૧ કાળવૃત્તાંત 5 - પવિત્ર બાઈબલરૂબેનના વંશજો 1 ઇસ્રાએલનો જયેષ્ઠ પુત્ર રૂબેન હતો, પણ તેણે પોતાના પિતાની એક પત્ની સાથે મેળાપ કરી પિતાનું અપમાન કર્યુ હતું, તેથી તેનો જયેષ્ઠપણાનો હક્ક તેના ભાઈ યૂસફને આપવામાં આવ્યો હતો. 2 પોતાના ભાઈઓ કરતાં યહૂદા વધુ બળવાન નીવડયો, કારણ તેના વંશમાંથી એક રાજા થયો હતો, પણ યૂસફને મોટા પુત્રનો હક્ક મળ્યો હતો. 3 ઇસ્રાએલના જયેષ્ઠપુત્ર રૂબેનના પુત્રો: હનોખ, પાલ્લુ, હેસ્રોન તથા કામીર્. 4 યોએલના વંશજો: તેનો પુત્ર શમાયા, તેનો પુત્ર ગોગ, તેનો પુત્ર શિમઈ; 5 તેનો પુત્ર મીખાહ, તેનો પુત્ર રઆયા, તેનો પુત્ર બઆલ; 6 તેનો પુત્ર બએરાહ, જેને આશ્શૂરનો રાજા, તિગ્લાથ-પિલ્નેસેર બંદીવાન કરીને લઈ ગયો હતો; તે રૂબેનીઓના કુલસમૂહના સરદાર હતા. 7 તેઓની પેઢીઓની વંશાવળી ગણાઈ, ત્યારે તેઓનાં કુલસમૂહો પ્રમાણે તેના ભાઈઓ આ હતા: એટલે મુખ્ય યેઈએલ, પછી ઝખાર્યા. 8 યોએલના પુત્ર શેમાના પુત્ર આઝાઝનો પુત્ર બેલા, જેઓ અરોએરમાં છેક નબો તથા બઆલમેઓને લગી રહેતા હતા. 9 તેઓ, અરણ્યના પૂર્વ છેડાથી તે છેક ફ્રાત નદી સુધી વસેલા હતા કારણ કે ગિલયાદ દેશમાં તેઓ પાસે ઢોરોની સંખ્યા બહુ મોટી હતી. 10 શાઉલ રાજાના સમયમાં તેઓએ યુદ્વમાં હાગ્રીઓને હરાવ્યા અને તેઓ ગિલયાદની પૂર્વ બાજુએ તેમના તંબૂ તાણીને વસ્યા. ગાદના વંશજો 11 ગાદના કુલસમૂહો તેઓની સામી બાજુએ આવેલા બાશાન દેશમાં સાલખાહ સુધી વસતા હતા. 12 યોએલ જેષ્ઠ હતો, બીજો શાફામ, અને ત્યાર પછી યાનાઈ, અને શાફાટ બાશાનમાં હતા. 13 તેઓના ભાઇઓ મિખાયેલ, મશુલ્લામ, શેબા, યોરાય, યાકાન, ઝીઆ અને એબેર, એ કુલ સાત હતા. 14 બૂઝના વંશજો હતા: યાહદો, તેનો પુત્ર યશીશાય, તેનો પુત્ર મિખાયેલ, તેનો પુત્ર ગિલયાદ, તેનો પુત્ર યારોઆહ, તેનો પુત્ર હૂરી, તેનો પુત્ર અબીહાઈલ, 15 ગૂનીના પુત્ર આબ્દીએલનો પુત્ર અહીં તેના કુલનો આગેવાન હતો. 16 આ કુટુંબ-કુલ બાશાનના પ્રદેશમાં આવેલા ગિલયાદમાં, તેના નાના ગામડાં ઓમાં, તથા શારોનનાઁ સર્વ ગૌચરોમાં વસતા હતા. 17 યહૂદિયાના રાજા યોથામના સમયમાં તથા ઇસ્રાએલના રાજા યરોબઆમના સમયમાં તેઓ સર્વ ગાદના કુટુંબના ઇતિહાસમાં નોંધાયા હતા. યુદ્ધ માટે તૈયાર સૈનિકો 18 રૂબેનના પુત્રો, ગાદીઓ, તથા મનાશ્શાનું અધુંર્ કુલસમૂહ, તેઓમાં ઢાલ તથા તરવાર બાંધી શકે એવા, ધનુવિર્દ્યા જાણનારા, યુદ્ધકુશળ, યુદ્ધમાં જઈ શકે એવા શૂરવીર પુરુષો 44,760 હતા. 19 તેઓએ હાગ્રીઓની, યટૂરની, નાફીશની તથા નોદાબની સાથે યુદ્ધ કર્યુ. 20 તેઓએ યુદ્ધમાં દેવને વિનંતી કરી; કારણ કે તેઓ તેમના પર શ્રદ્ધા રાખતા હતા; તેથી તેઓની વિરૂદ્ધ તેઓને દેવની સહાય મળવાથી હાગ્રીઓ તથા જે સર્વ તેઓની સાથે હતા, તેઓ તેઓથી હારી ગયા. 21 તેઓએ લૂંટમાં 50,000 ઊંટ, 2,50,000 ઘેટાં, 2,000 ગધેડાં અને 1,00,000 બંદીવાનો કબજે કર્યા. 22 તેઓમાંના ઘણા તો માર્યા ગયા હતા, કેમ કે તે યુદ્ધ દેવનું હતું. તેઓ એમની જગ્યાએ બંદીવાસ થતાં સુધી વસ્યા. 23 મનાશ્શાનું અર્ધ કુલસમૂહ બાશાનથી બઆલ-હેમોર્ન, સનીર અને હેમોર્ન પર્વત સુધીના વિસ્તારમાં ફેલાઇ ગયું હતું. તેઓની સંખ્યા બહુ જ મોટી હતી. 24 તેઓના સરદારો આ હતા: એફેર, યિશઈ, અલીએલ, આઝીએલ, યર્મિયા, હોદાવ્યા, તથા યાહદીએલ; એ પરાક્રમી શૂરવીરો તથા નામાંકિત પુરુષો પોતપોતાના કુલના સરદારો હતા. 25 તેઓએ પોતાના પિતૃઓના દેવ વિરૂદ્ધ પાપ કર્યુ, તેઓની આગળથી દેશના જે લોકોનો વિનાશ દેવે કર્યો હતો, તેઓના દેવોની ઉપાસના કરીને તેઓ ધર્મષ્ટ થયા. 26 ઇસ્રાએલના દેવ આશ્શૂરના રાજા પૂલનું તથા આશ્શૂરના રાજા તિલ્ગાથ-પિલ્નેસેરનું મન ઉશ્કેર્યું, તેથી તેણે તેઓને, એટલે રૂબેનીઓને, ગાદીઓને તથા મનાશ્શાના અર્ધકુલસમૂહને, પકડી લઈ જઈને તેઓને હલાહ; હાબોર, હારામ અને ગોઝાન નદીને કાંઠે લાવીને વસાવ્યા; ત્યાં આજપર્યત તેઓ રહે છે. |
Gujarati Holy Bible: Easy-to-Read Version
All rights reserved.
© 2003 Bible League International
Bible League International