ફિલિપ્પીઓને પત્ર 4 - કોલી નવો કરારપાઉલની સૂસનાઓ 1 ઈ હાટુ, મારા વાલા વિશ્વાસી ભાઈઓ અને બહેનો, હું તમને બોવ પ્રેમ કરું છું, હું તમને મળવાની બોવ ઈચ્છા રાખુ છું; અને તમે જે મારો આનંદ અને મુગટરૂપ છો, વાલા મિત્રો પરભુમાં તમે વિશ્વાસમા મજબુત રેજો. 2 હું યુઓદિયા અને સુન્તુખે બેય બહેનોને વિનવણી કરું છું કે, તેઓ બેય પરભુમાં એક મનની થાય. 3 વળી મારાં ખરા સાથીદાર, હું તને વિનવણી કરું છું કે, તુ ઈ બહેનોની મદદ કરજે કેમ કે, તેઓએ મારી હારે અને ક્લેમેન્ટની હારે અને મારા બીજા સહકારીઓ જેઓના નામ જીવનની સોપડીમા છે તેઓની હારે હારા હમાસારના પરચારના કામમા ખુબ જ વધારે મેનત કરી છે. સદાય રાજી રયો 4 પરભુમાં સદાય રાજી રયો, હું ફરીથી કવ છું, રાજી રયો. 5 તમારી સહનશીલતા બધાય માણસોમાં જાણાવામાં આવે. પરભુનું આવવું નજીક છે. 6 કોય પણ વાતની સીંતા નો કરો, પણ એની કરતાં દરેક પરિસ્થિતિમાં તમારી અરજ, પ્રાર્થના અને વિનવણીનો આભાર માનતા પરમેશ્વરની હામે રજૂ માં આવે. 7 તઈ પરમેશ્વર તમને શાંતિ આપશે, ઈ શાંતિ લોકોની હમજથી ઘણીય વધારે છે, જે તમારુ હ્રદય અને વિસારોને મસીહ ઈસુમાં હાસવી રાખશે. આ વાતો ઉપર ધ્યાન રાખો 8 ઈ હાટુ, વિશ્વાસી ભાઈઓ અને બહેનો, જે-જે વાતુ હાસી છે, અને જે-જે વાતો માન આપવાને લાયક છે, અને જે-જે વાતો ન્યાયી છે, જે-જે વાતો પવિત્ર છે, અને જે-જે વાતો હારી છે, અને જે-જે વાતો વખાણ કરવામા આવે છે, જેમ કે, જે પણ બોવ હારી અને માનનીય છે, ઈ બાબતો વિષે વિસાર કરો. 9 જે વાતો તમે મારાથી સીખી, મેળવી, હાંભ્ળી અને મારામાં જોય, ઈ વાતોનું પાલન કરો, તઈ શાંતિનો પરમેશ્વર તમારી હારે રેહે. દાન હાટુ આભાર 10 પણ હું પરભુમાં બોવ રાજી છું કે, હવે આટલા દિવસો પછી તમારો વિસાર મારા વિષે પાછો જાગૃત થયો છે, અને પાકું છે કે તમે શરૂઆતમાં પણ એનો વિસાર હતો, પણ તમને તક નો મળી. 11 હું આ ઈ હાટુ નથી કય રયો કે, તમને કોય વાતોની કમી છે કેમ કે, મે દરેક પરિસ્થિતિ જે મારાં ઉપર થાય છે એમા મે સંતોષી રેવાનું શીખી લીધું છે. 12 ગરીબી અને ભરપુરી, ભૂખ અને તંગી બેયમાં રેવાનું હું જાણું છું, અને દરેક બાબતોમાં અને બધીય પરિસ્થિતિમાં હું સંતોષી રેવાનું શીખ્યો છું 13 મસીહ જે મને સામર્થ આપે છે એમા હું બધુય કરી હકુ છું 14 તો પણ તમે મને મુશ્કેલીમાં મદદ કરીને મારા સંકટમાં ભાગીદાર થયને ભલું કરયુ. 15 ઓ ફીલીપ્પીઓના લોકો તમે પોતે જ જાણો છો કે, હારા હમાસારના પરચારની શરૂવાતમાં જઈ હું મકદોનિયા જિલ્લા બાજુ નીકળો તઈ તમને છોડીને બીજી કોય મંડળીએ લેતી-દેતી કરવાની બાબતમાં મારી મદદ નથી કરી. 16 આ પરકારે જઈ હું થેસ્સાલોનિકા શહેરમાં હતો, તઈ પણ તમે મારી જરૂરિયાત પુરી કરવા હાટુ ઘણીય વાર મદદ મોકલી હતી. 17 આ હું ઈ હાટુ નથી કેતો કે, મારે દાન જોયી છી. પણ તમારા લાભમાં ઘણાય ફળ મળે એવુ માગું છું. 18 મારી પાહે બધીય વસ્તુઓ છે; અને ઈય ઘણુય છે. તમારુ દાન એપાફ્રોદિતસની મારફતે મને મળ્યું છે. એથી હું સમૃદ્ધ છું ઈ તો સુગંધી ધૂપ પરમેશ્વરને ગમતું માન્ય બલિદાન છે. 19 અને મારો પરમેશ્વર પોતાની મહિમાની મૂડીમાંથી તમારી બધીય જરૂરિયાત મસીહ ઈસુમાં પુરી પાડશે. 20 આપડા પરમેશ્વર બાપની મહિમા સદાસર્વકાળ હુધી થાય. આમીન. સલામ અને આશીર્વાદ 21 ઈસુ મસીહમા બધાય પવિત્ર લોકોને મારી સલામ કેજો અને બધાય વિશ્વાસી ભાઈઓ જે મારી હારે છે, ઈ તમને સલામ કેય છે. 22 બધાય પવિત્ર લોકો ખાસ કરીને જેઓ રોમી પરદેશના રોમી સમ્રાટનાં મહેલમાં જેઓ વિશ્વાસી છે, તમને સલામ કેયી છયી. 23 આપડા પરભુ ઈસુ મસીહની કૃપા તમારી બધાયની હારે રેય. આમીન. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation