પહેલાં ગિલ્ગાલ ચાલ્યો જજે. પછી હું તને ત્યાં મળવા આવીશ. ત્યાં હું તને દહનાર્પણો તથા શાંત્યર્પણો અર્પણ કરીશ. પણ તારે સાત દિવસ સુધી માંરી રાહ જોવી; પછી હું આવીશ અને તને કહીશ કે તારે શું કરવું.”


શાઉલ પ્રબોધક જેવો બન્યો

9 અને પછી શમુએલ પાસેથી જવા માંટે શાઉલે જેવી પીઠ ફેરવી કે તરત જ દેવે તેને સમૂળગો ફેરવી નાખ્યો; અને તે જ દિવસે એ બધી ઘટનાઓ બની.

10 જયારે શાઉલ અને તેનો ચાકર પેલી ટેકરી પર પહોંચ્યા ત્યારે પ્રબોધકોનો સંઘ તેને મળવા સામે આવ્યો અને દેવના આત્માંનો તેનામાં સંચાર થયો; આથી તે પણ પ્રબોધકના જેવા ભાવાવેશમાં આવી ગયો.

11 અને જે લોકો તેને પહેલેથી ઓળખતા હતા તેઓ એ તેને પ્રબોધકની સાથે પ્રબોધ કરતા જોયો. તેઓ એક બીજાને પૂછવા લાગ્યા, “કીશના પુત્રને શું થયું છે? શું શાઉલ પણ પ્રબોધકો માંથી એક છે?”

12 ત્યારે ત્યાં રહેનાર એક માંણસે ઉત્તર આપ્યો, “તેઓના બાપ કોણ છે?” ત્યારબાદ આ કહેવત પ્રખ્યાત થઇ: “શું શાઉલ પણ પ્રબોધકોમાંથી એક છે?”


શાઉલ ઘરે ગયો

13 જયારે શાઉલે પ્રબોધ કરવાનું બંધ કર્યું, તે ઉપાસનાનાં ઉચ્ચસ્થાને ગયો.

14 શાઉલના કાકાએ તેને અને પેલા ચાકરને પૂછયું, “તમે કયાં ગયા હતા?” એટલે તેણે કહ્યું કે, “ગધેડાની શોધ કરવા; અને તે ન મળ્યાં એટલે અમે શમુએલને મળવા ગયા હતા.”

15 શાઉલના કાકાએ પૂછયું, “મને કહો, તેણે તમને શું કહ્યું?”

16 શાઉલે જવાબ આપ્યો, “તેણે અમને કહ્યું કે, ગધેડા મળ્યાં છે.” પણ તેના કાકાને રાજ્ય વિષે શમુએલે જે કહ્યું હતું તે વિષે તેણે કઇજ કહ્યું નહિ.


શાઉલની રાજા તરીકે શમુએલની જાહેરાત

17 શમુએલે ઇસ્રાએલીઓને યહોવાને મળવા માંટે મિસ્પાહમાં ભેગા કર્યા, અને કહ્યું,

18 “ઇસ્રાએલીઓના દેવ યહોવા કહે છે, ‘હું તમને મિસરમાંથી બહાર લઈ આવ્યો હતો. તમને તમાંરી મિસરીઓ નીચેની ગુલામીમાંથી અને તમાંરા ઉપર ત્રાસ ગુજારનાર સૌ રાજયોથી છોડાવી લાવ્યો હતો.’

19 પરંતુ આજે તમે બધાં દુ:ખોથી તથા આફતોથી ઉગારનાર તમાંરા દેવને નકાર્યા છે, પંરતુ તમે કહ્યું, ‘અમાંરા ઉપર શાસન કરવા માંટે એક રાજા નક્કી કરી આપો,’ તો તમે બધાં આવો અને તમાંરા કુળસમૂહો અને કુટુંબવાર અહી ઉભા રહો.”

20 પછી શમુએલે પ્રત્યેક કુળસમૂહને આગળ આવવા કહ્યું અને યહોવાએ બિન્યામીનના કુળસમૂહને તારવી કાઢયો.

21 ત્યારબાદ બિન્યામીનના કુળસમૂહને પસંદ કરવામાં આવ્યું અને કુટુંબવાર આગળ આવ્યા; ત્યારે માંટીના કુટુંબને પસંદ કરવાનાં આવ્યું અને છેવટે કીશના પુત્ર શાઉલને પસંદ કરવામાં આવ્યો. તેમણે તેની શોધ કરી પણ તે મળ્યો નહિ.

22 તેમણે યહોવાને પૂછયું, “એ માંણસ અહીં આવ્યો છે?” ત્યારે યહોવાએ ઉત્તર આપ્યો કે, “તે પેલા સામાંનમાં સંતાયેલો છે.”

23 ત્યારબાદ લોકો દોડીને તેને ત્યાંથી બહાર લઈ આવ્યા; અને તેને લોકોની વચ્ચે ઊભો રાખ્યો. શાઉલ તે બધા કરતાં એક વેંત ઊંચો હતો.

24 શમુએલે લોકોને કહ્યું, “યહોવાએ પસંદ કરેલા માંણસને તમે જોયો છે? સમગ્ર પ્રજામાં એના જેવો કોઇ નથી.” પછી લોકોએ પોકાર્યું, “રાજા ઘણું જીવો.”

25 પછી શમુએલે લોકોને રાજાના કાયદાઓ વિષે કહ્યું અને તેને પુસ્તકમાં લખીને યહોવાની સમક્ષ મૂક્યું. પછી તેને લોકોને ઘેર મોકલી દીધા.

26 શાઉલ પણ પાછો પોતાને ઘેર ગિબયાહમાં ગયો; તેની સાથે કેટલાક યોદ્ધાઓ ગયા. જેમના હૃદયમાં દેવે શાઉલ પ્રત્યે વફાદારી જગાડી હતી.

27 પરંતુ કેટલાક મુશ્કેલી કરનારાઓએ કહ્યું, “આ માંણસ આપણો બચાવ શી રીતે કરવાનો છે?” અને તેમણે તેને તિરસ્કૃત કર્યો. અને તેને કશી ભેટ ધરી નહિ છતાં પણ શાઉલ શાંત રહ્યો.

Gujarati Holy Bible: Easy-to-Read Version

All rights reserved.

© 2003 Bible League International

Bible League International
Lean sinn:



Sanasan