ફિલિપ્પીઓને પત્ર 3 - કોલી નવો કરારજીવનનું લક્ષ 1 છેવટે, મારા ભાઈઓ અને બહેનો પરભુમાં રાજી રયો. તમને એકની એક જ વાત વારાઘડીએ લખતા મને કંટાળો આવતો નથી; પણ ઈ તમારી હંભાળ હાટુ છે. 2 એવાં લોકોથી સેતતા રયો જે કુતરા જેવા છે, ખરાબ કામો કરનારાથી અને નકામી સુન્નતથી સાવધાન રયો. 3 કેમ કે, ખરેખર તો આપડે પરમેશ્વરનાં લોકો છયી, જે એના આત્માની દોરવણીથી ભજનકરનારા છયી અને મસીહ ઈસુ ઉપર અભિમાન કરનારા છયી અને આપડા પોતાના દેહની ઉપર ભરોસો નો રાખનારા, પણ હાસા સુન્નતી છયી. 4 તો પણ દેહ ઉપર ભરોસો રાખવાનું મારી પાહે કારણ છે; જો બીજો કોય એવુ ધારે કે, એને દેહ ઉપર ભરોસો રાખવાનું કારણ છે, તો મને એના કરતાં વધારે છે. 5 આઠમાં દિવસનો સુન્નતી, ઈઝરાયલ દેશના દીકરાનો, બિન્યામીનના કુળનો, હિબ્રૂઓનો હિબ્રૂ, નિયમશાસ્ત્ર સબંધી ફરોશી ટોળાના લોકોમાનો. 6 જો જુસ્સાના વિષે કેતા હો, તો હું મંડળીની ઉપર જુલમ કરનારો, અને યહુદી નિયમો પાળવામાં હું ન્યાયી માણસ હતો કેમ કે, મે બધાય નિયમો પાળ્યા હતા. 7 પણ જે જે વાતુંને હું મારો લાભ હમજતો હતો, એને મે મસીહના કારણે નુકશાન હમજી લીધું છે. 8 પણ ખરેખર બધીય વસ્તુથી મારા પરભુ મસીહ ઈસુને ઓળખવા ઈ જ મારી હાટુ વધારે મહત્વનું હમજુ છું; જેના કારણે મે બધીય વસ્તુઓને મુકી દીધી છે અને એને કસરો જ હમજુ છું જેથી હું મસીહને મેળવી હકુ. 9 અને એની હારે એકરૂપ થય જાવું, અને મારા ન્યાયીપણામાં મૂસાના નિયમશાસ્ત્રની આજ્ઞાઓનું પાલન કરવાનું કારણ નથી, પણ મસીહ ઉપર વિશ્વાસના લીધે જે ન્યાયપણું મને મળ્યું છે ઈ પરમેશ્વર ઉપર વિશ્વાસ કરવાથી મળ્યું છે. 10 હું જાણવા માગું છું અને મસીહનું મરેલામાંથી જીવતા ઉઠવું, એમ પાછા જીવી ઉઠવાના સામર્થ્યને અનુભવ કરવા ઈચ્છું છું હું એની હાટુ દુખ સહન કરવા દ્વારા એની હારે સંગત કરવા માગું છું જેમ એણે મારી હાટુ દુખ સહન કરયુ. હું એના મરણને અનુરૂપ થાવા માગું છું; 11 જેથી હું પણ ફરીથી મરેલામાંથી જીવતા કરાવવામાં આવું. લક્ષ તરફ ધોડવું 12 હું ઈ નથી કેતો કે, મને પેલાથી જ મળી ગયુ છે, કા હું પુરેપુરો થય ગયો છું પણ કોશિશ કરીને આગળ આવું છું; જેથી ઈ મને મળી જાય જેની હાટુ મસીહ ઈસુએ મને ગમાડયો છે. 13 હે ભાઈઓ મારી ભાવના આ નથી કે, મે મેળવી લીધું છે, પણ ફક્ત આ એક કામ કરું છું કે, જે પેલા થય ગયુ છે એને ભૂલીને ભવિષ્યમાં શું થાહે ઈ લક્ષની હાટુ હું કડક મેનત કરું છું 14 એવી રીતે હું ઈ લક્ષ તરફ ધોડતો જાવ છું કે, જેથી ઈ ઈનામ મને મળે, ઈ હાટુ કે, મને મસીહ ઈસુમાં પરમેશ્વરનાં સ્વર્ગીય આમંત્રણના ઈનામ હાટુ બોલાવ્યો છે. 15 અને આપડામાંથી જેટલા વિશ્વાસમા મજબુત છે, તેઓ આવું વલણ રાખે અને જો કોય પણ વાતમાં તમારુ બીજુ કાય વલણ હોય તો પરમેશ્વર એને પણ તમારી હામે કરી દેહે. 16 ગમે એમ હોય, તોય પણ આપડે હજી હુધી જેમ અનુસરણ કરયુ છે ઈ જ રીતે હજીય આગળ વધી. 17 વિશ્વાસી ભાઈઓ અને બહેનો! તમે બધાય મારાં વહેવારનું અનુસરણ કરો અને અમે જે નમૂનો તમને આપી છયી; ઈ પરમાણે જે લોકો હાલે છે એની ઉપર લક્ષ રાખો. 18 કેમ કે, ઘણાય લોકો એવી રમત રમે છે, જેની વાતો મે તમને ઘણીય વાર કીધી છે અને હજીય પણ રોતા-રોતા કવ છું કે, તેઓ મસીહના વધસ્થંભના વેરીઓ છે. 19 તેઓનો અંત વિનાશ છે, અને તેઓ ફકત પોતાના દેહની ઈચ્છાઓ પુરી કરવા હાટુ જીવે છે, તેઓ આવી વાતો ઉપર અભિમાન કરે છે જે વાતો ઉપર એને શરમ આવવી જોયી અને તેઓ સદાય સંસારિક વસ્તુઓના વિષે જ વિસારતા રેય છે. 20 પણ આપડુ સ્વદેશ સ્વર્ગ છે, અને જ્યાંથી આપડે પોતાના તારનાર પરભુ ઈસુ મસીહને પાછા આવનારની રાહ જોયી છયી. 21 જે સામર્થ્યથી ઈ બધીય બાબતોને પોતાના અધિકાર નીસે લીયાવી હકે છે, ઈજ સામર્થ્યથી ઈ આપડા નાશ થય જાનારા દેહને બદલી નાખશે અને એના મહિમાવંત દેહ જેવા કરશે. |
Koli Wadiyara (કોલી) Bible by The Love Fellowship is licensed under Creative Commons Attribution-ShareAlike 4.0 License.
Beyond Translation